100 વર્ષ બાદ ગુરુ-શુક્રએ બનાવ્યો આ શક્તિશાળી રાજયોગ, 3 રાશિવાળાનું સૂતેલું ભાગ્ય ધડાધડ જાગશે, ધનના ઢગલા થશે
વૈદિક જ્યોતિષ મુજબ શુક્ર અને ગુરુએ એક એવો શક્તિશાળી રાજયોગ બનાવ્યો છે કે તેનાથી 3 રાશિના લોકોની કરિયર અને કારોબાર ચમકી શકે છે. જાણો કોણ છે તે ભાગ્યશાળી રાશિઓ......
વૈદિક જ્યોતિષ મુજબ ગ્રહ સમયાંતરે શુભ અને અશુભ યોગો બનાવતા હોય છે જેની અસર દેશ દુનિયા અને પૃથ્વી પર જોવા મળે છે. તમને જણાવી દઈએ કે ગુરુ અને શુક્રએ સમસપ્તક યોગનું નિર્માણ કર્યું છે. આ યોગ 100 વર્ષ બાદ બન્યો છે. જેનાથી આ યોગની અસર તમામ રાશિઓના જાતકો પર કઈને કઈ જરૂર પડશે. પરંતુ 3 રાશિઓ એવી છે જેનું હાલ ભાગ્ય ચમકી શકે છે. આ સાથે જ તમામ ક્ષેત્રોમાં સફળતા મળી શકે છે. આ રાશિઓ કઈ છે તે ખાસ જાણો.
ધનુ રાશિ
સમસપ્તક રાજયોગનું બનવું એ ધનુ રાશિના જાતકો માટે શુભ સાબિત થઈ શકે છે. કારણ કે તમારી ગોચર કુંડળીમાં એકાદશ ભાવમાં શુક્ર, જ્યારે પંચમ સ્થાનમાં ગુરુ બૃહસ્પતિ છે. આથી આ સમયે તમને સંતાન સુખ પ્રાપ્ત થઈ શકે છે. પ્લાનિંગ કરી શકો છો. જો તમારા સંતાન હોય હોય તો તેના લગ્ન અને નોકરી લાગી શકે છે. આ સાથે જ નવું કાર્ય શરૂ કરવા માટે સમય ખુબ સારો છે. વેપારીઓને આ દરમિયાન ધનલાભ થઈ શકે છે. આ સાથે જ વિદ્યાર્થીઓ માટે સમય ખુબ સારો છે. વિદ્યાર્થીઓ વિદેશમાં જઈને અભ્યાસ કરી શકે છે.
કુંભ રાશિ
તમારા માટે સમસપ્તક રાજયોગ બનવું લાભકારી સાબિત થઈ શકે છે. આ સમય તમને કામ ધંધામાં પ્રગતિ થશે. ભાગ્યનો પણ સાથ મળશે. આ સાથે જ આકસ્મિક ધનલાભ પણ થઈ શકે છે. મિત્રોનો તમને સહયોગ પ્રાપ્ત થઈ શકે છે. સાથે જ સુખ સાધનોમાં વધારો થઈ શકે છે. ગુરુ ત્રીજા ભાવમાં છે તો આ સમય તમને ભાઈ બહેનનો સહયોગ પ્રાપ્ત થશે. ભાઈ બહેનની પ્રગતિ થઈ શકે છે.
કર્ક રાશિ
તમારા માટે સમસપ્તક રાજયોગ કોઈ વરદાનથી જરાય કમ સાબિત નહીં થાય. કારણ કે શુક્ર ગ્રહ તમારી રાશિથી ચતુર્થ સ્થાન પર ભ્રમણ કરી રહ્યા છે. આથી સુખના સાધનોમાં વધારો થશે. આ સમય દરમિયાન તમે કોઈ પ્રોપર્ટી, નવું ઘર કે વાહન ખરીદી શકો છો. આ સાથે જ આ સમય દરમિયાન તમારા માન સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે. નોકરી અને વ્યવસાયમાં પણ લાભ થશે. આ સાથે જ વેપારીઓને આ દરમિયાન સારો ધનલાભ થઈ શકે છે. લગ્નજીવન સારું રહેશે. આ રાશિના લોકો માટે શુક્રદેવની કૃપાથી નવા વર્ષમાં વિવાહના યોગ પણ બનશે અને તમને શુભ ફળની પ્રાપ્તિ પણ થશે. આ સમય દરમિયાન માતાનો સહયોગ પ્રાપ્ત થશે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube