નવી દિલ્લીઃ મે મહિનો પૂર્ણ થવામાં માત્ર એક જ દિવસ બચ્યો છે. જૂન મહિનો શરૂ થવાનો છે. જૂન મહિનામાં ઘણા મહત્વના તહેવાર આવે છે. જૂન મહિનામાં આવતા તહેવારોની આખી લિસ્ટ અમે તમને અહી આપી રહ્યા છીએ. આ લિસ્ટને તમે તમારી પાસે સુરક્ષિત રીતે રાખી શકશો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

02 જૂન: કાલાષ્ટમી
હિન્દૂ પંચાંગ પ્રમાણે, પ્રતિ મહિને કૃષ્ણ પક્ષની આઠમી તિથિએ આ વ્રત રાખવામાં આવે છે.


06 જૂન: અપરા એકાદશી
હિન્દૂ પંચાંગ પ્રમાણે, જેઠ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિએ અપરા એકાદશી મનાવવામાં આવે  છે. અપરા એકાદશીને અચલા એકાદશીના નામથી પણ ઓળખવામાં આવે છે...


07 જૂન: સોમ પ્રદોષ વ્રત
પ્રત્યેક મહિનાની ત્રયોદશી તિથિએ વર્ત રાખવામાં આવે છે. ધાર્મિક માન્યતા છે કે, પ્રદોષ વ્રતના દિવસે ભગવાન શિવની પૂજા કરવાથી કષ્ટ દૂર થાય છે અને દરેક ઈચ્છા પૂર્ણ થાય છે.


08 જૂન: માસિક શિવરાત્રિ
હિન્દૂ પંચાંગ પ્રમાણે, દરેક માસમાં કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ માસિક શિવરાત્રિ મનાવવામાં આવે છે.


10 જૂન: સૂર્યગ્રહણ વટ સાવિત્રી વ્રત, શનિ જયંતી
વર્ષ 2021નું પહેલું સૂર્યગ્રહણ આ દિવસે થશે. આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં. આ દિવસે વટ સાવિત્રીનું વ્રત પણ રાખવામાં આવશે. આ વ્રત પરણિત મહિલાઓ પોતાની પતિની લાંબી ઉમર માટે કરે છે.આ દિવસે શનિ જયંતી પણ છે. આ દિવસે શનિદેવની વિશેષ પૂજા કરવામાં આવે છે.


14 જૂન: વિનાયક ચતુર્થી
હિન્દૂ પંચાંગ પ્રમાણે, દરેક મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી વિનાયક ચતુર્થીના નામથી ઓળખાય છે.


19 જૂન: મહેશ નવમી  
જેઠ મહિનાની શુક્લ પક્ષની નવમી તિથિએ મહેશ નવમી પર્વની ઉજવણી કરવામાં આવે છે.


20 જૂન :
જેઠ મહિનાની દશમી તિથિએ ગંગા દશેરા પર્વ મનાવવામાં આવે છે. આ દિવસે ગંગા નદીમાં સ્નાન કરવું અને દાન કરવાનું ખૂબ મહત્વ છે.


21 જૂન: નિર્જળા એકાદશી
જેઠ મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિએ નિર્જળા એકાદશી મનાવવામાં આવે છે. નિર્જળા એકાદશીને ભીમસેની એકાદશી પણ કહેવામાં આવે છે.આ એકાદશીના વ્રતમાં પાણી પીવાનું હોતું નથી તે માટે જ આ એકાદશીને નિર્જળા એકાદશી કહેવામાં આવે છે.


22 જૂન: ભૌમ પ્રદોષ
હિન્દૂ પંચાંગ અનુસાર, પ્રત્યેક મહિનાની ત્રયોદશી તિથિએ પ્રદોષ વ્રત રાખવામાં આવશે.


24 જૂન: જેઠ પૂર્ણીમાં


ધાર્મિક માન્યતાઓ પ્રમાણે, જેઠ પૂર્ણિમાંના દિવસે સ્નાન અને દાન કરવું સારુ ગણાય છે.