Kendra Drishti Yog: 19 ઓગસ્ટથી આ 3 રાશિઓનું ભાગ્ય પલટી મારશે, કરોડપતિ બનવાના પ્રબળ યોગ સર્જાશે
Guru Shukra Kendra Drishti: ગુરુ ગ્રહ જ્ઞાન, વિવાહ અને સુખનો કારક ગ્રહ છે. જ્યારે શુક્ર ગ્રહ વૈભવ, ધન અને પ્રેમનો કારક ગ્રહ છે. આ બંને ગ્રહો એકબીજાથી સમકોણીય અવસ્થામાં રહેશે જેના કારણે વૃષભ સહિત ત્રણ રાશીના લોકોને લાભ થશે.
Guru Shukra Kendra Drishti: ઓગસ્ટ મહિનામાં સૂર્ય, બુધ, શુક્ર, મંગળ અને ગુરુ પોતાની ચાલ બદલી ચૂક્યા છે. રાશિઓમાં આ ગ્રહોના ગોચરથી ખાસ યોગ બને છે જેના કારણે બધી જ રાશિના લોકોના જીવન પર વ્યાપક અસર જોવા મળે છે. આવો જ એક શુભ યોગ 19 ઓગસ્ટથી બનશે. 19 ઓગસ્ટ થી બે શુભ ગ્રહ એટલે કે શુક્ર અને ગુરુ એકબીજાથી સમકોણીય અવસ્થામાં આવશે. જેના કારણે ગુરુ શુક્રનો કેન્દ્ર દ્રષ્ટિ યોગ બનશે. આ યોગની અસરથી ત્રણ રાશીના લોકોને સૌથી વધુ લાભ થવાની સંભાવના છે.
આ પણ વાંચો: 16 ઓગસ્ટથી 5 રાશિવાળાઓનું ભાગ્ય હશે બુલંદીઓ પર, 3 રાશિના લોકોએ સંભાળીને રહેવું પડશે
ગુરુ ગ્રહ જ્ઞાન, વિવાહ અને સુખનો કારક ગ્રહ છે. જ્યારે શુક્ર ગ્રહ વૈભવ, ધન અને પ્રેમનો કારક ગ્રહ છે. આ બંને ગ્રહો એકબીજાથી સમકોણીય અવસ્થામાં રહેશે જેના કારણે વૃષભ સહિત ત્રણ રાશીના લોકોને લાભ થશે.
ગુરુ શુક્રના કેન્દ્ર દ્રષ્ટિ યોગની અસર
વૃષભ રાશી
વૃષભ રાશિના લોકો માટે ગુરુ શુક્રની કેન્દ્ર દ્રષ્ટિ સકારાત્મક રહેશે. જીવનમાં સ્થિરતા આવશે. અટકેલા કામ પુરા થવા લાગશે વિદ્યાર્થીઓને આ સમય દરમિયાન શિક્ષકો તેમજ મિત્રોથી મદદ પ્રાપ્ત થશે. ધન સંબંધિત સમસ્યા હશે તો તે દૂર થઈ જશે. આવકના નવા સોર્સ સામે આવશે. વેપારનો વિસ્તાર થશે. નોકરી કરતા લોકો માટે સારો સમય. કામનું પ્રેશર ઘટશે. પરિવારિક જીવન સારું રહેશે.
આ પણ વાંચો: સૂર્ય-બુધની યુતિ દ્રષ્ટિથી 3 રાશિઓ થશે માલામાલ! ચારેકોર મળશે સફળતા, તિજોરીઓ છલકાશે
કન્યા રાશિ
કન્યા રાશિના લોકો માટે આ સમયે માનસિક શાંતિ વધારનાર હશે. આ સમય દરમિયાન ધૈર્યવાન બનશો. વ્યાપારિક સંબંધો મજબૂત થશે. નવા લોકો સાથે મુલાકાત થશે. લાભનું માર્જિન વધવાથી ખુશી વધશે. વિદ્યાર્થીઓ માટે સારો સમય. નોકરી મળવાના અવસર ઉભા થશે. નોકરી કરતા લોકોનો પગાર વધી શકે છે અથવા તો પ્રમોશન થઈ શકે છે. રોકાણથી લાભ મળવાની સંભાવના. જીવનસાથી સાથે સાથે સંબંધ મજબૂત થશે
આ પણ વાંચો: Guruwar Ke Upay: શ્રાવણ મહિનાના ગુરુવારે કરેલો ઉપાય માતા લક્ષ્મીને કરે છે પ્રસન્ન
મીન રાશિ
મીન રાશિના લોકોના જીવન પર ગુરુ શુક્રનો કેન્દ્ર દ્રષ્ટિ યોગ સકારાત્મક અસર કરશે. મન શાંત રહેશે. ચિંતાથી મુક્તિ મળશે. ધર્મ કર્મમાં રુચિ વધશે. આવકના નવા સ્ત્રોત ખુલવાથી આર્થિક સંકટ દૂર થશે. સંબંધો મજબૂત થશે. પ્રેમ સંબંધમાં મધુરતા આવશે. સ્વાસ્થ્ય સારું રહેશે. પારિવારિક જીવનમાં સુધાર આવશે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)