Guru Chandal Yog: જ્યોતિષશાસ્ત્ર અનુસાર 30 ઓક્ટોબરે રાહુ ગ્રહે મેષ રાશિમાંથી નીકળી મીન રાશિમાં પ્રવેશ કર્યો છે. રાહુના મીન રાશિમાં પ્રવેશથી ગુરુ ચાંડાલ યોગ સમાપ્ત થયો છે. ગુરુ ચંડાલ યોગ ને જ્યોતિષશાસ્ત્રમાં અશુભ યોગ માનવામાં આવે છે આ યોગ પૂર્ણ થતા કેટલીક રાશિના લોકોના જીવન પર સકારાત્મક અસર જોવા મળશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુરુ ચાંડાલ યોગ સમાપ્ત થતા ત્રણ રાશિના લોકોને ભાગ્યોનો સાથ મળશે અને તેમનું ભાગ્ય બદલી જશે. આ રાશિના લોકોને હવે દરેક ક્ષેત્રમાંથી લાભ પ્રાપ્ત થઈ શકે છે. આ રાશિના લોકોના જીવનમાં ધનનું આગમન થશે. તો ચાલો તમને જણાવીએ કઈ કઈ રાશિના લોકોનો હવે ભાગ્યોદય થવાનો છે.


આ પણ વાંચો: 1 વર્ષ પછી આ 3 રાશિના જીવનમાં ઉગશે સોનાનો સૂરજ, સૂર્ય-મંગળ યુતિ ચારેતરફથી કરાવશે લાભ


મેષ રાશિ


મેષ રાશિના લોકોને ગુરુ ચાંડાલ યોગના કારણે વૈવાહિક જીવનમાં સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હતો પરંતુ હવે આ રાશિના લોકોના સારા દિવસોની શરૂઆત થઈ ચૂકી છે. આ રાશિના અવિવાહિક લોકોના લગ્નના યોગ પણ સર્જાઈ શકે છે. મેષ રાશિના લોકો પોતાના પાર્ટનરના સહયોગથી આર્થિક લાભ પણ પ્રાપ્ત કરી શકે છે.


આ પણ વાંચો: રાશિફળ 2 નવેમ્બર: આજે તમારું ભાગ્ય દરેક બાબતમાં તમારો સાથ આપશે, પરિવારનું ગૌરવ વધશે


મિથુન રાશિ


આ રાશિના લોકોને દરેક ક્ષેત્રમાંથી સફળતા પ્રાપ્ત થશે. મિથુન રાશિના લોકોને આવકમાં વધારો થવાના યોગ પણ બન્યા છે. કારકિર્દીમાં નવી તક પ્રાપ્ત થશે જેના કારણે આવકમાં વધારો થશે. શેર બજારમાં પણ લાભ મળવાના અવસર સર્જાયા છે. બાળકો તરફથી પણ શુભ સમાચાર મળી શકે છે.


આ પણ વાંચો: દિવાળી પર માટીના કોડિયામાં દીવા કરવા પાછળ છે ખાસ કારણ, ગ્રહો સાથે હોય છે કનેકશન


કન્યા રાશિ


આ રાશિના લોકોને કારકિર્દી અને વેપારમાં લાભ મળશે. સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળશે. આ રાશિના લોકોને અચાનક ધન લાભ પ્રાપ્ત થઈ શકે છે. આ સમય દરમિયાન માન-સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે. ચારે તરફથી શુભ સમાચાર પ્રાપ્ત થશે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)