આ 6 સંકેત જણાવે છે કે પિતૃ છે નારાજ, અમાસ પર કરો આ ત્રણ ઉપાય પિતૃદોષ થઈ જશે દૂર

Pitra Dosh Nivaran Upay: જો પિતૃ પ્રસન્ન હોય તો જ પરિવારમાં સુખ શાંતિ રહે છે અને ઘરના લોકોની પ્રગતિ થાય છે. જે લોકો પિતૃનો અનાદર કરે છે તેમના જીવનમાં સંકટ આવે છે.

આ 6 સંકેત જણાવે છે કે પિતૃ છે નારાજ, અમાસ પર કરો આ ત્રણ ઉપાય પિતૃદોષ થઈ જશે દૂર

Pitra Dosh Nivaran Upay: 21 માર્ચ અને મંગળવારે અમાસ છે. શસ્ત્રો અનુસાર અમાસના દિવસે સવારે સ્નાન કરીને પૂજા પાઠ કરી તેમ જ દાન કરવાથી પિતૃદોષ દૂર થાય છે. જો પિતૃ પ્રસન્ન હોય તો જ પરિવારમાં સુખ શાંતિ રહે છે અને ઘરના લોકોની પ્રગતિ થાય છે. જે લોકો પિતૃનો અનાદર કરે છે તેમના જીવનમાં સંકટ આવે છે. જ્યારે પિતૃ નારાજ હોય છે ત્યારે કેટલાક સંકેત મળે છે જેના પરથી તમે જાણી શકો છો કે જીવનમાં આવતી સમસ્યાઓ પિતૃદોષના કારણે છે.

આ પણ વાંચો:

પિતૃ નારાજ હોવાના સંકેત

- પિતૃદોષ હોય એટલે કે પિતૃ નારાજ હોય તો પરિવારની વંશવૃદ્ધિ એટલે કે સંતાન પ્રાપ્તિનું સુખ અટકી જાય છે.

- પિતૃદોષના કારણે દરેક કાર્યમાં અડચણ આવે છે અને કાર્ય સફળ થતા થતા અટકી જાય છે.

- પિતૃ નારાજ હોય તો પરિવારમાં કોઈને કોઈ સભ્ય બીમાર રહે છે. પરિવારમાંથી બીમારી ન જવાનું કારણ પિતૃદોષ હોઈ શકે છે.

- પિતૃ નારાજ હોય તો પરિવારમાં અત્યારે સુખ અને શાંતિ રહેતા નથી પરિવારના સભ્યો વચ્ચે પણ કલેશ થતો રહે છે.

- પિતૃ નારાજ હોય તો નોકરી અને વેપારમાં પ્રગતિ થતી નથી અને આર્થિક રીતે વ્યક્તિ પરેશાન રહે છે.

- પિતૃદોષના કારણે વિવાહ કે અન્ય માંગલિક કાર્યોમાં પણ સમસ્યા આવે છે જ્યારે પિતૃ સંતુષ્ટ નથી હોતા ત્યારે જીવનમાં અનેક પ્રકારની બાધાઓ આવે છે.

પિતૃદોષ દૂર કરવાના ઉપાય

પિતૃદોષ હોય તો અમાસના દિવસે નદીમાં સ્નાન કરીને પિતૃઓને જલ અર્પણ કરીને તર્પણ કરવું. આ સિવાય પિતૃદોષથી મુક્ત થવા માટે અમાસના દિવસે પિતૃઓ માટે પિંડદાન પણ કરી શકાય છે સાથે જ બ્રાહ્મણોને ભોજન કરાવવું જોઇએ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news