Girnar News અશોક બારોટ/જુનાગઢ : જૂનાગઢમાં જૈન અને હિન્દુ દેવસ્થાનનો વિવાદ ફરી વકર્યો છે. દત્તાત્રેય શિખરની જગ્યામાં સૂત્રોચ્ચાર કરી વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કરાયો છે. એક સંઘના આશરે 250 વ્યક્તિઓ દત્તાત્રેય શિખર પર પહોંચ્યા હતા. જેમાં તેઓએ ‘ગિરનાર અમારો છે’ ના નારા લગાવ્યા હતા. હાલ દત્તાત્રય શિખરમાં કરાયેલા સુત્રોચ્ચાર આખી ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. ચોક્કસ સમુદાયના લોકોએ દતાત્રેય શિખરની જગ્યામાં સુત્રોચ્ચાર કર્યા હતા. ત્યારે દત્તાત્રય શિખરના પુજારીએ ભવનાથ પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે. સાથે જ ભગવાન દત્તાત્રયના ચરણ પાદુકાને નુકસાન પહોંચાડવાના આક્ષેપો કરાયા છે. નામદાર કોર્ટનો મનાઈ હુકમ હોવા છતા ઉશ્કેરણી જનક સૂત્રોચ્ચાર ગિરનારમાં કરાયા છે. ત્યારે હાલ અરજીના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. જોકે, આ ઘટના બાદ સનાતની સંતોમાં આક્રોશ જોવા મળ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, ગિરનારમાં દત્તાત્રેયના મંદિરમાં હોબાળો મચાવીને ચોક્કસ સમુદાયના લોકો દ્વારા સૂત્રોચ્ચાર કરી વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કરાયો હતો. તેમજ દતાત્રેય ભગવાનની ચરણ પાદુકા પાસે રહેલ ખુરશીનો ઘા કરી ચરણ પાદુકાને નુકશાન કરવાનો પ્રયત્ન કરવામા આવ્યો હતો. આ અંગે કૈલાસ પુરોહિત દ્વારા પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી છે. હમ ગિરનાર લેકે રહેંગે, તો ગિરનાર અમારો છે તેવા સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા. 


રાત ગઈ બાત ગઈ! નેતાઓનું સફાઈ અભિયાનનું નાટક, જ્યાં સફાઈ કરી ત્યાં કચરાના ઢગલા દેખાયા


 


અંબાલાલ કાકાએ ભારે કરી! ગુજરાતમાં વરસાદ વર્લ્ડકપ અને નવરાત્રિની મજા બગાડશે, જાણી લો