Chankaya Niti For Men: આચાર્ય ચાણક્યએ વ્યક્તિના જીવન સાથે જોડાયેલી કેટલીક મહત્વપૂર્ણ વાતો પર પ્રકાશ પાડ્યો છે. ચાણક્યની વાતોનું અનુસરણ કરી જીવનમાં સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકાય છે. ઘણી વખત વ્યક્તિની નાની-નાની વસ્તુ તેના જીવનને બરબાદ કરવા માટે પર્યાપ્ત છે. ઘણી વખત લોકો તેમના વિવાહિત જીવન વિશે વિચારતા જોવા મળે છે. જીનવને ખુશહાલ બનાવવા માટે પુરુષ અને સ્ત્રી બંને તમામ સંભવ પ્રયાસ કરે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચાણક્ય અનુસાર ઘણી વખત વ્યક્તિના અવગુણ અને સ્વભાવ તેના જીવનમાંથી સુખ અને સમૃદ્ધિ છીનવી લે છે. એવામાં ચાણક્યએ જણાવ્યું છે કે પુરુષમાં જો શ્વાનના આ 5 ગુણ સામેલ છે, તો તેમનું વિવાહિત જીવન સુખમય રહે છે. સાથે જ, તેમની સ્ત્રીઓ સંતુષ્ટ રહે છે. આવો જાણીએ ચાણક્ય દ્વારા જણાવવામાં આવેલા આ 5 ગુણ વિશે...


1. જેટલું મળે તેમાં સંતુષ્ટ રહો
આચાર્ય ચાણક્યનું કહેવું છે કે પુરુષોને તેમની તાકાતના હિસાબથી કામ કરવું જોઇએ અને જેટલા પૈસા મળે તેમાં સંતુષ્ટ રહેવું જોઇએ. તે પૈસાથી પરિવારનું પાલન-પોષણ કરે. આ કરવાથી પુરુષોને જ શ્રેષ્ઠ ગણાવ્યા છે. ચાણક્યની આ વાતની સરખામણી શ્વાન સાથે કરી છે. જેમ એક શ્વાનને જેટલું ખવાનું આપો તે એટલામાં જ સંતુષ્ટ થઈ જાય છે. તે પ્રકારે પુરુષ માટે પણ કહેવામાં આવ્યું છે.


આ પણ વાંચો:- મહેતા સાહેબની એન્ટ્રી બાદ પણ શોમાંથી ગાયબ જેઠાલાલ, આ કારણથી નહીં જોવા મળે દિલિપ જોશી


2. સાવધાન રહો
શ્વાનઓમાં એક ગુણ હોય છે કે તેઓ સુતા સમયે પણ સતર્ક રહે છે. એ રીતે ઘરના પુરુષોએ પણ હોવું જોઇએ. તેમણે પણ તેમની સ્ત્રી, પરિવાર અને કર્તવ્યોને લઇને સતર્ક રહેવું જોઇએ. દુશ્મનોથી સાવધાન રહેવું જોઇએ. ભલે તેઓ કેટલા પણ ઊંડી ઊંઘમાં કે ના સૂતા હોય. સ્ત્રી અને પરિવાર માટે તેમણે સતર્ક રહેવું જોઇએ. આવા પુરુષોથી મહિલાઓ હંમેશા ખુશ રહે છે.


3. વફાદારી છે જરૂરી
શ્વાનની વફાદારીની હંમેશા મિસાલ આપવામાં આવે છે. ચાણક્ય અનુસાર પુરુષને પણ તેમની સ્ત્રી પ્રત્યે વફાદારી દેખાવવી જોઇએ. ચાણક્યનું કહેવું છે કે જે ઘરમાં પુરુષ વફાદાર નથી હોતા, ત્યાં સ્ત્રીઓ ક્યારે પણ ખુશ રહેતી નથી. તે વફાદારીવાળા પુરુષોથી સ્ત્રી હંમેશા ખુશ રહે છે.


આ પણ વાંચો:- સદી બાદ કોહલીની રેંકિંગમાં જબરદસ્ત ઉછાળો, હવે આ પોઝિશન પર જમાવ્યો કબજો


4. વીરતા પણ છે સામેલ
આચાર્ય ચાણક્યના અનુસાર પુરુષોમાં શ્વાન સમાન વીરતા પણ હોવી જોઇએ. જેમ એક શ્વાન માલિક માટે જીવ ગુમાવી દે છે. તે પ્રકારે પુરુષો પણ વીર હોવા જોઇએ. જે જરૂરિયાત પડવા પર પોતાની સ્ત્રી માટે જીવ ગુમાવી દે. આ પ્રકારના પુરુષ માત્ર ભાગ્યશાળી મહિલાઓને જ મળે છે.


5. સંતુષ્ટ કરવા
ચાણક્યના જણાવ્યા અનુસાર એક પુરુષને હંમેશા પોતાની સ્ત્રીને સંતુષ્ટ રાખવી જોઇએ. પુરુષને હંમેશા પોતાના પાર્ટનરની તમામ તાર્કિક વસ્તુઓને માનવી જોઇએ અને ભાવનાત્મક રીતથી પણ સંતુષ્ટ રાખવી જોઇએ. તેનાથી પુરૂષ અને સ્ત્રી વચ્ચે સારા મધુર સંબંધ બને છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી સમાન્ય માન્યતા અને જાણકારીઓ પર આધારીત છે. ZEE ન્યુઝ તેની પુષ્ટી કરતું નથી.)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube