Holi Upay 2024: ફાગણ મહિનાના પૂનમની તિથિએ હોળી ઉજવવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર હોળીનો તહેવાર ભગવાન શ્રીકૃષ્ણને સૌથી પ્રિય છે. તેથી જ આ તહેવારની ધામધૂમથી ઉજવણી દેશભરમાં આવેલા કૃષ્ણ મંદિરોમાં થાય છે. હોળીની ઉજવણી દેશભરમાં લોકો ઘરે ઘરમાં પણ ધામધૂમથી કરે છે. આ વર્ષે પંચાંગ અનુસાર હોળી 24 માર્ચ અને રવિવારે ઉજવાશે. જ્યારે ધુળેટી 25 માર્ચે ઉજવવામાં આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Shaniwar ke Upay: શનિવારે કરો આ સરળ ઉપાય, ભાગ્યના બંધ દરવાજા ખોલી દેશે શનિ મહારાજ


ધાર્મિક માન્યતા અનુસાર હોળીનો દિવસ ખૂબ જ ચમત્કારી હોય છે આ દિવસે કેટલાક ખાસ મંત્રોનો જાપ અને કેટલાક ખાસ ઉપાયો કરી લેવાથી વ્યક્તિના જીવનમાં આવેલી અલગ અલગ પ્રકારની સમસ્યાઓ દૂર થઈ જાય છે. જ્યોતિષશાસ્ત્રમાં પણ હોળી સંબંધિત કેટલાક ખાસ ઉપાયો જણાવવામાં આવ્યા છે. આજે આ ચમત્કારી ઉપાયો વિશે તમને પણ જણાવીએ. જો તમારા જીવનમાં પણ સ્વાસ્થ્ય સમસ્યા હોય આર્થિક સમસ્યા હોય કે પછી ગ્રહ દોષ હોય તો આ વખતે હોળી પર તેને દૂર કરવા માટે આ ઉપાય કરી લેજો. 


હોળીના ચમત્કારી ઉપાય


આ પણ વાંચો: શનિ પૂર્વાભાદ્રપદ નક્ષત્રમાં કરશે પ્રવેશ, 7 એપ્રિલથી 3 રાશિના લોકોને થશે લાભ જ લાભ


- માનસિક રોગથી મુક્તિ મેળવવી હોય તો હોલિકા દહનની રાત્રે એક સૂકું નાળિયેર લઈ તેની સાથે કાળા તલ, લવિંગ અને પીળી સરસવને બીમાર વ્યક્તિના માથા પરથી ઉતારી અગ્નિમાં પધરાવી દેવું. 


- પરિવારમાં કોઈ વ્યક્તિ લાંબા સમયથી શારીરિક રોગથી પરેશાન હોય તો હોલિકા દહન થઈ જાય પછી તેમાંથી એક લાકડી લઈ તેના પર થયેલી ભસ્મથી રોગીને તિલક કરી દેવું. 


આ પણ વાંચો: સવારે ઘરમાં ઝાડુ કરો ત્યારે બોલવી આ લાઈનો, આ કામ કરનારનું રાતોરાત બદલી જાય છે જીવન


- કોઈપણ પ્રકારનો ગ્રહ દોષ હોય તો હોલિકા દહનની થોડી રાખ લઈ લેવી અને ત્યાર પછી બીજા દિવસે શિવલિંગની પૂજા કરો ત્યારે આ રાખ શિવલિંગ પર ચડાવી દેવી. આ સિવાય હોલિકા દહનની રાખ લઈને પાણીમાં ઉમેરી આ પાણીથી સ્નાન કરવાથી પણ ગ્રહ શાંત થાય છે. 


- હોળીકા દહન પછી બીજા દિવસે એટલે કે ધુળેટી ની સવારે ઘરના મુખ્ય દરવાજા પર થોડો ગુલાલ છાંટી અને મુખ્ય દરવાજા પાસે બે મૂખી દીવો કરવો. આ ઉપાય કરવાથી આર્થિક તંગી દૂર થાય છે અને વેપારમાં લાભ થવા લાગે છે. 


આ પણ વાંચો: Astro Tips: માથાના વાળ કપાવવા માટે આ દિવસો સૌથી અશુભ, કંગાળ કરી દેશે તમારી ભૂલ!


- ધુળેટીના દિવસે માતા લક્ષ્મીને પણ લાલ ગુલાબ સહિત લાલ પુષ્પ અને લાલ ફળ અર્પણ કરવા. આ દિવસે માતા લક્ષ્મીની વિધિપૂર્વક પૂજા કરવી.


- જ્યોતિષશાસ્ત્ર અનુસાર લીલો રંગ સુખ સમૃદ્ધિનો કારક હોય છે. આ રંગ બુધ ગ્રહથી સંબંધિત છે. તેથી ધુળેટી રમતી વખતે લીલા રંગનો ઉપયોગ વધારે કરવો. તેનાથી જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સકારાત્મકતા વધે છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)