Chaitra Navratri 2023: હિન્દુ ધર્મમાં નવરાત્રીના તહેવારને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ વર્ષે ચૈત્રી નવરાત્રી 22 માર્ચથી શરૂ થઈ રહી છે. આ દિવસથી હિન્દુ નવ વર્ષની શરૂઆત પણ થાય છે. માં અંબેના ભક્તો નવરાત્રીની ખાસ તૈયારીઓ કરતા હોય છે. ભક્તો નવ દિવસ સુધી માતાની વિશેષ પૂજા કરે છે અને સાથે જ વ્રત રાખે છે. પરંતુ કેટલાક લોકો એવા હોય છે જે નવ દિવસ દરમિયાન સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાના કારણે કે અન્ય કારણોસર વ્રત કરી શકતા નથી. આવી સ્થિતિમાં શાસ્ત્રોમાં કેટલીક એવી રીત પણ જણાવવામાં આવી છે જેના દ્વારા વ્રત કર્યા વિના પણ તમે નવરાત્રી કર્યાનું સંપૂર્ણ ફળ મેળવી શકો છો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


જો હાથમાંથી પડી જાય મીઠા સહિતની આ 5 વસ્તુઓ તો તેને માનવામાં આવે છે અશુભ


શનિદોષ દૂર કરવા માટે 6 એપ્રિલનો દિવસ છે ખાસ, અત્યારથી કરી લો તૈયારી આ કામ કરવાની


નવરાત્રી દરમિયાન કરો આ 7 મંત્રોનો જાપ, જીવનભર તમારા ઘર-પરિવાર પર રહેશે માતાજીની કૃપા

- સ્વાસ્થ્ય સમસ્યા કે ગર્ભાવસ્થાના કારણે જો નવરાત્રીના નવ દિવસ વ્રત કરી શકાય તેમ ન હોય તો તમે આ રીતે પણ માતા દુર્ગાની કૃપા પ્રાપ્ત કરી શકો છો. તેના માટે નવરાત્રિના પહેલા દિવસે અને આઠમના દિવસે જો વ્રત રાખી લેવામાં આવે અને વિધિ વિધાનથી માતાજીની પૂજા કરવામાં આવે તો સંપૂર્ણ નવરાત્રી કર્યા સમાન ફળ પ્રાપ્ત થાય છે. 


- નવરાત્રીના પહેલા દિવસે, પાંચમા દિવસે અને આઠમના દિવસે વ્રત કરીને નોમના દિવસે પારણા કરવાથી પણ નવરાત્રિનું વ્રત કર્યા સમાન ફળ પ્રાપ્ત થાય છે. 


- આ સિવાય નવરાત્રિના નવ દિવસ દરમિયાન એક સમય સાત્વિક ભોજન કરવાથી પણ નવરાત્રી કર્યાનું ફળ મળે છે. પરંતુ દરેક દિવસે વ્રત કર્યાનો સંકલ્પ લેવો અને માતાની પૂજા વિધિ વિધાનથી કરવી. 


- નવરાત્રી દરમિયાન વધુમાં વધુ સમય માતાજીની ઉપાસના કરવામાં વ્યક્ત કરવો. નવરાત્રિના નવ દિવસ દરમિયાન ક્રોધ કરવાથી બચવું, કોઈને અપશબ્દ ન કહેવા અને કોઈ મહિલાનું અપમાન ન કરવું. આ વાતોનું ધ્યાન રાખવાથી પણ નવરાત્રીનું વ્રત કર્યા સમાન ફળ પ્રાપ્ત થાય છે. 


- જો નવરાત્રીના નવ દિવસો દરમિયાન વ્રત ન કરી શકો તો નવમીના દિવસે વિધિ વિધાનથી પૂજા અથવા હવન કરી કન્યા પૂજન કરવું આમ કરવાથી પણ નવરાત્રી કર્યાનું ફળ પ્રાપ્ત થાય છે.