Guru Vakri 2023: વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં દેવગુરૂ બૃહસ્પતિને ખુબ મહત્વપૂર્ણ ગ્રહ માનવામાં આવે છે. ગુરૂ ગ્રહને સુખ-સંપત્તિ, જ્ઞાન, સમૃદ્ધિ તથા લગ્ન જીવનનો કારક માનવામાં આવે છે. ગુરૂ ગ્રહ એક વર્ષમાં રાશિ પરિવર્તન કરે છે. આ સમયે ગુરૂ મેષ રાશિમાં બિરાજમાન છે. હવે 4 સપ્ટેમ્બર 2023ના ગુરૂ વક્રી થશે. ગુરૂના વક્રી થવાની અસર દરેક 12 રાશિઓ પર પડશે. જાણો ગુરૂની વક્રી ચાલથી ક્યા જાતકોને લાભ થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેષ રાશિ
મેષ રાશિના જાતકો માટે વક્રી ગુરૂ શુભ સાબિત થશે. ગુરૂ ગ્રહ મેષ રાશિમાં બિરાજમાન છે. તેવામાં ગુરૂની ઉલ્ટી ચાલનો પ્રભાવ તમારી રાશિ પર વધુ પડશે. ગુરૂના પ્રભાવથી તમારા વ્યક્તિત્વમાં નિખાર આવશે. આ સમયમાં તમે ધનની બચત કરી શકશો. આ દરમિયાન તમારો ભાગ્યોદય થઈ શકે છે. 


કર્ક રાશિ
કર્ક રાશિના જાતકો માટે ગુરૂ ગ્રહની ઉલ્ટી ચાલ શુભ રહેવાની છે. કરિયર માટે વક્રી ગુરૂ તમારા માટે ખુબ લાભકારી રહેવાનો છે. નોકરીમાં નવી તક મળી શકે છે. નોકરી શોધી રહેલા જાતકોને આ સમયમાં શુભ સમાચાર મળી શકે છે. આ દરમિયાન તમારી મુશ્કેલી ખતમ થશે. વેપારીઓ આ દરમિયાન મોટો નફો મેળવી શકે છે. 


આ પણ વાંચોઃ શુક્ર ગ્રહનો કર્ક રાશિમાં પ્રવેશ, 23 દિવસમાં આ 3 રાશિના લોકોને શુક્ર કરશે માલામાલ


ધન રાશિ
ધન રાશિના જાતકોને આ દરમિયાન કોઈ શુભ સમાચાર મળી શકે છે. સંતાન પક્ષ તરફથી ખુશખબર મળી શકે છે. પૈતૃક સંપત્તિનો લાભ થઈ શકે છે. જીવનમાં ભૌતિક સુખ-સુવિધાઓમાં વધારો થશે. જમીન, ઘર કે વાહનની ખરીદી કરી શકો છો. આ દરમિયાન તમારા અટવાયેલા નાણા પરત મળી શકે છે. 


(આ લેખમાં આપવામાં આવેલી જાણકારી પર અમે તે દાવો કરતા નથી કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube