Mangal Gochar 2023: વૈદિક જ્યોતિષ અનુસાર જ્યારે પણ કોઈ ગ્રહ રાશિ પરિવર્તન કરે છે ત્યારે તેની અસર દરેક રાશિના લોકો પર પડે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર 30 જુને મંગળ કર્ક રાશિમાં ગોચર કરશે. આ સમય દરમિયાન કર્ક રાશિમાં મંગળ અને શનિ સાથે મળીને ષડાષ્ટક યોગ બનાવશે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ યોગ અત્યંત અશુભ માનવામાં આવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ યોગ વ્યક્તિને પ્રતિકૂળ પરિણામ આપે છે. જૂન મહિનાના અંતમાં આ યોગનું નિર્માણ થશે જે કેટલીક રાશિઓ માટે અશુભ સાબિત થવાનું છે. ખાસ કરીને ત્રણ રાશિ એવી છે જેમના જીવનમાં આ યોગના કારણે ઉથલપાથલ સર્જાઈ શકે છે. આ સમય દરમિયાન આ રાશિના લોકોની આર્થિક સ્થિતિ પર સૌથી વધુ પ્રભાવ પડશે.


આ પણ વાંચો:


Kedar Yog 2023: સર્જાયો મહાકેદાર યોગ, આ રાશિના લોકોને મળશે બેહિસાબ રૂપિયો


વર્ષો પછી સર્જાશે શનિ અમાસ પર આવો સંયોગ, જાણો કઈ રાશિના લોકોનો થશે બેડોપાર


Mangal Gochar 2023: 1 જુલાઈ સુધીમાં આ રાશિઓને મળશે અઢળક ધન, પરિવારમાં છવાશે ખુશીઓ


કર્ક રાશિ 


જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કર્ક રાશિમાં મંગળ પ્રવેશ કરી શનિ સાથે અશુભ ષડાષ્ટક યોગ બનાવશે. જેના કારણે આ રાશિના લોકોની માનસિક અને આર્થિક સમસ્યાઓમાં વધારો થશે. આ સમયે અનિચ્છનીય યાત્રા કરવી પડી શકે છે. અકસ્માત થવાની સંભાવના છે. જોખમી કામ કરવાથી બચવું. આ સમયે લખાણ વિના નાણાકીય લેવડ-દેવડ કોઈ સાથે ન કરવી. 


સિંહ રાશિ 


સિંહ રાશિના લોકો પર પણ આ યોગની અશુભ અસર જોવા મળશે. આ રાશિનો સ્વામી સૂર્ય શુભ સ્થિતિમાં હોવાથી ધન પ્રદાન કરશે. પરંતુ શનિ અને મંગળ કમાણીનો ખર્ચ કરાવશે. પારિવારિક જીવનમાં પૈતૃક સંપત્તિને લઈને તણાવ વધશે. પિતાનું સ્વાસ્થ્ય બગડશે. મુસાફરી દરમિયાન ખૂબ કાળજી રાખવી જરૂરી છે.


ધન રાશિ


આ રાશિના જાતકોના જીવન પર પણ મંગળ-શનિની અશુભ અસરો જોવા મળશે. પરિવારના સભ્યો તરફથી ચિંતા વધી શકે છે. કોઈ સાથે આર્થિક લેવડ-દેવડ કરવાનું ટાળો. જો તમે કોઈ નવો વ્યવસાય કરવાનું વિચારી રહ્યા છો તો આ સમયે સાવચેત રહો. મંગળ-શનિના અશુભ યોગના કારણે ગળા અને મોં સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. મંગળના અશુભ પ્રભાવથી બચવા માટે આ સમયે નાનું રોકાણ કરવાનું ટાળો.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)