ગુરુ-શનિ આ રાશિઓને કરાવશે ખુબ ફાયદો, આકસ્મિક ધનલાભથી તિજોરીઓ ખૂટી પડશે
જ્યોતિષ શાસ્ત્ર મુજબ ગુરુ, રાહુ અને શનિના રાશિ પરિવર્તનની તમામ 12 રાશિઓ પર અસર પડતી હોય છે. હાલ રાહુ મીન રાશિમાં છે. જ્યારે દેવગુરુની વાત કરીએ તો તેઓ મેષ રાશિમાં અને શનિ કુંભ રાશિમાં છે. જ્યારે દેવગુરુ અને શનિ કુંડળીના જે ભાવથી સંયુક્ત રીતે પ્રભાવિત કરે છે, તો તે ભાવ જાગૃત થાય છે.
જ્યોતિષ શાસ્ત્ર મુજબ ગુરુ, રાહુ અને શનિના રાશિ પરિવર્તનની તમામ 12 રાશિઓ પર અસર પડતી હોય છે. હાલ રાહુ મીન રાશિમાં છે. જ્યારે દેવગુરુની વાત કરીએ તો તેઓ મેષ રાશિમાં અને શનિ કુંભ રાશિમાં છે. જ્યારે દેવગુરુ અને શનિ કુંડળીના જે ભાવથી સંયુક્ત રીતે પ્રભાવિત કરે છે, તો તે ભાવ જાગૃત થાય છે. 6 એપ્રિલ સુધી શનિ રાહુના નક્ષત્ર શતભિષા અને ત્યારબાદ દેવગુરુના પૂર્વાભાદ્ર નક્ષત્રમાં પ્રવેશ કરશે. આ સાથે જ દેવગુરુ બૃહસ્પતિ પોતાના મિત્ર ગ્રહ સૂર્ય, ચંદ્રમા અને મંગળના નક્ષત્ર કૃતિકા, રોહિણી અને મૃગશીર્ષામાં જશે. આવામાં શનિ અને ગુરુ બેવડા ફળ આપવા માટે તૈયાર છે. જાણો શનિ અને ગુરુ કઈ રાશિઓનું ભાગ્ય ચમકાવશે.
મિથુન રાશિ
આ રાશિમાં શનિ ભાગ્ય, રાહુ કર્મ અને દેવગુરુ બૃહસ્પતિ લાભના ભાવમાં છે. આવામાં તમારો અગિયારમો ભાવ જાગૃત થશે. આ રાશિના જાતકોની આર્થિક સ્થિતિ મજબૂત થશે. લાંબા સમયથી અટકેલા કામ પૂરા થશે. ધન ધાન્યમાં વધારો થશે. શાસન-સત્તામાં રાજનીતિકમાં ઉચ્ચ અધિકારીઓ સાથે સંબંધ સારા બનશે. તેનાથી તમને લાભ થશે. નોકરીયાત લોકોને વરિષ્ઠ લોકોનો સહયોગ મળશે. તેનાથી લાભ મળવાના પૂરેપૂરા અણસાર છે. આ સાથે જ દેવગુરુની પંચમી દ્રષ્ટિ ત્રીજા ભાવ અને શનિની સપ્તમ દ્રષ્ટિ ત્રીજા ભાવમાં હશે, જેનાથી આ ભાવ પણ જાગૃત થશે. તેનાથી તમારો નિર્ણય લેવાની ક્ષમતા વધશે. આત્મવિશ્વાસમાં વધારો થશે. નવું કામ શરૂ કરવું લાભકારી સિદ્ધ થશે. તેમાં સફળતાની સાથે અપાર ધનલાભ થશે. પરિવાર સાથે સારો સમય પસાર થશે.
સિંહ રાશિ
દેવગુરુ બૃહસ્પતિ અને શનિની દ્રષ્ટિ નવમા ભાવ એટલે કે ભાગ્ય ભાવમાં પડી રહી છે. આવામાં નવામો ભાગ જાગૃત થશે. ત્યારબાદ ગુરુ સપ્ટેમ્બરમાં રાશિ પરિવર્તન કરીને દશમ ભાવમાં પ્રવેશ કરશે. આવામાં ભાગ્યનો સાથ મળતા બગડેલા કામ પૂરા થશે. તમને પરિશ્રમનું ફળ મળશે. તમારા પિતાને પણ દરેક પ્રકારની સમસ્યામાંથી રાહત મળશે. આ સાથે જ એ વિદ્યાર્થીઓને લાભ મળશે, જે ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જવાનું સપનું જોઈ રહ્યા છે. આ સાથે જ ચિંતા, ભય, ડરથી છૂટકારો મળી શકે છે. સ્વાસ્થ્ય સારું રહેશે. નોકરીની વાત કરીએ તો ઈચ્છિત જગ્યા પર તમને પોસ્ટિંગ મળી શકે છે. આધ્યાત્મ તરફ રૂચિ વધશે. ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લેશો. પરંતુ માતા પિતા, ગુરુનું સન્માન કરવાનું બિલકુલ ભૂલતા નહીં. જ્યોતિષ શાસ્ત્ર મુજબ ગુરુની પંચમ અને શનિની સપ્તમ દ્રષ્ટિ લગ્ન ભાવને જાગૃત કરશે જેનાથી તમારા જીવનમાં સકારાત્મક પ્રભાવ પડશે. મન શાંત રહેશે. નિર્ણય લેવાની શક્તિ વધશે. ઉતાવળમાં લેવાયેલા નિર્ણયને સુધારવાની તક મળશે.
ધનુ રાશિ
ધનુ રાશિની વાત કરીએ તો દેવગુરુનું ગોચર પંચમ ભાવમાં છે. 30 એપ્રિલ સુધી રહેશે. ત્યારબાદ છઠ્ઠા ભાવમાં રહેશે. શનિ ત્રીજા ભાવમાં છે. તેની સાથે જ શનિ અને ગુરુની ત્રીજી દ્રષ્ટિ પાંચમા ભાવમાં પડી રહી છે. આવામાં આ રાશિના જાતકોને લાભ મળવાનો છે. પંચમ ભાવ જાગૃત થતા સંતાન તરફથી કોઈ શુભ સમાચાર મળી શકે છે. આ સાથે જ વિદ્યાર્થીઓનું મન અભ્યાસમાં લાગશે. 30 એપ્રિલ બાદ દેવગુરુના છઠ્ઠા ભાવમાં જવાથી નોકરી મળવાના આસાર છે. શેર માર્કેટમાં પણ ધનલાભ મળી શકે છે. લવ લાઈફ સારી રહેશે. પાર્ટનર સાથે વિવાહના પણ યોગ બની રહ્યા છે. સ્વાસ્થ્ય સારું રહેશે. ગુરુની પંચમ દ્રષ્ટિ અને શનિની સપ્તમ દ્રષ્ટિ ભાગ્ય ભાવમાં પડી રહી છે. આવામાં આ રાશિના જાતકોને ભાગ્યનો પૂરેપૂરો સાથ મળશે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube