ઝી બ્યૂરો, અમદાવાદઃ દશેરા કે વિજયાદશમી અસત્ય પર સત્યના વિજયનું પર્વ છે.  આ જ દિવસે ભગવાન રામે રાવણનો વધ કર્યો હતો. ત્યારથી આ પરંપરા સતત ચાલી આવી છે. દેશભરમાં થતી રામલીલાઓનું આ જ દિવસે સમાપન થાય છે. રામલીલામાં આ જ દિવસે રાવણનો વધ થાય છે. શહેરોમાં મોટા-મોટા પુતળા બનાવતા હોય છે અને તેમાં આગ લગાવે છે. આતિશબાજી પણ કરવામાં આવે છે. જો કે કોરોનાના કારણે અનેક જગ્યાએ દશેરાનું આયોજન નથી કરવામાં આવ્યું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોના કાળે આપણે જીવનમાં ઘણા ફેરફારો કર્યા છે. લોકોને હળવા-મળવાનું ઓછું થઈ ગયું છે. જો તમે પણ દશેરાના દિવસે તમારા મિત્રો કે પરિવારજનોને નથી મળી શકતા તો તેને મેસેજ મોકલીને વિશ કરી શકો છો.  તમે તમારા મિત્રો અને પરિવારજનોને આ દશેરા પર મેસેજ, ઈમેજ, ક્વોટ્ક, વૉલપેપર અને ઑનલાઈન ગ્રીટિંગ્સ મોકલી શકો છો.


દશેરાના મેસેજ (Dussehra Massages)


1. વિજયાદશમી પર વિજયનું પ્રતિક છે શ્રી રામ
અસત્ય પર સત્યની જીતનું પ્રતિક છે શ્રી રામ
દશેરાની હાર્દિક શુભકામનાઓ


2. અધર્મ પર ધર્મના વિજયના પર્વે વિજયાદશમી (દશેરા)ની તમામને હાર્દિક શુભકામાનાઓ.


3. ત્રણ લોકો તમારા નંબર માંગતા હતા, મે નથી આપ્યો
મે તમારું સરનામું આપ્યું છે
તે દશેરાના દિવસે આવશે, જેમનું નામ છે..
સુખ...
શાંતિ...
સમૃદ્ધિ...
હેપી વિજયાદશમી.


4. રાવણ જલાવો,
બુરાઈને આગ લગાવો
અચ્છાઈને અપનાવો
હેપી દશેરા.


5. ઉત્સવનો એક સમય,
અસત્ય પર સત્યની જીતનો સમય
એક સમય જ્યારે દુનિયા ધર્મની શક્તિનું ઉદાહરણ આપે છે
આવો આપણે એ જ સાચી ભાવનાને જાળવી રાખીએ
હેપી દશેરા.


6. અંદરના રાવણને ખુદા આગ લગાવીશું
સાચા અર્થમાં દશેરા મનાવીશું
શુભ વિજયાદશમી

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube