Shukra Mahadasha: શુક્રની મહાદશા કરે છે ભાગ્યોદય, 20 વર્ષ સુધી રાજા જેવો વૈભવ અને ઐશ્વર્ય ભોગવે છે વ્યક્તિ

Shukra Mahadasha: શુક્ર કુંડળીમાં મજબૂત સ્થિતિમાં હોય તો વ્યક્તિ રાજા જેવું જીવન જીવે છે. શુક્રની મહાદશાના કારણે વ્યક્તિ 20 વર્ષ સુધી દોમદોમ સાહેબી ભોગવે છે. શુક્રની મહાદશા દરમિયાન વ્યક્તિને ધન, વૈભવ, પ્રેમ, સૌંદર્ય બધું જ પ્રાપ્ત થાય છે. વ્યક્તિને દરેક તરફથી પ્રેમ અને પૈસો મળે છે. 

Shukra Mahadasha: શુક્રની મહાદશા કરે છે ભાગ્યોદય, 20 વર્ષ સુધી રાજા જેવો વૈભવ અને ઐશ્વર્ય ભોગવે છે વ્યક્તિ

Shukra Mahadasha: શુક્રની મહાદશાને ખૂબ જ શુભ માનવામાં આવે છે. શુક્ર કુંડળીમાં મજબૂત સ્થિતિમાં હોય તો વ્યક્તિ રાજા જેવું જીવન જીવે છે. શુક્રની મહાદશાના કારણે વ્યક્તિ 20 વર્ષ સુધી દોમદોમ સાહેબી ભોગવે છે. શુક્રની મહાદશા દરમિયાન વ્યક્તિને ધન, વૈભવ, પ્રેમ, સૌંદર્ય બધું જ પ્રાપ્ત થાય છે. વ્યક્તિને દરેક તરફથી પ્રેમ અને પૈસો મળે છે. 

જે વ્યક્તિની કુંડળીમાં શુક્ર ઉચ્ચ સ્થાનમાં હોય તેની શુક્રની મહા દશા શરૂ થતા જ તેનો ભાગ્યોદય થઈ જાય છે. તેના બધા જ કામ પાર પડવા લાગે છે અને જીવનમાં ધન અને પ્રેમનો વરસાદ થાય છે. જે લોકોની કુંડળીમાં શુક્ર અશુભ હોય અથવા તો નબળો હોય તેમણે જીવનમાં સંઘર્ષ કરવો પડે છે. શુક્ર નબળો હોય ત્યારે શુક્રની મહા દશા પણ અશુભ ફળ આપે છે. આવી સ્થિતિમાં 20 વર્ષ સુધી જાતા કે આર્થિક સમસ્યા અને તકલીફો સહન કરવી પડે છે. જો કુંડળીમાં શુક્ર નબળો હોય તો કેટલાક ઉપાય કરી શકાય છે.

આ પણ વાંચો: 

શુક્રને મજબૂત કરવાના ઉપાય

1. શુક્રવારના દિવસે શુક્ર દેવ અને માતા લક્ષ્મીની પૂજા કરી શુક્રના બીજ મંત્રનો જાપ કરવો. તેનાથી લાભ થાય છે. આ દિવસે માતા લક્ષ્મી ને ખીર અથવા દૂધની મીઠાઈનો ભોગ ધરાવો.

2. શુક્રવારના દિવસે કીડીને લોટ અને ખાંડ ખવડાવવાથી પણ શુક્ર દોષથી રાહત મળે છે. 

3. શુક્રવારે શુક્ર સંબંધિત વસ્તુઓ એટલે કે દૂધ, દહીં, સફેદ કપડાં, ઘી વગેરેનું દાન કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે. 

4. શુક્રવારના દિવસે શક્ય હોય ત્યાં સુધી સફેદ કપડાં પહેરવા અને સફેદ વસ્તુનો ઉપયોગ વધારે કરવો.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news