Tantra Mantra: જો કોઈ વ્યક્તિ સાથે અચાનક બને આવી ઘટનાઓ તો સમજી લેવું તેના પર છે મેલી વિદ્યાની અસર

Black Magic: તંત્ર મંત્ર અને બ્લેક મેજીક વર્ષોથી થાય છે. કેટલાક લોકો તેને માને છે તો કેટલાક માનતા નથી. કેટલાક લોકો તંત્ર-મંત્રનો પ્રયોગ સારા કામ માટે કરે છે જ્યારે કેટલાક લોકો તંત્રના ટોટકાનો પ્રયોગ લોકોને નુકસાન પહોંચાડવા માટે કરે છે. કાળા જાદુ અને ટોણા ટોટકાથી લોકોને વશમાં પણ કરી શકાય છે અને તેને ગંભીર નુકસાન પણ પહોંચાડી શકાય છે. 

1/8
image

શુકનશાસ્ત્રમાં આવા તંત્ર-મંત્ર અને ટોટકાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. શુકનશાસ્ત્રમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે જ્યારે કોઈ વ્યક્તિ પર કાળો જાદુ થાય છે તો તેને કેટલાક સંકેતો જોવા મળે છે. આજે તમને જણાવીએ એવા સંકેતો વિશે જ દર્શાવે છે કે તમારા પર કોઈએ કાળા જાદુનો પ્રયોગ કર્યો છે.

2/8
image

જ્યારે કોઈ વ્યક્તિ પર ટોટકા કે કાળા જાદુનો પ્રયોગ થયો હોય છે તો તે વ્યક્તિનો પોતાના પર કાબુ રહેતો નથી. આવી સ્થિતિમાં વ્યક્તિ વિચિત્ર હરકતો કરવા લાગે છે 

3/8
image

એકદમ સ્વસ્થ વ્યક્તિ અચાનક જ કોઈપણ કારણ વિના બીમાર પડે અને તેની બીમારી સમજી શકાય નહીં તેવી હોય તો સમજી લેવું કે તેના પર કાળા જાદુની અસર છે.

4/8
image

ઘરમાં રાખેલો તુલસીનો છોડ અચાનક જ સુકાઈ જાય. ઘરના આંગણામાં કોઈ મૃત પક્ષી કે પશુ આવીને પડે તો તે અશુભ સંકેત છે.

5/8
image

વ્યક્તિના સ્વભાવમાં અચાનક જ પરિવર્તન થવા લાગે અને તે પોતાની જાતને બધા જ કાર્યમાં સાચી જ ગણાવવાનો પ્રયત્ન કરવા લાગે તો સમજી લેવું કે તેના પર કોઈએ ટોણા ટોટકા કરેલા છે.

6/8
image

જ્યારે કાળો જાદુ થાય છે તો તેને નોકરી કે બિઝનેસમાં રસ નથી રહેતો અને તે કામમાં સતત નિષ્ફળ જવા લાગે છે.

7/8
image

જે વ્યક્તિ પર ટોણા ટોટકા થાય છે તે વ્યક્તિને અચાનક એકલું રહેવાનું ગમવા લાગે છે તેના નખનો રંગ કાળો થવા લાગે છે.

8/8
image

જે વ્યક્તિ પર ટોણા ટોટકા થાય છે તેને રાત્રે ઊંઘમાં ભયાનક સપના આવે છે. કાળા જાદુનો સંકેત કરે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)