Religious Beliefs: રસોડામાં કામ કરતી વખતે ઘણીવાર વસ્તુઓ હાથમાંથી નીચે પડી જાય છે. પરંતુ કેટલીક વસ્તુઓ એવી હોય છે કે જે હાથમાંથી છૂટી નીચે પડી જાય તો તેને અશુભ માનવામાં આવે છે. આવી ઘટનાઓ એ વાતનો સંકેત કરે છે કે, તમારા જીવન કે ઘરમાં કોઈ અપ્રિય ઘટના ઘટવાની છે. ચાલો જાણીએ એવી કઈ વસ્તુઓ છે જે હાથમાં પડે તો અશુભ માનવામાં આવે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: 


સૂર્યના મીન રાશિમાં પ્રવેશથી આ 3 રાશિના લોકોએ રહેવું પડશે સાવધાન, થઈ શકે છે ધન હાનિ


ત્રણ ગ્રહનો મહાસંગમ બદલી દેશે મીન સહિત આ 3 રાશિના લોકોનું નસીબ, થશે આકસ્મિક ધન લાભ


આ 6 સંકેત જણાવે છે કે પિતૃ છે નારાજ, અમાસ પર કરો આ ત્રણ ઉપાય પિતૃદોષ થઈ જશે દૂર


આ વસ્તુઓ હાથમાંથી પડી જાય તો અશુભ માનવામાં આવે છે


1) જો તમારા હાથમાંથી ચોખા નીચે પડી જાય છે, તો તેને અશુભ માનવામાં આવે છે. કહેવાય છે કે, ચોખા માતા લક્ષ્મીને ખૂબ જ પ્રિય છે. ચોખા જમીન પર ઢળાય તે શુભ સંકેત નથી.


2) જો તમારા હાથમાંથી ઘીનો દીવો પડી જાય છે, તો તેને પણ શુભ માનવામાં નથી આવતુ. એનો અર્થ એમ છે કે, જીવનમાં કોઈ અશુભ ઘટના ઘટવાની છે.


3) જો તમારા હાથમાંથી સિંદૂરની ડબ્બી પડી જાય છે, તો તેને પણ શુભ માનવામાં નથી આવતુ. આ વાતનો સંબંધ ભવિષ્યમાં થનારી કોઈ અશુભ ઘટના સાથે જોડવામાં આવે છે.


4) જો તમારા હાથમાંથી તેલ ભરેલુ પાત્ર ઢોળાઈ જાય છે તો, તેને શુભ માનવામાં આવે છે. આ પ્રકારની ઘટના કોઈ પ્રિયજનો પર કોઈ અપ્રિય ઘટના થવાની સંભાવના વ્યક્ત કરે છે.


5) જો તમારા હાથમાંથી મીઠું છટકી જાય, તો તેને શુભ માનવામાં નથી આવતુ. મીઠું ઢોળાય તો ધનની હાનિ થવાની સંભાવના દર્શાવે છે.