હનુમાન જયંતિ પર બની રહ્યો છે ખાસ સંયોગ, બે ગ્રહોના પ્રભાવથી ચમકી જશે આ રાશિના જાતકોનું ભાગ્ય
Hanuman Jayanti 2023: હનુમાન જન્મોત્સવ આ વર્ષે 6 એપ્રિલ 2023ના છે. આ દિવસે બે ગ્રહોની શુભ સ્થિતિથી ઘણા જાતકોને ખુશીના સમાચાર મળવાના છે.
નવી દિલ્હીઃ Hanuman Janmostsav 2023: હિન્દુ પંચાગ અનુસાર ચૈત્ર પૂર્ણિમાના દિવસે હનુમાન જંયતિની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે ચૈત્ર પૂર્ણિમા 6 એપ્રિલ, 2023 ગુરૂવારે છે. આ દિવસે બજરંગબલી સિવાય ભગવાન વિષ્ણુ તથા માં લક્ષ્મીની પૂજા કરવી લાભકારી રહે છે. શાસ્ત્રો અનુસાર ગુરૂવારનો દિવસ ભગવાન વિષ્ણુ તથા માં લક્ષ્મીને સમર્પિત માનવામાં આવ્યો છે. આ વર્ષે હનુમાન જન્મોત્સવ પર ગ્રહોની શુભ સ્થિતિ મહાલક્ષ્મી યોગનો શુભ સંયોગ બનાવી રહી છે. આ યોગ ઘણી રાશિના જાતકો માટે લાભકારી સાબિત થશે.
મહાલક્ષ્મી યોગનો આ રાશિઓ પર શુભ પ્રભાવ
જ્યોતિષ શાસ્ત્રમાં મહાલક્ષ્મી યોગને અત્યંત લાભકારી માનવામાં આવ્યો છે. તે સુખ-સમૃદ્ધિનું પ્રતીક છે. જ્યોતિષાચાર્યો અનુસાર જ્યારે જાતક ભાગ્યવશ મજબૂત હોય અને ધનને કારણે ગુરૂ તથા શુક્ર સારી સ્થિતિમાં હોય. આ સિવાય ગુરૂ-શુક્ર કેન્દ્રમાં આવે અને નવમનો સ્વામી પણ કેન્દ્રમાં આવે, ત્યારે મહાલક્ષ્મી યોગ બને છે. આ વર્ષે મહાલક્ષ્મી રાજયોગ 6 એપ્રિલથી બની રહ્યો છે. આ યોગનો શુભ પ્રભાવ વૃષભ, કન્યા, મકર અને કુંભ રાશિના જાતકો પર પડશે. જીવનમાં સુખ-સમૃદ્ધિનું આગમન થશે. આ યોગના પ્રભાવથી જાતકોના અટવાયેલા કામ પૂરા થશે.
આ પણ વાંચોઃ આ 7 રાશિના લોકો માટે શુભ દિવસો શરૂ થશે, સૂર્ય 'મંગળ' રાશિમાં પ્રવેશ કરતાં જ ધનલાભ
માં લક્ષ્મીની હોય છે વિશેષ કૃપા
જ્યોતિષ અનુસાર જે લોકોની કુંડળીમાં મહાલક્ષ્મી યોગ બને છે તે લોકો પર માં લક્ષ્મીની વિશેષ કૃપા રહે છે. આ જાતકોના જીવનમાં કોઈ વસ્તુનો અભાવ રહેતો નથી. આર્થિક તંગી દૂર થાય છે. તેની સાથે માનસિક તણાવ પણ દૂર થાય છે. સુખ સુવિધાઓમાં વધારો થશે. આ રાશિના જાતકોની કુંડળીમાં મહાલક્ષ્મી યોગ બને છે તેને ભાગ્યશાળી માનવામાં આવે છે.
(આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ પર અમે તે દાવો કરતા નથી કે તે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. તમે કોઈ નિષ્ણાંતની સલાહ લઈ શકો છો)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube