Kamakhya Mandir: કાળા જાદુ અને તાંત્રિક વિધિ માટે પ્રખ્યાત છે આ મંદિર, મંદિર સાથે જોડાયેલા છે અનેક રહસ્ય
Kamakhya Mandir: આ સિદ્ધપીઠ વ્યક્તિની કોઈપણ મનોકામનાને પૂરી કરી શકે છે. ખાસ કરીને તંત્રવિદ્યા જાણનાર લોકો અહીં મોટી સંખ્યામાં આવે છે. માન્યતા છે કે તાંત્રિક વિદ્યા માતાની સાધના પછી જ પ્રાપ્ત થાય છે તેવામાં કામાખ્યા મંદિર ખાતે એવા ઘણા સાધુઓ છે જેને આ મહાવિદ્યા પ્રાપ્ત છે.
Kamakhya Mandir: આપણા દેશમાં લાખો મંદિર આવેલા છે. તેમાંથી કેટલાક મંદિરમાં વિચિત્ર પરંપરાઓનું પાલન થતું હોય છે તો કેટલાક મંદિર રહસ્યોથી ભરપૂર હોય છે. આવું જ એક મંદિર છે કામાખ્યા મંદિર. કામાખ્યા મંદિર આસામમાં આવેલું છે જે કાળા જાદુ અને તાંત્રિક વિધિ માટે પ્રખ્યાત છે. માન્યતા છે કે આ સિદ્ધપીઠ વ્યક્તિની કોઈપણ મનોકામનાને પૂરી કરી શકે છે. ખાસ કરીને તંત્રવિદ્યા જાણનાર લોકો અહીં મોટી સંખ્યામાં આવે છે. કામાખ્યા મંદિર 51 શક્તિપીઠમાંથી એક પણ છે. માતા સતીના અંગ જે જગ્યા પર પડ્યા હતા ત્યાં શક્તિપીઠની સ્થાપના થઈ. કામાખ્યા મંદિર ખાતે માતાની યોની પડી હતી.
આ પણ વાંચો: Tantra Mantra: જો કોઈ સાથે બને આવી ઘટનાઓ તો સમજી લેવું તેના પર છે મેલી વિદ્યાની અસર
તાંત્રિક પૂજા માટે પ્રખ્યાત
માન્યતા છે કે તાંત્રિક વિદ્યા માતાની સાધના પછી જ પ્રાપ્ત થાય છે તેવામાં કામાખ્યા મંદિર ખાતે એવા ઘણા સાધુઓ છે જેને આ મહાવિદ્યા પ્રાપ્ત છે.. અહીં મોટી સંખ્યામાં એવા લોકો આવે છે જેમના ઉપર કાળો જાદુ થયો હોય. અહીં પૂજા અને હવન કરવાથી નકારાત્મક ઊર્જા દૂર થાય છે અને વ્યક્તિને તંત્ર મંત્રથી મુક્તિ મળે છે. કામાખ્યા મંદિર ખાતે નકારાત્મકતાને દૂર કરવાના તાવીજ પણ મળે છે જેને પહેરવાથી મેલીવિદ્યાની અસર દૂર થાય છે. કામાખ્યા મંદિર ખાતે માતા કાલી અને કામાખ્યા માતાની પૂજા કરવામાં આવે છે. કામાખ્યા મંદિરમાં વશીકરણ માટે પૂજા અને હવન પણ કરવામાં આવે છે. અહીં લોકો મેલી વિદ્યાને દૂર કરવા માટે વશીકરણ પૂજા કરાવે છે.
આ પણ વાંચો: Rudraksha: વિજ્ઞાને પણ માન્યું રુદ્રાક્ષ મટાડી શકે છે રોગ, હાર્ટ એટેકનું ટળશે જોખમ
જૂન મહિનો હોય છે ખાસ
કામાખ્યા મંદિર બ્રહ્મપુત્ર નદીના કિનારે આવેલું છે. વર્ષ દરમિયાન જૂન મહિનો આ મંદિર માટે ખાસ હોય છે કારણ કે જૂન મહિનામાં માતાનું માસિક ચક્ર હોય છે અને તેના ત્રણ દિવસ દરમિયાન બ્રહ્મપુત્ર નદીનું પાણી પણ લાલ રંગનું થઈ જાય છે. આ ત્રણ દિવસ દરમિયાન માતાના ગર્ભ ગૃહનો દરવાજો બંધ રાખવામાં આવે છે અને માતાને સફેદ લાંબુ લાલ રંગનું વસ્ત્ર ચઢાવવામાં આવે છે. જ્યારે મંદિરના દરવાજા ખુલે છે ત્યારે કપડાનો રંગ બદલેલો હોય છે. આ વસ્ત્રનું ભક્તો વચ્ચે વિતરણ થાય છે કારણ કે તેને શુભ માનવામાં આવે છે. આ સમય દરમિયાન કામાખ્યા ખાતે પ્રખ્યાત મેળો પણ ભરાય છે.
આ પણ વાંચો: વર્ષ 2024 માં શનિ આ 5 રાશિના લોકોનો કરશે બેડોપાર, રૂપિયાથી ઠસોઠસ ભરેલી રહેશે તિજોરી
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)