Mangal Gochar 2024 Effect in Gujarati: જ્યોતિષ શાસ્ત્રના અનુસાર દર મહિને કોઇને કોઇ ગ્રહ પોતાની રાશિમાં ફેરફાર કરે છે.  આ ગોચરની અસર તમામ 12 રાશિઓ પર અલગ-અલગ પડે છે. ગ્રહોના ગોચર કરવાથી કોઇ રાશિની કિસ્મત ચમકી જાય છે તો કોઇના જીવનમાં અંધકાર છવાઇ જાય છે. હવે નવો મહિનો એટલે કે જૂનની 1 તારીખે ગ્રહોના સેનાપતિ મંગળ પોતાની સ્વરાશિમાં મેષમાં ગોચર કરવા જઇ રહ્યા છે. આમ તો મંગળને એક કલ્યાણકારી ગ્રહ માનવામાં આવે છે. પરંતુ આ વખતે ગોચર 3 રાશિવાળા માટે સંકટના વાદળો લઇને આવી રહ્યું છે. જેનાથી બચવા માટે તેમને વિશેષ ઉપાય કરી લેવા પડશે. આવો જાણીએ તે ત્રણ રાશિઓ કઇ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

IPL 2024 ની વચ્ચે પેટ્રોલે સદી ફટકારી, તમારા શહેરમાં પેટ્રોલના ભાવની કેવી છે રન રેટ
ગુજરાત સહિતના ડ્રાય સ્ટેટમાં દારૂ ખરીદવા માટે શું કરવું પડે છે? આ લોકોને છે પરવાનગી


મંગળ ગોચર 2024 ની રાશિઓ પર અસર


વૃષભ
વૃષભ રાશિના જાતકોને મંગળના ગોચરને કારણે પોતાના જીવનસાથી સાથે બિનજરૂરી વિવાદનો સામનો કરવો પડી શકે છે. આંખો અને દાંતમાં દુખાવાની સમસ્યા પરેશાન કરી શકે છે. આર્થિક નુકસાન થવાની સંભાવના રહેશે. સખત મહેનત કરવા છતાં આવકમાં વધુ વધારો નહીં થાય. ભાગ્ય તમારો સાથ નહીં આપે. કાર્યસ્થળ પર વરિષ્ઠોની સામે તમારી પ્રતિષ્ઠા ઘટવા લાગશે. વેપાર કરનારા લોકોને નફામાં ઘટાડો થવાની સંભાવના છે. ઉપાય માટે દર મંગળવારે દેવી દુર્ગાની પૂજા કરો અને ભૂખ્યાને ભોજન કરાવો.


T20 World Cup જીતવા માટે દાવેદાર છે આ 4 ટીમો, ટૂર્નામેન્ટમાં સાબિત થશે એકદમ ખતરનાક


કન્યા 
મંગળના ગોચર પછી તમારા પર નોકરીનું દબાણ વધશે. તમારે તમારા બોસના કહેવા પર વધુ મુસાફરી કરવી પડી શકે છે, જેના કારણે તમારો સ્વભાવ ચીડિયા બની જશે. તમારી આવકની સરખામણીમાં તમારા ખર્ચમાં વધારો થશે. તમારી સાથે કોઈ કટોકટી આવી શકે છે, જેના કારણે તમે તમારી મહેનતની કમાણી ગુમાવશો. તમારે તમારા જીવનસાથી સાથે અનિચ્છનીય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે, જે તમારા સંબંધોની મધુરતાને નષ્ટ કરશે. આ સમસ્યાઓથી બચવા માટે દરરોજ 41 વાર 'ઓમ નમો નારાયણ' નો જાપ કરો.


76 દિવસ સુધી આ રાશિઓને મળશે ભાગ્યને સાથ, દરેક કામમાં આપશે કિસ્મત આપશે સાથ
શત્રુના ઘરમાં સૂર્યનો પ્રવેશ, 10 દિવસ બાદ આ રાશિઓનું બદલાશે ભાગ્ય, કોની ચમકશે કિસ્મત


મકર
ગ્રહોના સેનાપતિનું ગોચર તમારા માટે અનેક પ્રકારની સમસ્યાઓ લઈને આવી રહ્યું છે. મંગળના ગોચરને કારણે તમારી રોગપ્રતિકારક શક્તિ નબળી પડી શકે છે, જેના કારણે તમે રોગોનો શિકાર બની શકો છો. તમારી આવકમાં ઘટાડો થશે, જ્યારે ખર્ચમાં વધારો થવાની સંભાવના છે. ઓફિસમાં તમે તમારા કામથી અસંતુષ્ટ રહેશો. તમારી મહેનત પ્રમાણે તમને યોગ્ય ઇન્ક્રીમેન્ટ મળવાની શક્યતા નથી. તમારા માતા-પિતાનું બગડતું સ્વાસ્થ્ય તમને પરેશાન કરી શકે છે. ઉકેલ માટે દર શનિવારે શનિ ગ્રહની પૂજા કરો.


Stock Market: 35% તૂટશે આ મલ્ટીબેગર શેર, એક્સપર્ટે કહ્યું- વેચી દો, ઘટી જશે ભાવ
Silver Price Hike: ચાંદીનો ભાવ 1 લાખને પાર, ચાંદીએ ઉતારી દીધો સોનાનો રૂઆબ


(Disclaimer: અહીં આપવામાં જાણકારી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. ZEE 24 KALAK તેની પુષ્ટિ કરતું નથી.) 


ફરવાના શોખીનો માટે બેસ્ટ છે આ 5 ક્રેડિટ કાર્ડ, રૂપિયા બચશે અને 5 સ્ટાર સુવિધાઓ મળશે
વેંત છેડા આ Hill Station પર ફરવા જવા માટે જોઇશે E-pass! જાણો કેવી રીત કરશો Apply