Kalashtami 2024: કાલાષ્ટમી ભગવાન શિવના રૌદ્ર સ્વરૂપ કાલ ભૈરવને સમર્પિત હોય છે. આ દિવસે કાલ ભૈરવની પૂજા કરવામાં આવે છે. માનવામાં આવે છે કે કાલ ભૈરવની ઉપાસના કરનાર પર કોઈ સંકટ આવતું નથી. અને જો વ્યક્તિના જીવનમાં કોઈ દુ:ખ અથવા પરેશાની છે તો તે પણ દૂર થઈ જાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કાલાષ્ટમી તિથિ પર ભક્તો ભગવાન શિવની પણ પૂજા કરે છે. કાલાષ્ટમીના વિશેષ ઉપાયો કરવાથી પણ ઘરમાં સુખ, સમૃદ્ધિ આવે છે. કેટલાક ઉપાયોથી વાસ્તુ દોષ પણ દૂર થાય છે. જો તમે પણ તમારા જીવનમાંથી દુઃખ અને કષ્ટ દૂર કરવા માંગો છો તો કાલાષ્ટમી તિથિ પર આ રીતે ભગવાન શિવની પૂજા કરો. સાથે જ આ દિવસે ભગવાન શિવને અતિપ્રિય આ વસ્તુઓમાંથી કોઈપણ એક ઘરે લાવો.


આ પણ વાંચો: રસોડામાં ક્યારેય ખુટવી ન જોઈએ આ વસ્તુઓ, ખાલી થવાથી માં લક્ષ્મી થાય છે નારાજ


ડમરું


જો તમે ઘરના વાસ્તુ દોષોને દૂર કરવા માંગો છો તો કાલાષ્ટમી પર ડમરું જરૂરથી ઘરે લાવો. ડમરું ઘરમાં રાખવાથી સકારાત્મક ઉર્જા વધે છે. તેમજ ભગવાન શિવની કૃપાથી વાસ્તુ દોષનો ખરાબ પ્રભાવ દુર થાય છે. તેથી કાલાષ્ટમીના દિવસે ડમરું ઘરે લાવો ત્યારપછી રોજ પૂજા પછી ઘરમાં ડમરું વગાડો.


ત્રિશૂળ


જો તમે ભગવાન શિવની કૃપા મેળવવા માંગતા હોય તો કાલાષ્ટમીએ ત્રિશૂળ લાવવું. તેની વિધિ-વિધાનથી પૂજા અને મંદિરમાં રાખો. એવું માનવામાં આવે છે કે ઘરમાં ત્રિશૂળ રાખવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. તેની સાથે સુખ-સમૃદ્ધિ પણ વધે છે.


આ પણ વાંચો: 15 જાન્યુઆરીએ ઉજવાશે મકરસંક્રાંતિ, જાણો આ દિવસે શું કરવું અને શું નહીં


ચંદ્ર


જો તમારે કુંડળીમાં ચંદ્રને બળવાન બનાવવો હોય તો કાલાષ્ટમી પર ચાંદીથી બનાવેલો ચંદ્ર ઘરે લાવો. મંદિરમાં તેને પધરાવી તેની પૂજા કરી તેને ઘરની તિજોરીમાં રાખો. આ ઉપાય કરવાથી ધન ધાન્ય વધે છે. 


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)