Hanuman Jayanti: આ વર્ષે વિશેષ સંયોગમાં ઉજવાશે હનુમાન જયંતી, જાણો સાચી તારીખ અને શુભ મુહૂર્ત વિશે
Hanuman Jayanti 2024: હનુમાન જયંતીના દિવસે હનુમાનજીની ઉપાસના કરવાથી સુખ, સમૃદ્ધિ અને ઐશ્વર્યના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. આ વર્ષે હનુમાન જયંતી મંગળવારના દિવસે આવી રહી છે. મંગળવારનો દિવસ હનુમાનજીની પૂજા માટે વિશેષ ગણાય છે. આ સિવાય હનુમાન જયંતીના દિવસે ચિત્રા નક્ષત્ર પણ છે.
Hanuman Jayanti 2024: પંચાંગ અનુસાર દર વર્ષે ચૈત્ર મહિનાની પૂનમની તિથિ પર હનુમાન જયંતી ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણી ધામધૂમથી કરવામાં આવે છે. આ દિવસે હનુમાનજીની વિશેષ પૂજા અર્ચના પણ કરવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર હનુમાનજી ભગવાન શિવના 11 માં રુદ્ર અવતાર છે.
આ પણ વાંચો: ઘરમાં રુપિયા આવે પણ ટકતા નથી ? તો દર રવિવારે કરો આ કામ, દુર થશે પૈસાની તંગી
માન્યતા છે કે હનુમાન જયંતીના દિવસે હનુમાનજીની ઉપાસના કરવાથી સુખ, સમૃદ્ધિ અને ઐશ્વર્યના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. જોકે આ વર્ષે હનુમાન જયંતિની ઉજવણી કઈ તારીખે થશે તેને લઈને લોકોના મનમાં શંકા છે. તો આજે તમને હનુમાન જયંતી કઈ તારીખે ઉજવાશે અને પૂજા કરવાનું શુભ મુહૂર્ત ક્યું છે તે જણાવી દઈએ.
હનુમાન જયંતિ કઈ તારીખે ?
આ પણ વાંચો: Roti Ke Upay: થાળીમાં 3 રોટલી પીરસવી અશુભ, જો થાળીમાં કોઈ 3 રોટલી આપે તો શું કરવું ?
આ વર્ષે ચૈત્ર મહિનાની પૂર્ણિમા 23 એપ્રિલે સવારે 3.25 કલાકથી શરૂ થશે અને આ તિથિનું સમાપન 24 એપ્રિલે સવારે 5.18 થશે. હિન્દુ ધર્મમાં કોઈપણ વ્રત કે પૂજા પાઠ ઉદયા તિથિ અનુસાર કરવામાં આવે છે. તેથી આ વર્ષે હનુમાન જયંતી 23 એપ્રિલ 2024 અને મંગળવારે ઉજવાશે.
હનુમાન જયંતી પર વિશેષ યોગ
આ વર્ષે હનુમાન જયંતી મંગળવારના દિવસે આવી રહી છે. મંગળવારનો દિવસ હનુમાનજીની પૂજા માટે વિશેષ ગણાય છે. આ સિવાય હનુમાન જયંતીના દિવસે ચિત્રા નક્ષત્ર પણ છે. જે રાત્રે 10.32 સુધી રહેશે. હનુમાન જયંતીની પૂજા કરવાનું શુભ મુહૂર્ત 23 તારીખે સવારે 9.05 થી 10:45 સુધી રહેશે.
આ પણ વાંચો: 23 એપ્રિલથી 6 રાશિના લોકો કરશે જલસા, મંગળનું રાશિ પરિવર્તન થતા ચારેતરફથી વરસશે ધન
હનુમાન જયંતિનું મહત્વ
આ વર્ષે હનુમાન જયંતી અને મંગળવારનો સંયોગ રચાયો છે. હનુમાન જયંતીના દિવસે હનુમાનજીની વિધિ વિધાનથી પૂજા કરવી જોઈએ. જે વ્યક્તિ આ દિવસે હનુમાનજીની ઉપાસના કરે છે તેને બળ, બુદ્ધિ, વિદ્યા અને ધન પ્રાપ્ત થાય છે. આ સિવાય જીવનમાં જો સમસ્યા આવી રહી હોય કે શનિ ગ્રહ સંબંધિત સમસ્યા હોય તો હનુમાન જયંતીના દિવસે હનુમાનજીની પૂજા કરી વ્રત કરવું. આ દિવસે વ્રત કરી પૂજા કરવાથી ગ્રહ દોષથી પણ મુક્તિ મળે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી)