Guru Gochar Effect 2024: વૈદિક જ્યોતિષ શાસ્ત્ર મુજબ તમામ ગ્રહો સમયાંતરે ગ્રહ ગોચર કરીને તમામ 12 રાશિઓના જીવનને પ્રભાવિત કરે છે. ગ્રહોના ગુરુ દેવગુરુ બૃહસ્પતિ પણ આ વર્ષે એક મેના રોજ એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. તમામ રાશિઓ પર તેનો પ્રભાવ પડશે. આમ તો ગુરુના ગોચરનો અશુભ પ્રભાવ બહુ ઓછા લોકોના જીવન પર જોવા મળતો હોય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જ્યોતિષ શાસ્ત્ર મુજબ ગુરુ જેના પર મહેરબાન થાય છે તેમનું ભાગ્ય ચમકી જાય છે. તેમની  ભગવાન પ્રત્યેની આસ્થા વધી જાય છે. વ્યક્તિને દરેક કામમાં સફળતા મળે છે. વ્યક્તિને અભ્યાસમાં મન લાગતું હોય છે. જીવન પર સકારાત્મક પ્રભાવ પડે છે. ગુરુના પ્રભાવથી વ્યક્તિનો પ્રભાવ વધે છે. ઘરમાં ધનની આવક અને સુખ સંપત્તિ વધે છે. આ વર્ષે 1 મે 2024ના રોજ બપોરે 2.29 વાગે ગુરુ મેષ રાશિમાંથી નીકળીને વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે. તેનો પ્રભાવ તમામ 12 રાશિઓના જીવન પર જોવા મળશે. જેમાથી 3 રાશિઓ એકદમ ખાસ છે. આ દરમિયાન તેમનું ભાગ્ય બદલાશે. જીવનમાં સુખ શાંતિ આવશે. જાણો કઈ છે તે ભાગ્યશાળી રાશિઓ...


કર્ક રાશિ
જ્યોતિષ શાસ્ત્ર મુજબ એક મેના રોજ ગુરુનું થઈ રહેલું ગોચર કર્ક રાશિવાળા માટે ખુબ શુભ  રહેશે. આ દરમિયાન આ રાશિવાળાને દરેક કામમાં સફળતા મળશે. જે પણ કામમાં હાથ નાખશે તે પાર પડશે. આર્થિક તંગી અને સમસ્યાઓનો અંત આવશે. ભાગ્ય મજબૂત થશે. વ્યક્તિની આવકના નવા સોર્સ વધશે. આ ફેરફાર આ રાશિવાળાના જીવનમાં મોટા અને સુખદાયી ફેરફાર લાવશે. 


કન્યા રાશિ
ગુરુના ગોચરથી કન્યા રાશિવાળાનું ભાગ્ય ચમકી જશે. આ રાશિવાળાને નોકરીથી લઈને વેપાર સુધી સફળતા મળશે. એટલું જ નહીં  ધન પ્રાપ્તિના યોગ બનતા જોવા મળી રહ્યા છે. પૈતૃક સંપત્તિથી લાભ થશે. આ દરમિયાન થોડી મહેનત પણ વધુ ફળ અપાવશે. જીવનસાથી સાથે ચાલી રહેલી અણબન ખતમ થશે. સંબંધોમાં સુધાર આવશે. ભગવાન તમારી  બધી ઈચ્છાઓ પૂરી કરશે. 


ધનુ રાશિ
આ રાશિવાળા માટે આ સમય શુભ ફળ આપનારો રહેશે. આ દરમિયાન આ રાશિના લોકો ખુબ પ્રગતિ કરશે. નોકરીમાં અધિકારીઓનો પૂરેપૂરો સાથ મળશે. વેપારમાં સંબંધિત લોકોને મોટી ડીલ હાથ લાગી શકે છે. જો તમે કોઈ નવું કામ કરવાનું વિચારી રહ્યા હોવ તો તેમાં સફળતા મળશે. ધન આગમનના રસ્તા ખુલશે. આવક વધશે. જલદી કોઈ પ્રોપર્ટી કે વાહન વગેરે ખરીદી શકો છો. કોઈ જૂની ઈચ્છા પૂરી થશે. જે લોકો વિદેશ જવાનું વિચારે છે તેમને ઓફર મળી શકે છે. 


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube