Roti Ke Upay: થાળીમાં 3 રોટલી પીરસવી અશુભ, જો થાળીમાં કોઈ 3 રોટલી આપે તો શું કરવું ?

Roti Ke Upay: જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો તમારી થાળીમાં કોઈ ત્રણ રોટલી, ત્રણ પૂરી, ત્રણ પરોઠા એટલે કે ત્રણની સંખ્યામાં કોઈ પણ વસ્તુ પીરસે તો તે શુભ નથી. જો પીરસનાર વ્યક્તિને આ વાત અંગે ખબર ન હોય તો તમારે એક સાથે ત્રણ રોટલી થાળીમાં લેવાનું ટાળવું.

Roti Ke Upay: થાળીમાં 3 રોટલી પીરસવી અશુભ, જો થાળીમાં કોઈ 3 રોટલી આપે તો શું કરવું ?

Roti Ke Upay: તમે જ્યારે પણ કોઈના ઘરે જમવા જાવ કે પછી તમારા પોતાના ઘરે જમવા બેસો તો એક વાત પર ધ્યાન આપજો કે ક્યારેય તમને કોઈ એક સાથે ત્રણ રોટલી નહીં પીરસે. રોટલી હંમેશા એક અથવા તો બેની સંખ્યામાં આપવામાં આવશે. કહેવાય છે કે થાળીમાં ક્યારેય એક સાથે ત્રણ રોટલી, ત્રણ પૂરી પીરસવી જોઈએ નહીં. જો તમે કોઈ જગ્યાએ જમવા જાઓ અને તમને એક સાથે ત્રણ રોટલી કોઈ પીરસે તો સામેથી જ ના કહી દેવી. 

જ્યોતિષશાસ્ત્ર અનુસાર ત્રણનો અંક અશુભ પ્રતીક છે. જો તમારી થાળીમાં કોઈ ત્રણ રોટલી, ત્રણ પૂરી, ત્રણ પરોઠા એટલે કે ત્રણની સંખ્યામાં કોઈ પણ વસ્તુ પીરસે તો તે શુભ નથી. જો પીરસનાર વ્યક્તિને આ વાત અંગે ખબર ન હોય તો તમારે એક સાથે ત્રણ રોટલી થાળીમાં લેવાનું ટાળવું.

થાળીમાં જે રીતે ત્રણ રોટલી ન આપવી તે રીતે કોઈને ટિફિનમાં પણ ત્રણ રોટલી પેક કરવી નહીં. જો તમને કોઈ ત્રણની સંખ્યામાં રોટલી આપી પણ દે તો ત્રીજી રોટલી ને અડધી કરીને પાછી આપી દો. ત્રણ રોટલી પીરસવાની વાતને શા માટે અશુભ ગણવામાં આવે છે તેની પાછળનું કારણ પણ જાણી લો. 

મૃતકની થાળીમાં હોય ત્રણ રોટલી 

ત્રણના આંકડાને અશુભ ગણવામાં આવે છે. કહેવાય છે કે કોઈપણ કામમાં ત્રેખડ કરવી નહીં. સાથે એવી પણ માન્યતા છે કે જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થઈ જાય છે તો તેના તેરમાના દિવસે તેના નામની જે થાળી પીરસાઇ છે તેમાં ત્રણ રોટલી કે ત્રણ પૂરી રાખવામાં આવે છે. આ એક કર્મ સિવાય ક્યારેય પણ કોઈની થાળીમાં ત્રણ રોટલી પીરસાતી નથી. 

ત્રણ રોટલી ન લેવા પાછળનું વિજ્ઞાન 

ત્રણ રોટલી ન ખાવા પાછળનું વૈજ્ઞાનિક કારણ પણ છે. વ્યક્તિએ ભોજન હંમેશા સંભાળીને કરવું જોઈએ. જો તમે એક એક રોટલી બરાબર ચાવીને ખાવ છો તો તેનું પાચન પણ સારી રીતે થાય છે. સાથે જ તમે વધારે ભોજન કરવાથી પણ બચો છો. આ કારણથી થાળીમાં એકસાથે ત્રણ રોટલી લઈને જમવું જોઈએ નહીં. 

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news