Diwali 2023: દિવાળી પર માટીના કોડિયામાં દીવા કરવા પાછળ છે ખાસ કારણ, ગ્રહો સાથે હોય છે કનેકશન

Diwali 2023: હિન્દુ ધર્મનો આ સૌથી મોટો તહેવાર હોય છે આ દિવસે ઘણા લોકો પોતાના ઘરમાં વર્ષો જૂની પરંપરાને અનુસરીને માટીના કોડિયામાં દીવા કરે છે. દિવાળી પર માટીના કોડિયામાં જ દીવા કરવાની પરંપરા હોય છે. ઘણા લોકો આ પરંપરાનું પાલન કરે છે પરંતુ તેની પાછળનું કારણ જાણતા નથી.

Diwali 2023: દિવાળી પર માટીના કોડિયામાં દીવા કરવા પાછળ છે ખાસ કારણ, ગ્રહો સાથે હોય છે કનેકશન

Diwali 2023: હિન્દુ ધર્મમાં પાંચ દિવસના તહેવાર દિવાળીનો વિશેષ મહત્વ હોય છે. દિવાળીની શરૂઆત ધનતેરસથી થાય છે. આ દિવસે માતા લક્ષ્મી અને ભગવાન ગણેશની વિધિપૂર્વક પૂજા કરવામાં આવે છે. આ દિવસે લોકો નવા કપડાં પહેરીને ભગવાન લક્ષ્મી તેમજ અન્ય દેવી દેવતાની આરાધના કરી ઘરમાં રંગોળી કરીને ઘરને દીવાથી સજાવે છે. ત્યાર પછી લોકો એકબીજાના મોઢા મીઠા કરાવે છે. 

હિન્દુ ધર્મનો આ સૌથી મોટો તહેવાર હોય છે આ દિવસે ઘણા લોકો પોતાના ઘરમાં વર્ષો જૂની પરંપરાને અનુસરીને માટીના કોડિયામાં દીવા કરે છે. દિવાળી પર માટીના કોડિયામાં જ દીવા કરવાની પરંપરા હોય છે. ઘણા લોકો આ પરંપરાનું પાલન કરે છે પરંતુ તેની પાછળનું કારણ જાણતા નથી. દિવાળી પર માટીના કોડિયામાં દીવા કરવાનું ખાસ કારણ હોય છે. આજે તમને આ કારણ વિશે જણાવીએ.

પૌરાણિક માન્યતા અનુસાર ભગવાન શ્રીરામ 14 વર્ષનો વનવાસ પૂરો કરીને અયોધ્યા પરત ફર્યા હતા. ત્યારે તેમના આગમનની ખુશીમાં લોકોએ દીવા પ્રજ્વલિત કરી રંગોળી બનાવીને તેમનું સ્વાગત કર્યું હતું. આ દિવસે અયોધ્યા દીવાથી ઝગમગી ઉઠી હતી. ત્યાર પછી દર વર્ષે આ તિથિ પર દિવાળી ઉજવવામાં આવે છે. માતા લક્ષ્મી અને ભગવાન ગણેશ અને દેવી સરસ્વતીની પૂજા પણ કરવામાં આવે છે. 

માટીના દીવા કરવાનું કારણ

જ્યોતિષશાસ્ત્ર અનુસાર મંગળ ગ્રહને માટી અને ભૂમિનો કારક ગ્રહ માનવામાં આવે છે. સાથે જ સરસવનું તેલ શનિ ગ્રહ સંબંધિત છે. દિવાળીના તહેવાર પર માટીના કોડિયામાં સરસવના તેલથી દીવો કરવાથી મંગળ અને શનિ ગ્રહના દોષથી મુક્તિ મળે છે અને બંને ગ્રહ મજબૂત થાય છે. જો કોઈ વ્યક્તિની કુંડળીમાં મંગળ અને શનિ ગ્રહ મજબૂત હોય તો તેને ધન, સંપત્તિ, સુખ બધું જ પ્રાપ્ત થાય છે.

માટીના દીવા પ્રગટાવવાથી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે જે જીવનમાં ખુશીઓ જાળવી રાખે છે. માટીના દીવા પાંચ તત્વોનું પ્રતિનિધિત્વ કરે છે. આ જ કારણ છે કે દિવાળીના શુભ અવસર પર માત્ર માટીના દીવા જ પ્રગટાવવામાં આવે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news