Kaal Bhairav Jayanti 2023: હિન્દુ ધર્મમાં કૃષ્ણ પક્ષની અષ્ટમીની તિથિને કાલ ભૈરવને સમર્પિત ગણવામાં આવી છે. તેથી આ અષ્ટમીને કાલાષ્ટમી પણ કહેવાય છે. દર મહિને આવતી અષ્ટમીને માસિક અષ્ટમી કહેવાય છે. પરંતુ બધી જ કાલાષ્ટમીમાં સૌથી વિશેષ હોય છે કાલભૈરવ જયંતિ. આ દિવસે કાલભૈરવ બાબા અવતારિત થયા હતા. તંત્ર સાધનામાં કાલભૈરવનું વિશેષ સ્થાન છે. કહેવાય છે કે જે વ્યક્તિ પર કાલભૈરવની કૃપા હોય છે તેના પર ક્યારેય કોઈ સંકટ આવતું નથી અને મોટામાં મોટા શત્રુ પણ તેનું કંઈ બગાડી શકતા નથી. તેથી જે લોકો પોતાના શત્રુ પર વિજય પ્રાપ્ત કરવા માંગે છે તેમને કાલભૈરવ જયંતીના દિવસે કેટલાક ઉપાય કરવા જોઈએ. કાલભૈરવ જયંતિના દિવસે કરેલા આ ઉપાય વ્યક્તિના જીવનમાંથી તમામ પ્રકારના કષ્ટ દૂર કરી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: રામા કે શ્યામા? કયા તુલસી લાભકારી, ઘરમાં પધરાવ્યાની સાથે જ ખુલે છે પ્રગતિના રસ્તા


ક્યારે છે કાલભૈરવ જયંતિ ? 


આ વર્ષે કાલભૈરવ જયંતિ 5 ડિસેમ્બર 2023 અને મંગળવારે ઉજવાશે. અષ્ટમીની તિથિ 4 ડિસેમ્બર 2023 ની રાત્રે 9.59 મિનિટથી શરૂ થશે અને તે 5 ડિસેમ્બરની મધ્યરાત્રી 12 કલાકે સમાપ્ત થશે. ઉદિયા તિથિ અનુસાર કાલભૈરવ જયંતિ 5 ડિસેમ્બરે ઉજવાશે. આ દિવસે કાલભૈરવ ભગવાનની પૂજા કરવાનો સમય સવારે 10.53 મિનિટથી બપોરે 1.29 મિનિટ સુધીનો રહેશે.


કાલભૈરવ જયંતિના ઉપાય


આ પણ વાંચો: Malavya Yog 2024: આ રાશિઓ માટે યાદગાર રહેશે વર્ષ 2024, માલવ્ય યોગ કરશે માલામાલ


- જીવનમાં આવતી બાધાઓને દૂર કરવા અને શત્રુઓને પરાજિત કરવા માટે કાલભૈરવ જયંતીના દિવસે પાંચ કે સાત લીંબુની માળા બનાવી કાળભૈરવ બાબાને ચડાવો.


- જો જીવનમાં આર્થિક તંગીથી તમે પરેશાન થઈ ગયા હોય તો કાલ ભૈરવ જયંતિ પર કાળા કૂતરાને મીઠી રોટલી એટલે કે રોટલી સાથે ગોળ ખવડાવો.


આ પણ વાંચો: પતિ તરફથી ન મળતો હોય પ્રેમ અને થતા હોય ઝઘડા તો ઘરની આ દિશામાં રાખો એલોવેરાનો છોડ


- જો તમારા શરીરમાં રોગ ઘર કરી ગયા હોય તો રોગથી મુક્તિ મેળવવા માટે કાલભૈરવ જયંતીના દિવસે જરૂરિયાતમંદ લોકોને ઘઉં, ગરમ કપડા કે કાળા ધાબડાનું દાન કરો. 


- રાહુ કે કેતુ સંબંધિત દોષ દૂર કરવા માટે અને નકારાત્મક શક્તિઓથી બચાવ કરવા માટે કાલ ભૈરવ જયંતીના દિવસે ભૈરવનાથ મંદિરમાં જઈને કાલભૈરવાષ્ટકનો પાઠ કરવો. 


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)