Kala Dhaga : ઘણી વખત તમે જોયું હશે કે લોકો પોતાના હાથ અને પગમાં કાળો દોરો બાંધે છે. કેટલાક લોકો તેને ફેશન માને છે તો કેટલાક લોકો નજર દોષ દૂર કરવા માટે દોરો બાંધ્યો હોય તેવું માને છે. પરંતુ હકીકતમાં કાળો દોરો બાંધવાના અન્ય ઘણા ફાયદા છે. આજે તમને આ ફાયદાઓ વિશે જણાવીએ. કાળો દોરો પહેરવાથી કુંડળીમાં શનિ ગ્રહ મજબૂત થાય છે અને શશિ દોષથી મુક્તિ મળે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


અંતિમ સંસ્કાર સમયે મૃત શરીરના માથા પર મારવામાં આવે છે ડંડા, કારણ જાણી હચમચી જશો


અમીર બનવાનું સપનું થશે પુરુ, અપનાનો ચમત્કારી વાસ્તુ ટિપ્સ અને ઘરમાં કરો આ ફેરફાર


ગુરુવારનો દિવસ કઈ કઈ રાશિના જાતકો માટે છે શુભ અને કઈ રાશિએ રહેવું સાવધાન જાણો


કાળો દોરો બાંધવાના ફાયદા


- શાસ્ત્રોમાં જણાવાયું છે કે હાથ કે પગમાં કાળો દોરો એમ જ બાંધવો ન જોઈએ. કાળો દોરો બાંધતા પહેલા તેમાં નવ ગાંઠ વાળવી જોઈએ. 


- કાળો દોરો બાંધતા પહેલા શુભ મુહૂર્તનું ધ્યાન રાખવું જરૂરી છે. શક્ય હોય તો જ્યોતિષી નું સંપર્ક કરીને જ કાળો દોરો બાંધવો કારણ કે કાળો દોરો જીવનમાં આવનાર સમસ્યાઓને દૂર પણ કરે છે.


- જો ઘરમાં કોઈ વ્યક્તિ કે બાળક વારંવાર બીમાર થતું હોય તો તેના રૂમમાં કાળો દોરો બાંધી દેવો જોઈએ. તેનાથી વ્યક્તિની બીમારી દૂર થવા લાગશે.


- શાસ્ત્રો અનુસાર જ્યારે કોઈ વ્યક્તિ કાળો દોરો ધારણ કરે છે તો ગાયત્રી મંત્રનો જપ કરવો જોઈએ. 


- ઘરના દરવાજા પર કાળા દોરામાં લીંબુ અને મરચાં બાંધીને લટકાવવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને સકારાત્મક ઊર્જા વધે છે. 


- જો બાળકની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય અને તે વારંવાર બીમાર પડતું હોય તો તેના પગમાં કાળા દોરા બાંધી દેવા જોઈએ.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)