Gujarat Temples : આજથી નવરાત્રિના પાવન પર્વની શરૂઆત થઈ ગઈ છે. 30 વર્ષ બાદ ચિત્રા નક્ષત્ર, બુધાદિત્ય યોગમાં નવરાત્રિનો પ્રારંભ થયો છે. આ નવરાત્રિએ માતા અંબા હાથી પર સવાર થઈને આવશે. આજે ગુજરાતના તમામ મંદિરોમાં સવારે ઘટ સ્થાપના કરવામાં આવી રહી છે. સવારે 10:30 વાગ્યા સુધી તમામ મંદિરોમાં ઘટ સ્થાપન કરાશે. ભદ્રકાળી મંદિરમાં સવારે 7:30 કલાકે ઘટ સ્થાપન કરાયું. તો કચ્છમાં માતાના મઢ ખાતે ઘટ સ્થાપન કરવામાં આવ્યું. માધુપુરાના અંબાજી મંદિરમાં સવારે 7 કલાકે ઘટ સ્થાપન કરાયું. વૈષ્ણોદેવી મંદિરમાં સવારે 7 કલાકે ઘટ સ્થાપન કરાયું. ભદ્રકાળી મંદિરમાં આઠમની રાત્રે હવન, માતાજીનો વિશેષ શણગાર કરાશે. આજે પહેલાં નોરતે મા શૈલપુત્રની પૂજા થશે. વહેલી સવારથી માતાજીના મંદિરમાં લોકો ઊમટી પડ્યા છે. પાવાગઢ, બહુચરાજી, અંબાજીમાં ભક્તોની ભીડ જોવા મળી છે. ચોટીલા અને માતાના મઢે ભક્તો ઉમટ્યા છે.    


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજથી શારદીય આંસુ નવરાત્રીનો જુનાગઢ શહેરમાં ધામધૂમ પૂર્વક પ્રારંભ થયો છે. ત્યારે જૂનાગઢના અતિ પ્રાચીન એવા આશરે 800 વર્ષ પુરાણા વાઘેશ્વરી મંદિરે વહેલી સવારથી જ ભક્તોની ભીડ જોવા મળી હતી. વહેલી સવારે માતાજીની આરતી સાથે જ્યારે નવલા નોરતાનો પ્રારંભ થયો છે ત્યારે ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તો બીજી તરફ ગરવા ગિરનાર પર બિરાજમાન જગતજનની માં અંબાના શિખરે પણ ઘટ સ્થાપન સાથે સમગ્ર જુનાગઢ શહેરમાં નવરાત્રિનો પ્રારંભ થતાં સમગ્ર જૂનાગઢ શહેર હાલમાં જગતજનની ની ભક્તિમાં તરબોળ બન્યું છે. 


મા મહાકાળીના ધામમાં નવરાત્રિનો ભવ્ય પ્રારંભ : ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, મંદિરમાં દર્શનના સમયમાં કરાયો ફેરફાર


ગુજરાતના પ્રગતિશીલ ખેડૂતે સોશિયલ મીડિયામા જોઈને એવું ફળ ઉગાડ્યુ, લાખોની આવક કરતા થયા