Hanuman Jayanti 2024: પિતૃ દોષ અને શનિ દોષ દુર કરવા હનુમાન જયંતીના દિવસે કરો આ ઉપાય
Hanuman Jayanti 2024: ધર્મ ગ્રંથ અને શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે હનુમાન જયંતી એટલે કે ચૈત્ર મહિનાની પૂર્ણિમાની તિથિ પર કેટલાક ખાસ ઉપાય કરવાથી પિતૃ દોષ અને શનિ દોષથી પણ મુક્ત થઈ શકાય છે. પિતૃ દોષ અને શનિ દોષના કારણે જીવનમાં જો સમસ્યાઓ ચાલતી હોય તો હનુમાન જયંતીના દિવસે આ ઉપાય કરવા જોઈએ.
Hanuman Jayanti 2024: વૈદિક પંચાંગ અનુસાર ચૈત્ર મહિનાની પૂનમની તિથિ પર હનુમાન જયંતિનો પર્વ દેશભરમાં ઉજવવામાં આવે છે. આ દિવસે હનુમાનજીની વિશેષ પૂજા અર્ચના કરવાનું પણ વિધાન છે. ધાર્મિક માન્યતા અનુસાર આ વિશેષ દિવસે હનુમાનજીની ઉપાસના કરવાથી જીવનના દુઃખ અને કષ્ટથી મુક્તિ મળે છે અને સુખ-સમૃદ્ધિના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.
આ પણ વાંચો: હનુમાન ચાલીસા કરતી વખતે ન કરવી આ ભુલ, જાણો પાઠ કરવાના શાસ્ત્રોક્ત નિયમ
ધર્મ ગ્રંથ અને શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે હનુમાન જયંતી એટલે કે ચૈત્ર મહિનાની પૂર્ણિમાની તિથિ પર કેટલાક ખાસ ઉપાય કરવાથી પિતૃ દોષ અને શનિ દોષથી પણ મુક્ત થઈ શકાય છે. પિતૃ દોષ અને શનિ દોષના કારણે જીવનમાં જો સમસ્યાઓ ચાલતી હોય તો હનુમાન જયંતીના દિવસે આ ઉપાય કરવા જોઈએ.
હનુમાન જયંતીના ઉપાય
આ પણ વાંચો: હનુમાન જયંતિના દિવસે આમાંથી કોઈ એક વસ્તુ પણ ઘરે લાવશો તો બજરંગબલી થશે પ્રસન્ન
- હનુમાન જયંતીના શુભ અવસર પર સુંદરકાંડ, હનુમાન ચાલીસા અથવા તો શની ચાલીસાના પાઠ કરવાથી વિશેષ લાભ થાય છે. જે લોકોને શનિ દોષ સંબંધિત સમસ્યા હોય તેમણે આ ઉપાય કરવો જોઈએ.
- હનુમાન જયંતીના દિવસે સંધ્યા સમયે શનિ દેવની વિશેષ ઉપાસના કરવા પીપળાના ઝાડની નીચે સરસવના તેલનો દીવો કરવો. તેનાથી શનિદોષથી મુક્તિ મળે છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે.
આ પણ વાંચો: મે મહિનામાં ગુરુ ગ્રહ કરશે રાશિ પરિવર્તન, આ 3 બનશે ભાગ્યશાળી, ચારેતરફથી વરસશે ધન
- શનિ દોષથી મુક્તિ મેળવવા માટે હનુમાન જયંતીના દિવસે શનિ મંત્રની એક માળા કરવી. સાથે જ જરૂરિયાત મંદ વ્યક્તિને કાળા તલ, લોઢાનું વાસણ કે અનાજ દાનમાં આપવું.
- હનુમાન જયંતીના દિવસે વ્રત રાખવું અને આ દિવસે સ્નાન કરવાના પાણીમાં તલ મિક્સ કરી સ્નાન કરવું. ત્યાર પછી ભગવાન વિષ્ણુનો પાણીમાં કાળા તલ ઉમેરીને અભિષેક કરવો. આ ઉપાય કરવાથી પિતૃ દોષથી મુક્તિ મળે છે.
આ પણ વાંચો: સૂતા પહેલા માથા પાસે રાખો આ 5 માંથી કોઈ એક વસ્તુ, ધન લાભ થવાના ખુલી જશે રસ્તા
- ચૈત્ર પૂર્ણિમાના દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવાથી પણ વિશેષ લાભ મળે છે. આ દિવસે પિતૃઓના મોક્ષાર્થે તર્પણ પણ કરી શકાય છે. તેનાથી પિતૃદોષના પ્રભાવ દૂર કરી શકાય છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)