Grah Gochar 2024: વર્ષ 2024 ની શરૂઆત થવામાં હવે થોડા જ દિવસો બાકી છે. વર્ષ 2024 નો પહેલો મહિનો એટલે કે જાન્યુઆરી મહિનો જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનો છે. આ મહિનામાં ત્રણ શક્તિશાળી ગ્રહ ગોચર કરશે. ગ્રહોના આ ગોચરના કારણે લોકોને નોકરી અને વેપારમાં લાભ થવાની સંભાવના છે. જોકે કેટલાક લોકોને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા પરેશાન કરી શકે છે તેથી સ્વાસ્થ્યને લઈને તેમણે સાવધાની રાખવી પડશે. આજે તમને જણાવીએ જાન્યુઆરી 2024 માં કયા મહત્વપૂર્ણ ગ્રહ રાશિ પરિવર્તન કરશે અને તેનાથી કેવો પ્રભાવ પડશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: વાસ્તુ અનુસાર ઘરમાં રાખો સાવરણી, જીવનમાં ક્યારેય આર્થિક તંગીનો સામનો નહીં કરવો પડે


બુધ ગોચર 2024


જાન્યુઆરી મહિનાની શરૂઆત બુધના ગોચરથી થશે. બુધ ગ્રહ ગ્રહોનો રાજકુમાર છે તે 2 જાન્યુઆરી 2024 ના રોજ માર્ગી થશે અને પછી 7 જાન્યુઆરીના રોજ ધન રાશિમાં પ્રવેશ કરશે. ત્યાર પછી બુધ 20 જાન્યુઆરીએ પૂર્વસાઢા નક્ષત્રમાં અને 30 જાન્યુઆરીએ ઉત્તરસાઢા નક્ષત્રમાં પ્રવેશ કરશે. બુધના આ ગોચરથી તમામ રાશિ ઉપર અલગ અલગ અસર જોવા મળશે. કેટલીક રાશીના લોકોને ભાગ્યનો સાથ મળશે અને તેમની કિસ્મત ચમકી જશે તો કેટલીક રાશિઓને નુકસાન પણ સહન કરવું પડશે..


આ પણ વાંચો: જાણો કઈ રાશિના લોકો ગુસ્સો કરવામાં હોય નંબર વન, નાની-નાની વાત પર કરી બેસે છે ઝઘડો


સૂર્ય ગોચર 2024


બુધ ગ્રહના ગોચર પછી ગ્રહોના રાજા સૂર્ય 15 જાન્યુઆરી 2024 ના રોજ ધન રાશિમાંથી નીકળી મકર રાશિમાં પ્રવેશ કરશે. આ ગોચર થી ખરમાસનું સમાપન થશે અને લોકો મકરસંક્રાંતિ ઉજવશે. આ દિવસે જરૂરિયાતમંદ વ્યક્તિને દાન પુણ્ય કરી પૂજા પાઠ કરવાથી વિશેષ લાભ મળે છે સૂર્યના રાશિ પરિવર્તનથી કેટલીક રાશિના લોકોના જીવનમાં જે સમસ્યાઓ ચાલી રહી છે તેનો અંત આવી જશે.


આ પણ વાંચો: તમારી આ આદતો તમને કરી શકે છે કંગાળ, અમીર બનવું હોય તો સુધારો આજથી કરો બદલાવ


શુક્ર ગોચર 2024


જાન્યુઆરી મહિનામાં શક્તિશાળી ગ્રહ સૂર્ય પણ રાશિ પરિવર્તન કરશે. એશ્વર્યા અને વૈભવનો સ્વામી શુક્ર 18 જાન્યુઆરીએ ધન રાશિમાં પ્રવેશ કરશે. ધન રાશિમાં શુક્ર 25 દિવસ સુધી રહેશે અને 12 ફેબ્રુઆરીએ મકર રાશિમાં પ્રવેશ કરશે. શુક્રના ગોચરથી કેટલીક રાશિના લોકોના જીવનમાં સુખ અને સૌભાગ્ય વધશે.


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)