નવી દિલ્હીઃ આ વખતે ડિસેમ્બર મહિનો ખાસ રહેવાનો છે. ડિસેમ્બર મહિનામાં ઘણા મોટા ગ્રહોનું રાશિ પરિવર્તન થવાનું છે, જેનો પ્રભાવ દરેક 12 રાશિઓ પર પડશે. ડિસેમ્બર મહિનામાં સૂર્ય, શુક્ર, ગુરૂ, બુધ અને મંગળ પોતાની ચાલ બદલશે. આ પાંચ ગ્રહોના ગોચરને કારણે કેટલાક જાતકો માટે શુભ સમય રહેશે. તેથી આવો જાણીએ ડિસેમ્બરનું ગ્રહ ગોચર કયાં જાતકો માટે ભાગ્યશાળી રહેવાનું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૂર્ય ગોચર
સૂર્ય દેવ 16 ડિસેમ્બરે રાશિ પરિવર્તન કરશે. સૂર્ય દેવ ધન રાશિમાં પ્રવેશ કરશે અને એક મહિના સુધી આ રાશિમાં રહેશે. સૂર્યનું ગોચર મીન, મેષ અને ધન રાશિના જાતકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. 


બુધ ગોચર
બુધ ગ્રહ 28 ડિસેમ્બરે પોતાની ચાલમાં ફેરફાર કરશે. સવારે 11 કલાક 7 મિનિટ પર વૃશ્ચિક રાસિમાં બુધનું ગોચર થશે. બુધના ગોચરથી મેષ, ધન અને મિથુન રાશિના જાતકોને ફાયદો થશે. 


શુક્ર ગોચર
25 ડિસેમ્બરે શુક્રનો વૃશ્ચિક રાશિમાં પ્રવેશ થશે. સવારે 6.33 કલાકે શુક્ર દેવ  રાશિ પરિવર્તન કરશે, જેનાથી સિંહ, મકર અને કર્ક રાશિના જાતકોને લાભ થઈ શકે છે.


આ પણ વાંચોઃ Weekly Horoscope: આ સપ્તાહ સિંહ રાશિ માટે આર્થિક ધન વૃદ્ધિના શુભ સંયોગ બની રહ્યા છે


ગુરૂ ગોચર
ગુરૂનું ડિસેમ્બરનું ગોચર મિથુન, મેષ, કર્ક અને વૃષભ રાશિના જાતકો માટે ભાગ્યશાળી સાબિત થશે. ડિસેમ્બરના અંતમાં ગુરૂ માર્ગી થશે. મેષ રાશિમાં ગુરૂ 31 ડિસેમ્બરથી સીધી ચાલ ચાલશે. 


મંગળ ગોચર
રાત્રે 11.40 કલાકે મંગળ ગ્રહ પોતાની ચાલમાં પરિવર્તન કરશે. 27 ડિસેમ્બરે મંગળ ગ્રહ ગોચર કરી ધન રાશિમાં પ્રવેશ કરશે. મંગળના ગોચરથી કર્ક, મીન, તુલા અને મેષ રાશિના જાતકોને શુભ ફળની પ્રાપ્તિ થઈ શકે છે. 


(ડિસ્ક્લેમરઃ આ લેખમાં આપવામાં આવેલી જાણકારી પર અમે તે દાવો નથી કરતા કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. તમે વધુ જાણકારી માટે નિષ્ણાંતની સલાહ લઈ શકો છો)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube