Guru Chandal Rajyog: વૈદિક શાસ્ત્ર અનુસાર નવ ગ્રહ અને નક્ષત્ર જ્યારે પોતાની સ્થિતિ અને રાશિ બદલે છે ત્યારે 12 રાશિના જાતકોના જીવનમાં તેનો સારો અને ખરાબ બંને પ્રકારનો પ્રભાવ પડે છે. હાલ દેવતાઓના ગુરુ કહેવાતા બૃહસ્પતિ સાથે ચાંડાલ યોગ બનાવતા રાહુ મેષ રાશિમાં ભ્રમણ કરે છે. એક રાશિમાં ગુરુ અને રાહુનું ભ્રમણ કરવું ગુરુચંડાલ રાજયોગનું નિર્માણ કરે છે. આ સ્થિતિ 30 ઓક્ટોબર 2023 સુધી રહેશે. 30 ઓક્ટોબરે વૃષભ રાશિમાં રાહુ પ્રવેશ કરશે ત્યાર પછી આ અશુભ યોગ પૂર્ણ થશે. ત્યાં સુધી ત્રણ રાશિના લોકોને નુકસાન સહન કરવું પડી શકે છે. આ રાશિના લોકોને આર્થિક તંગીનો પણ સામનો કરવો પડી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુરુ ચંડાલ યોગથી આ રાશિ ઉપર વધશે સંકટ


આ પણ વાંચો:


શનિવારનો દિવસ અને શનિ થશે વક્રી, આ 3 રાશિઓ માટે વક્રી શનિ અશુભ, જીવનમાં વધશે સંકટ


Vakri Grah 2023: રાહુ-કેતુ અને શનિ એક સાથે થશે વક્રી, આ રાશિના લોકોની વધશે સમસ્યાઓ


શુક્રની મહાદશા કરે છે ભાગ્યોદય, 20 વર્ષ સુધી રાજા જેવો વૈભવ અને ધન થાય છે પ્રાપ્ત


મેષ રાશિ


જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગુરુ ચાંડાલ યોગ બનવાથી આ રાશિના જાતકોને અનેક પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડશે. તેમને જોબ અને બિઝનેસ સંબંધિત સમસ્યાઓ નડી શકે છે. સાથે જ કાર્ય સ્થળ પર પણ વિવાદ થઈ શકે છે. આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે તેથી રોકાણ કરતા પહેલા વિચાર કરી લેવો.


મિથુન રાશિ


ગુરુ ચાંડાલ યોગના કારણે આ રાશિના જાતકોને પણ નુકસાન સહન કરવું પડી શકે છે. કોટ કચેરીમાં કેસ ચાલતો હશે તો તેનું નિર્ણય તમારી વિરુદ્ધમાં આવી શકે છે. મકાન બનાવવાની ઈચ્છા હાલ પૂરી નહીં થાય. કારકિર્દી ની સાથે વ્યવહારિક જીવનમાં પણ સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. વેપારમાં પણ નુકસાન થઈ શકે છે. વાણી પર નિયંત્રણ રાખવું અને ધીરજ થી આ સમય પસાર કરવો.


ધન રાશિ


ધન રાશિના જાતકો માટે પણ ગુરુ ચાંડાલ યોગ અશુભ સાબિત થશે. આવકના પ્રમાણમાં ખર્ચ વધશે જેના કારણે આર્થિક સ્થિતિ ખરાબ થઈ શકે છે. સંતાન તરફથી ચિંતા વધી શકે છે. પરિવારના કોઈ વ્યક્તિનું સ્વાસ્થ્ય ચિંતા વધારશે. વાહન ચલાવતી વખતે સાવધાની રાખવી. દુર્ઘટના થવાની આશંકા છે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)