October 2024: સપ્ટેમ્બર મહિનો ગણતરીના દિવસોમાં પૂરો થશે અને ઓક્ટોબર મહિનાની શરૂઆત થશે. ઓક્ટોબર મહિનો તહેવાર અને ગ્રહ ગોચરની દ્રષ્ટિએ ખાસ રહેવાનો છે. ઓક્ટોબર મહિનાની શરૂઆત નવરાત્રીથી થશે અને ઓક્ટોબર મહિનાના અંતે દિવાળી ઉજવાશે. આ સાથે જ આ મહિનામાં 4 પ્રભાવશાળી ગ્રહ રાશિ પરિવર્તન પણ કરશે. ઓક્ટોબર મહિનામાં સૂર્ય, બુધ, શુક્ર અને મંગળ રાશિ પરિવર્તન કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Shani Margi 2024: શનિ માર્ગી થઈ બનાવશે શશ રાજયોગ, 5 રાશિઓ થશે માલામાલ, છલકાશે તિજોરી


જ્યોતિષશાસ્ત્ર અનુસાર દરેક ગ્રહ તેના નિશ્ચિત સમય પર રાશિ બદલે છે.. જ્યારે ગ્રહ રાશિ બદલે છે તો તેની સારી અને ખરાબ બંને પ્રકારની અસર 12 રાશિના લોકોના જીવન પર જોવા મળે છે. ગ્રહ ગોચરનો પ્રભાવ કેટલીક રાશિ માટે શુભ હોય છે તો કેટલીક રાશીના લોકોએ સંભાળીને રહેવું પડે છે. ગ્રહ ગોચરની દ્રષ્ટિએ ઓક્ટોબર મહિનો કઈ રાશિ માટે સારો છે અને કઈ રાશિને મુશ્કેલીનો સામનો કરવો પડશે ચાલો તમને જણાવીએ. 


ઓક્ટોબર મહિનામાં થનાર ગ્રહ ગોચર 


આ પણ વાંચો: Shani Gochar: 27 ડિસેમ્બર સુધી ઠાઠમાં રહેશે 3 રાશિવાળા, શનિની બેવડી ચાલ કરશે માલામાલ


બુધનું રાશિ પરિવર્તન 


જ્યોતિષ ગણના અનુસાર 10 ઓક્ટોબરે સવારે 11 કલાક અને 13 મિનિટે બુધ રાશિ પરિવર્તન કરશે. બુધ તુલા રાશિમાં પ્રવેશ કરશે જેના કારણે આ રાશિના લોકોને લાભ મળશે. તેમના અટકેલા કામ પુરા થશે. ખાસ તો આ રાશિના વેપારીઓને નફો થશે. 


આ પણ વાંચો: Vastu Tips: ઘરમાં હોય તો તુરંત ફેંકી દો આ 5 વસ્તુ, પરિવારને રોડ પર લાવી દેશે આ વસ્તુ


શુક્ર ગોચર 


13 ઓક્ટોબરે સવારે 6 કલાક અને 13 મિનિટે શુક્ર વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે.. શુક્ર જીવનમાં ધન, વૈભવ, સૌંદર્ય, સુખ, સમૃદ્ધિ આપનાર છે. વૃશ્ચિક રાશિમાં શુક્રના પ્રવેશથી મેષ અને વૃશ્ચિક રાશિના લોકોને ફાયદો થશે તેમને આર્થિક સ્થિતિ સુધરશે અને સુખ-સુવિધા વધશે. 


આ પણ વાંચો: Rajyog 2024: 3 પાવરફુલ ગ્રહોએ બનાવ્યો મૂળ ત્રિકોણ રાજયોગ, 5 રાશિઓનું ભાગ્ય ચમકશે


સૂર્ય ગોચર 


17 ઓક્ટોબરે સવારે 7 કલાક 47 મિનિટે શુક્ર તુલા રાશિમાં પ્રવેશ કરશે. શુક્રના તુલા રાશિમાં પ્રવેશથી આ રાશિના લોકોને જીવનમાં થોડી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. ખાસ તો આ રાશિના લોકોને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ સતાવી શકે છે. 


આ પણ વાંચો: આ વાતનું ધ્યાન રાખી શકો તો જ પહેરવો રુદ્રાક્ષ, નહીં તો ધનોતપનોત નીકળી જશે


મંગળનું રાશિ પરિવર્તન


20 ઓક્ટોબરે ગ્રહોના સેનાપતિ એટલે કે મંગળ રાશિ પરિવર્તન કરશે. 20 ઓક્ટોબરે બપોરે 2.50 મિનિટે મંગળ કર્ક રાશિમાં પ્રવેશ કરશે. તેનાથી કર્ક રાશિના લોકોના જીવનમાં સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા વધી શકે છે. મંગળના કારણે કર્ક રાશિના લોકોની માનસિક શાંતિ પણ છીનવાઈ શકે છે આ સમય દરમિયાન સ્ટ્રેસ વધી શકે છે. જો કોઈ મહત્વનો નિર્ણય લેવાનો હોય તો સારી રીતે વિચારીને આગળ વધવું.


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)