Jupiter Transit 2024: ગુરુને તમામ ગ્રહોના ગુરુ માનવામાં આવે છે. તેથી જ વૈદિક જ્યોતિષમાં ગુરુ ગ્રહને દેવગુરુ પણ કહેવામાં આવે છે. જ્યારે પણ ગુરુ રાશિ પરિવર્તન કરે છે ત્યારે તેની અસર તમામ 12 રાશિઓના લોકો પર પડે છે. ગુરુ હાલમાં મેષ રાશિમાં ગોચર કરે છે. પરંતુ આવતા વર્ષે તે વૃષભ રાશિમાં પ્રવેશ કરશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમામ ગ્રહોમાં ગુરુનું સ્થાન મહત્ત્વનું છે. ગુરુ ધન અને મીન રાશિનો સ્વામી ગ્રહ છે અને તે ભાગ્ય, સંપત્તિ, બાળકો, લગ્ન, ધાર્મિક પ્રવૃત્તિઓ, સંપત્તિ આપનાર ગ્રહ છે. તેની રાશિમાં થતા ફેરફારની અસર વ્યક્તિના જીવન પર સૌથી વધુ પડે છે. ગુરુ કોઈપણ રાશિ બદલવા માટે 13 મહિનાનો સમય લે છે. હાલમાં તે મેષ રાશિમાં છે, પરંતુ વર્ષ 2024ના એપ્રિલ મહિનામાં ગુરુ મેષ રાશિમાંથી નીકળી વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. ત્યારપછીનો સમય કેટલીક રાશિઓ માટે ખૂબ જ શુભ અને લાભકારી રહેવાનો છે. 


આ પણ વાંચો:


દિવાળી પર ધનથી છલોછલ હશે આ 5 રાશિઓના લોકોની તિજોરી, 30 ઓક્ટોબર પછી સમય અતિશુભ


Navratri 2023: નવરાત્રીના 9 દિવસ કરો આ કામ, માતાના આશીર્વાદથી ઘરમાં વધશે સુખ-સમૃદ્ધિ


Astro Tips: લોબાનના આ ઉપાયો દુર કરશે સમસ્યાઓ, આર્થિક તંગીથી મળશે મુક્તિ
 
મેષ રાશિ


આવનાર નવું વર્ષ મેષ રાશિના લોકો માટે ખુશીઓ અને ધન લઈને આવવાનું છે. આ સમય દરમિયાન આ રાશિના લોકોને અચાનક પૈસા મળશે. આ લોકો પોતાની વાણીથી લોકોને આકર્ષવામાં સફળ રહેશે. ગુરુ બચતમાં ખૂબ વધારો કરશે. જેના કારણે તમે તમામ પ્રકારના કરજમાંથી મુક્ત થશો.
 
સિંહ રાશિ 


સિંહ રાશિના જાતકો માટે વર્ષ 2024 લાભદાયી રહેશે. નોકરીયાત લોકોને આ સમયે પ્રમોશન મળી શકે છે. સંતાન ઈચ્છુક લોકોને સારા સમાચાર મળી શકે છે. આ સમયે તમને સન્માન મળશે. વેપારમાં મોટો ફાયદો થશે. જે લોકો સરકારી નોકરી માટે પ્રયાસ કરી રહ્યા છે તેમાં સફળતા મળશે.
 
કન્યા રાશિ 


ગુરુનું રાશિ પરિવર્તન કન્યા રાશિના લોકોને અનુકૂળ પરિણામ આપશે. આ સમયે ભાગ્ય સાથ આપશે અને અટકેલા કામ પૂરા થશે. વિદેશ પ્રવાસની તકો પણ મળશે. કાર કે જમીન વગેરે ખરીદી શકો છો. અપરિણીત લોકોને લગ્ન માટે સારો પ્રસ્તાવ મળી શકે છે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)