Mahashivratri 2023:ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ચૌદશની તિથિ પર મહાશિવરાત્રીનો પર્વ ઉજવવામાં આવે છે. આવશ્ય 18 ફેબ્રુઆરી 2023 ના દિવસે મહાશિવરાત્રી ઉજવાશે. આ સાથે જ આ વર્ષે શની પ્રદોષ, સર્વાર્થ સિદ્ધયોગ અને મહાશિવરાત્રી એક સાથે હોવાથી શુભ યોગ બની રહ્યો છે. આ કારણે આ દિવસનું મહત્વ પણ વધી જાય છે. મહાશિવરાત્રીના પર્વ પર મહાદેવ અને માતા પાર્વતીની વિધિ વિધાન થી પૂજા કરવાથી લાભ પ્રાપ્ત થાય છે. ખાસ કરીને જો તમે કરજના બોજ નીચે દબાયેલા હોય તો કરજ મુક્તિ માટે અને ધન પ્રાપ્તિ માટે આ ઉપાય કરી શકો છો. શિવપુરાણમાં કરજ મુક્તિ માટે કેટલાક ખાસ ઉપાયો જણાવ્યા છે જેને મહાશિવરાત્રીના દિવસે કરવાથી કરજ મુક્તિ થાય છે અને આર્થિક સંપન્નતા વધે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


સોમવતી અમાસના દિવસે કરેલી આ ભુલ જીવન કરે છે બરબાદ, તુટી પડે છે દુ:ખના ડુંગર


Holi 2023: નવી દુલ્હન હોળી પર અજાણતાં પણ આવી ભૂલ ન કરે, જિંદગીભર પસ્તાવાનો વારો આવશે


આ દિવસોમાં ઘરે ન બનાવવી રોટલી, થાય છે અપશુકન અને ધનહાનિ



કરજ મુક્તિ માટે મહાશિવરાત્રી પર કરો આ ઉપાય

- મહાશિવરાત્રીના દિવસે શિવ મંદિરમાં જઈને શિવલિંગ ઉપર ઘી અને તલ અર્પણ કરો. સાથે જ ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. આમંત્રણનો જાપ કરીને 1100 વખત ઘી ચડાવવાથી કરજ મુક્તિ થાય છે.


- આ વર્ષે મહાશિવરાત્રી પર શનિ પ્રદોષ હોવાથી શિવલિંગ ઉપર બીલીપત્ર અર્પણ કરીને ગરીબોને ખીર ખવડાવો. તેનાથી ધન પ્રાપ્તિના યોગ સર્જાય છે. 


- ધન પ્રાપ્તિ માટે મહાશિવરાત્રીના દિવસે શિવલિંગ ઉપર શેરડીના રસનો અભિષેક કરવો જોઈએ. તેનાથી વૈવાહિક જીવનમાં મીઠાશ આવે છે અને આર્થિક સમસ્યાઓથી મુક્તિ મળે છે.


- મહાશિવરાત્રીના દિવસે સર્વાર્થ સિદ્ધિ યુગમાં 108 વખત ઓમ ઋણ મુક્તેશ્વર મહાદેવાય નમઃ મંત્રનો જાપ કરીને શિવલિંગ ઉપર મસૂરની દાળ અર્પણ કરવી. આમ કરવાથી આર્થિક સ્થિતિ મજબૂત થાય છે અને કરજથી મુક્તિ મળે છે.