નવી દિલ્હીઃ Holashtak 2023 : હિન્દુ ધર્મમાં હોળીનું પર્વ ખુશી, જીવનમાં રંગ અને ઉંમગ લઈને આવે છે. હોળાષ્ટકની વાત કરીએ તો આ પર્વ હોળીના 8 દિવસ પહેલાં આવે છે. તમને જણાવી દઈએ કે સનાતમ ધર્મમાં હોળાષ્ટકને લઈને કેટલાક નિયમ બનાવવામાં આવ્યા છે, જેનું પાલન કરવું ખુબ જરૂરી છે. હવે તેવામાં આ આઠ દિવસમાં જ્યોતિષ સાથે જોડાયેલા આઠ મહાઉપાયો વિશે જણાવવામાં આવ્યું છે. જેનું પાલન કરવાથી વ્યક્તિના જીવનમાં જોડાયેલી મોટી-મોટી મુશ્કેલીનો ઉકેલ પણ સરળતાથી આવી શકે છે અને તેને સુખ-સૌભાગ્યની પ્રાપ્તિ પણ થાય છે. તો આવો જાણીએ હોળાષ્ટક ક્યારે છે, આ દિવસોમાં ક્યા આઠ અચુક ઉપાયો કરવાથી તમારા જીવનમાં મુશ્કેલી દૂર થઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હોળાષ્ટકરમાં જરૂર કરો આ મહાઉપાય
1. હોળીથી આઠ દિવસ પહેલા શરૂ થનાર હોળાષ્ટકમાં શ્રી હરિની પૂજા-અર્ચના કરો. તમે તેના મંત્રનો જાપ કરો, સાથે ભજન કરો. તેનાથી તમારા ઉપર શ્રી હરિ વિષ્ણુની કૃપા બની રહેશે. 


2. જો તમને મહેનત કરવા છતાં સફળતા નથી મળતી, તમારે હંમેશા આર્થિક તંગીનો સામનો કરવો પડે છે કે પછી તમે દેવામાં ડૂબેલા રહો છો, તો તેવામાં તમારે હોળાષ્ટક પર માં લક્ષ્મીની પૂજા કરવી જોઈએ. ઋણ મોચન મંગલ સત્રોતના પાઠ કરવા જોઈએ. આમ કરવાથી તમારા ઉપર હંમેશા માં લક્ષ્મીની કૃપા બનેલી રહેશે. 


આ પણ વાંચોઃ બુધની રાશિમાં મંગળ કરશે પ્રવેશ, આ 3 રાશિના લોકોને થશે ભાગ્યોદય, ચારે તરફથી થશે ધનલાભ


3. જ્યોતિષ શાસ્ત્રમાં જો તમારા જીવનમાં હંમેશા શત્રુના ખતરાનો સામનો કરવો પડે છે તો તમારે સૂર્ય નારાયણને અર્ધ્ય આપવું જોઈએ અને આદિત્યહ્રદય સ્ત્રોતનો પાઠ કરવો જોઈએ.


4. જો તમે લાંબા સમયથી કોઈ બીમારીથી પીડિત છો તો તમારે હોળાષ્ટકમાં ભગવાન શિવની પૂજા કરવી જોઈએ અને મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો જોઈએ.

5. હોળાષ્ટકના સમયે આઠ ગ્રહ ઉગ્ર રહે છે, તેને શાંત કરવા માટે અને અશુભ પ્રભાવોથી બચવા માટે નવગ્રહ યંત્રની પૂજા કરવી જોઈએ.


6. નવ ગ્રહોના અશુભ પ્રભાવોથી બચવા માટે ભગવાન શિવનો પંચામૃતથી અભિષેક કરો.


7. હોળાષ્ટક દરમિયાન ભગવાન વિષ્ણુના નૃસિંહ અવતારની પૂજા કરવાનું વિધિ-વિધાન છે. તેમની પૂજા કરવાથી તમારા જીવનમાં આવી રહેલી મોટામાં મોટી સમસ્યાઓથી તમને મુક્તિ મળી જશે. 


આ પણ વાંચોઃ શનિ ઉદય થઈને આ રાશિના લોકોનું ભાગ્ય ચમકાવશે, રોકેટની ગતિએ થશે દરેક કામ


8. હોળાષ્ટક દરમિયાન ભગવાન શ્રીકૃષ્ણના રૂપોની ફળ-ફુલ, ગુલાલ, દીપથી પૂજા કરવી જોઈએ અને તેમના મંત્રોનો જાપ કરવો જોઈએ. તેનાથી તમારા જીવનમાં તમામ દુખ દૂર થઈ જશે અને તમને સુખ-શાંતિની પ્રાપ્તિ પણ થશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube