Dwarka: ભગવાન શ્રીકૃષ્ણએ બનાવેલી દ્વારકા કેવી રીતે ડુબી દરિયામાં.. મોટાભાગના ભક્તો નથી જાણતા આ રહસ્ય વિશે
History of Dwarka: જે દ્વારકાને ભગવાન શ્રીકૃષ્ણએ વસાવી હતી તે જળમગ્ન કેવી રીતે થઈ તેની પાછળ પણ એક ઇતિહાસ છે. કહેવામાં આવે છે કે દ્વારકા નગરી ઘણીવાર બની અને ઘણી વખત જળમાં સમાઈ ચૂકી છે. જાણો દ્વારકા નગરીનો નાશ કોણે કર્યો તેના વિશે.
History of Dwarka: હાલ ગુજરાતની દ્વારકા ભૂમિની ભારે ચર્ચા થઈ રહી છે. અરબ સાગરમાં જળમગ્ન થયેલી દ્વારકા નગરીના દર્શન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કર્યા. અરબસાગરના પેટાળમાં પડેલા દ્વારકા નગરીના અવશેષોના દર્શન કરીને વડાપ્રધાન મોદીએ ત્યાં મોરપંખ પણ અર્પણ કર્યા. વડાપ્રધાન મોદીનો આ વિડીયો અને સ્કુબા ડાઇવિંગ ૃની તસ્વીરો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહી છે. અને સાથે જ દ્વારકા નગરીની ચર્ચા પણ થઈ રહી છે.
આ પણ વાંચો: શુક્રનું રાશિ પરિવર્તન આ રાશિના લોકો માટે રહેશે અતિ શુભ, નોકરી-વેપારમાં મળશે સફળતા
જે દ્વારકાને ભગવાન શ્રીકૃષ્ણએ વસાવી હતી તે જળમગ્ન કેવી રીતે થઈ તેની પાછળ પણ એક ઇતિહાસ છે. કહેવામાં આવે છે કે દ્વારકા નગરી ઘણીવાર બની અને ઘણી વખત જળમાં સમાઈ ચૂકી છે. ત્યાર પછી ભગવાન શ્રીકૃષ્ણના પૌત્ર વ્રજનાભે દ્વારકાધીશ મંદિરનું નિર્માણ કરાવ્યું. આ મંદિર બેટ દ્વારકામાં છે અને તેનું પણ ઘણી વખત પુર્નનિર્માણ અને જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો.
પૌરાણિક દ્વારકાનો ઇતિહાસ
આ પણ વાંચો: Weekly Horoscope: આ સપ્તાહ મીન રાશિના જાતકોને ઉત્તમ ફળ પ્રદાન કરનારું હશે
પૌરાણિક કથા અનુસાર જરાસંઘ દ્વારા પ્રજા પર થતા અત્યાચારને રોકવા માટે ભગવાન શ્રીકૃષ્ણ મથુરા છોડીને નીકળી ગયા હતા. ત્યાર પછી તેમણે સમુદ્ર કિનારે પોતાની દિવ્ય નગરી વસાવી જેનું નામ દ્વારકા રાખ્યું. દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણ સંપૂર્ણ યદુવંશ સાથે સુખપૂર્વક રહેતા હતા. તે દરમિયાન મહાભારતનું યુદ્ધ થયું અને યુદ્ધમાં લાખો લોકો મોતને ભેટ્યા સાથે જ કૌરવોનો સર્વનાશ થઈ ગયો. યુદ્ધમાં પાંડવ જીત્યા અને હસ્તિનાપુર રાજ્ય તેમને મળ્યું. જોકે યુદ્ધમાં પોતાના 100 પુત્રોનું મૃત્યુ જોઈને ગાંધારી દુઃખી થઈ ગઈ હતી. તે મહાભારતના યુદ્ધ માટે શ્રીકૃષ્ણને દોષી માનતી હતી. તેથી તેમણે શ્રાપ આપ્યો કે જે રીતે કૌરવોનો નાશ થયો તે રીતે યદુવંશનો પણ નાશ થઈ જશે.
36 વર્ષમાં જ ડૂબી ગઈ દ્વારકા
આ પણ વાંચો: Holashtak 2024: ક્યારથી શરૂ થશે હોળાષ્ટક ? જાણો આ સમય દરમિયાન શું કરવું અને શું નહીં
ગાંધારીએ આપેલા શ્રાપના કારણે યદુવંશનો નાશ થઈ ગયો. દ્વારકામાં રહેતા લોકો પણ એકબીજા સાથે લડીને મરવા લાગ્યા. મહાભારતનું યુદ્ધ થયું અને ગાંધારીએ શ્રાપ આપ્યો તેના 36 વર્ષમાં જ દ્વારકા નગરી પણ સમુદ્રમાં સમાઈ ગઈ.
અરબી સમુદ્રમાં જળમગ્ન દ્વારકા નગરીને 1980માં આર્ક્યોલોજિસ્ટ પ્રોફેસર એસ આર રાવ અને તેની ટીમે શોધી કાઢી. તેમને અહીં 560 મીટર લાંબી દ્વારકાની દિવાલ મળી હતી. સાથે જ સમુદ્રના પેટાળમાં વાસણ સહિત ઘણી એવી વસ્તુઓ મળી જે 1528 ઈશા પૂર્વથી 3000 ઇસા પૂર્વ વચ્ચેની છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)