COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


 


 


આખી જીંદગી રહે છે માતા-પિતાની સાથે


ટેગ-બાળકો, મૃત્યુ, વૃક્ષ, કહાની, વાર્તા



દેશ-દુનિયામાં ઘણા અજીબો-ગરીબ ચોંકાવનારી પરંપરા નિભાવવામાં આવે છે. તેમાંથી અમુક રિવાજ એટલા અનોખા હોય છે કે, જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ જાય છે. એવી જ એક પરંપરા ઈન્ડોનેશિયામાં વર્ષોથી ચાલી આવી રહી છે. જ્યાં માતા-પિતા પોતાના બાળકોને જમીનમાં નહીં પણ વૃક્ષો નીચે દફનાવી દે છે. ઈન્ડોનેશિયામાં બાળકોના મૃત્યુ પામ્યા બાદ અંતિમ સંસ્કાર અલગ રીતે કરવામાં આવે છે. જેનાથી તેમના બાળકો પ્રકૃતિ સાથે હંમેશા જીવી શકે. આ પરંપરા અજીબ છે પરંતુ તે સદીયોથી નિભાવાઈ રહી છે. તેની પાછળ લોકોની પોતાની માન્યતા અને લોજિક છે. 


આ અજીબોગરીબ પરંપરા ઈન્ડોનેશિયાના તાના તરોજાની છે. અહીં વડીલોના અંતિમ સંસ્કાર એ જ રીતે કરવામાં આવે છે જે રીતે આખી દુનિયામાં કરવામાં આવે છે. પરંતુ અહીં બાળકોના મૃતદેહને ન તો જમીનમાં દાટી દેવામાં આવે છે કે ન તો બાળવામાં આવે છે, પરંતુ તેને પ્રકૃતિમાં ઉમેરવામાં આવે છે.


બાળકોના અગ્નિસંસ્કાર માટે પહેલાં ઝાડના થડને અંદરથી ખોખલો કરવામાં આવે છે અને જ્યારે બાળક મૃત્યુ પામે છે ત્યારે તેને કપડામાં લપેટીને ઝાડના થડમાં મૂકી દે છે અને તેનો મૃતદેહ ઝાડમાં ફેરવાઈ જાય છે. આ પરંપરા અનુસાર તેમના બાળકના મૃત્યુ પછી તેને ઝાડમાં દફનાવવામાં આવે છે, જેથી તેઓ તેમના બાકીના જીવન માટે નજીક અને પ્રેમ અનુભવે.


આ અનોખી પરંપરા અનુસાર અહીંના લોકો જ્યારે પોતાના બાળકોને ઝાડમાં દફનાવે છે ત્યારે તેઓ વૃક્ષને પોતાનું બાળક કહેવા લાગે છે. અહીંના લોકોનું કહેવું છે કે, ભલે તેમનું બાળક આ દુનિયા છોડી ગયું હોય, પરંતુ જ્યારે તેમને ઝાડમાં દફનાવવામાં આવે છે ત્યારે તેમને લાગે છે કે તેમનું બાળક હજુ પણ તેમની સાથે છે. તમને જણાવી દઈએ કે, આ પરંપરા વિશ્વમાં ક્યાંય અનુસરવામાં આવતી નથી, તે ફક્ત ઇન્ડોનેશિયામાં તાના તરોજાના લોકો દ્વારા કરવામાં આવે છે.