3 શક્તિશાળી ગ્રહ થયા વક્રી, ધનુ સહિત 3 રાશિવાળાને છપ્પરફાડ ધનલાભના પ્રબળ યોગ, માન સન્માન વધશે
વૈદિક જ્યોતિષ મુજબ ગુરુ, શનિ અને બુધ ગ્રહ વક્રી થયા છે. જેનાથી 3 રાશિવાળાને બસ બખ્ખે બખ્ખા રહેશે. જાણો કઈ છે તે ભાગ્યશાળી રાશિઓ...
વૈદિક જ્યોતિષ મુજબ ગ્રહ સમયાંતરે પોતાની ચાલમાં પરિવર્તન કરીને વક્રી અને માર્ગી થાય છે. જેનો પ્રભાવ માનવ જીવન અને પૃથ્વી પર જોવા મળે છે. તમને જણાવી દઈએ કે કર્મફળ અને ન્યાયના દેવતા શનિદેવ અને વેપારના દાતા બુધ તથા સમૃદ્ધિના દાતા બૃહસ્પતિ વક્રી થયા છે. જેનો પ્રભાવ તમામ રાશિઓ પર જોવા મળશે. પરંતુ 3 રાશિના જાતકો એવા છે કે જેમના માટે આ સમય શનિ, ગુરુ અને બુધ દેવના આશીર્વાદ પ્રાપ્ત થઈ શકે છે. આ સાથે જ કરિયર અને કારોબારમાં પ્રગતિ થઈ શકે છે. જાણો આ ભાગ્યશાળી રાશિઓ વિશે...
ધનુ રાશિ
ગુરુ, શનિ અને બુધ ગ્રહનું વક્રી થવું એ ધનુ રાશિના જાતકો માટે શુભ ફળ આપનારું સાબિત થઈ શકે છે. આ સમય તમને કામકાજ અને કારોબારમાં પ્રગતિ થઈ શકે છે. આ સાથે જ સમાજમા માન સન્માનમાં વધારો થશે. ધર્મ કર્મના કાર્યોમાં મન લાગશે અને પૂજા પાઠ કરવાથી માનસિક શાંતિ પણ મળશે. મુસાફરી પણ કરી શકો છો. જે તમારા માટે શુભ સાબિત થશે. આ સમયગાળામાં પરિજનો સાથે વ્યવહાર સારો રહેશે. તમારા માતાના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખજો.
વૃષભ રાશિ
તમારા માટે ગુરુ, શનિ અને બુધ ગ્રહના વક્રી થવાનું અનુકૂળ સિદ્ધ થઈ શકે છે. આ સમયે નોકરીયાતોને કાર્યસ્થળ પર નવી જવાબદારી મળી શકે છે. તમને જૂનિયરો અને સિનિયરોનો સાથ મળી શકે છે. કોઈ પ્રોપર્ટીમાં રોકાણ કરવું એ તમારા માટે ફાયદાકારક સાબિત થશે. જે લોકો બેરોજગાર છે તેમને નવી નોકરી મળવાના ચાન્સ છે. પૈતૃક સંપત્તિનો પણ લાભ મળી શકે છે.
કન્યા રાશિ
ગુરુ, શનિ અને બુધનું વક્રી થવું એ કન્યા રાશિના જાતકો માટે આર્થિક રીતે શુભ સાબિત થશે. આ સમય તમને આકસ્મિક ધન પ્રાપ્તિ થઈ શકે છે. આ સાથે જ તમારી વાણીમાં પ્રભાવ આવશે. જેનાથી લોકો તમારાથી ઈમ્પ્રેસ થશે. તમારી ઈચ્છાઓની પણ પૂર્તિ થશે. આ સાથે જ જે કામ અટકેલા હતા તે પૂરા થઈ શકે છે. આ સમયે તમે વાહન કે પ્રોપ્રટીની ખરીદી કરી શકો છો.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)