AI ટેકનોલોજીના બાપ છે ઋષિમુનિઓના આ મંત્રો, સાંભળીને ગર્ભમાં રહેલું બાળક પણ મલકાયું
Institute of Teaching and Research in Ayurveda : જામનગર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદના પ્રાચીન ચિકિત્સા સંશોધનમાં આશ્ચર્યજનક પરિણામ મળ્યા... અનિંદ્રાના દર્દી અને ગર્ભવતી મહિલાઓ પરના પ્રયોગો સફળ નિવડ્યા
Jamnagar News જામનગર : હાલ ચારેતરફ એઆઈ એટલે કે આર્ટિફિશયલ ઈન્ટેલિજન્સની વાતો થાય છે. પરંતુ આપણા ઋષિમુનિઓએ તો સદીઓ પહેલા એવી વસ્તઓની શોધ કરી હતી જે આજના વિજ્ઞાનને પણ પડકાર આપે છે. જામનગરના ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઈન આયુર્વેદમાં પ્રાચીન ચિકિત્સા પદ્ધતિ પર સંશોધન શરૂ કરાયા છે. જેમાં જ્યાં દવા અસર નથી કરતી, જ્યાં વૈદિક મંત્રો કામ કરે છે તેના પ્રયોગો કરાયા, અને તે સફળ નીવડ્યા છે.
કેવી રીતે કરાયા પ્રયોગો
આપણા શાસ્ત્રોમાં લખાયેલા, ઋષિમુનિઓએ રચેલા મંત્ર ધ્વનિની અસર જાણવા વિવિધ પ્રયોગો ઈન્સ્ટિટ્યૂટ દ્વારા કરવામાં આવ્યા હતા. ખાસ કરીને આજના લોકોને અનિંદ્રાની સમસ્યા હોય છે. આવા દર્દીઓ, ગર્ભવતી મહિલા પર પ્રયોગો કરવામાં આવ્યા. સતત 28 દિવસ સુધી પ્રયોગો કરાયા. અનિદ્રાની સમસ્યા ધરાવતા 20થી 60 વર્ષના 60 દર્દીને 2 ભાગમાં વહેંચ્યા હતા. જેમાં 30 દર્દીને ઊંઘની આયુર્વેદિક દવા અપાઈ હતી, જ્યારે અન્ય 30 દર્દીને દિવસમાં 2 વાર એટલે કે સવારે સ્નાન કર્યા બાદ અને રાત્રે સૂતા પહેલાં 15થી 20 મિનિટ સુધી પુરાણમાંથી લેવામાં આવેલો સુખપ્રદાન નિદ્રા આપતો શ્લોક સંભળાવવામાં આવ્યો હતો. આયુર્વેદાચાર્ય કરિશ્મા નારવાણી અને જી. જી. હૉસ્પિટલના રેડિયોલોજીના પ્રોફેસર ડૉ. શિલ્પા ચુડાસમાએ મળીને આ રિસર્ચ કર્યું હતું.
વીઘા જમીનો ધરાવતો પાટીદાર સમાજ હવે ક્રાંતિના માર્ગે, પરિવર્તન લાવવા લેવાયા આ નિર્ણયો
શું પરિણામ આવ્યું
એક્સપર્ટને આ પ્રયોગોનું પરિણામ મળીને આશ્ચર્ય થયુ હતું, કારણ કે તે પોઝિટિવ હતું. ઊંઘ ન આવવાની સમસ્યા દૂર થઈ. શ્લોક સાંભળીને તેઓને નિંદ્રા આવી. આ શ્લોક દવા કરતા પણ અસરકારક સાબિત થયા હતા. જો કોઈ દર્દી આ શ્લોકને નિયમિત સાંભળે તો તેને દવા લેવાની જરૂર ન પડે.
ગર્ભસ્થ શિશુ હસી પડ્યું
ગર્ભવતી મહિલા પર થયેલો પ્રયોગ ભારે ચોંકાવનારો હતો. આ માટે સગર્ભા મહિલા પર મંત્ર ધ્વનિની કેવી અસર થાય છે તે ચેક કરાયુ હતું. પહેલા મહિલાને 11 મિનટ સુધી ઘોંઘાટિયુ સંગીત સંભળાવાયુ હતું. તેના એક કલાક બાદ મંત્રધ્વનિ સંભળાવાયુ હતું. આ બંને ક્રિયા દરમિયાન મહિલાના ગર્ભની સોનોગાર્ફીથી તસવીરો લેવાઈ હતી. જેમાં ધોંઘાટિયા સંગીતમાં ગર્ભસ્થ શિશુ ડરી ગયુ હોય તેવુ લાગતુ હતું. જ્યારે કે મંત્રોચ્ચાર સાઁભળઈને શિશુ એકદમ રિલેક્સ થઈ ગયુ હતું, તેના ચહેરા પર હાસ્ય હતું. તે મલકાઈ રહ્યુ હતું.
સિંગતેલના ડબ્બા ભરી લેજો, એક અઠવાડિયામાં તેલના ભાવમાં થયો અધધધ ઘટાડો
મંત્રોચ્ચારની અસર
આયુર્વેદાચાર્ચ કરિશ્મા નારવાણી જણાવે છે કે, શ્લોક માત્ર શબ્દોથી નહીં, ધ્વનિથી કામ કરે છે. આથી શ્લોકનો લય અને યોગ્ય ઉચ્ચારણ ખૂબ જ જરૂરી છે. જો શ્લોકનું ઉચ્ચારણ યોગ્ય પદ્ધતિથી કરવામાં ન આવે તો યોગ્ય પરિણામ મળતું નથી. મંત્રો અને ધ્વનિનું પણ વિજ્ઞાન છે, જેની મનમગજ પર અસર થાય છે. યોગ્ય સમયે, યોગ્ય ઉચ્ચારણ ચોક્કસ કરે છે. અમે પણ ચોક્કસ ધ્વનિ સાથે તેનો ઉપયોગ કર્યો છે.
હજી ચોમાસું આવ્યું નથી ને ગુજરાતના જળાશયોમાં માત્ર આટલું જ પાણી બચ્યું, જુઓ રિપોર્ટ