Vastu Tips: માન્યતા છે કે જો વાસ્તુશાસ્ત્રના કેટલાક નિયમોનું પાલન ન કરવામાં આવે તો તેનું પરિણામ ભોગવવું પડે છે. ખાસ કરીને ઘરમાં વાસ્તુશાસ્ત્ર મુજબ કઈ દિશામાં સાવરણી અને મોપ રાખવા જોઈએ તેનું ધ્યાન રાખવું જરૂરી છે. જો આમ કરવામાં ન આવે તો ઘરમાં દરિદ્રતા વધે છે.  જો સાવરણી, કચરો અને મોપ યોગ્ય દિશામાં રાખવામાં ન આવે તો ઘરમાંથી સુખ-સમૃદ્ધિ જતી રહે છે. ચાલો તમને જણાવીએ વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની કઈ દિશામાં અને સાવરણી અને મોપ રાખવા યોગ્ય રહે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સાવરણીનું મહત્વ 
 
હિન્દુ ધર્મમાં સાવરણીનું ખૂબ મહત્વ છે. સાવરણીથી માત્ર ઘર સાફ થાય તેવું નથી. તે નકારાત્મકતાને દૂર કરીને સુખ-સમૃદ્ધિ લાવવાનું પણ કામ કરે છે. જો કોઈ વ્યક્તિ સાવરણી રાખતી વખતે ભૂલ કરે છે તો તેને તેનું પરિણામ ભોગવવું પડી શકે છે. જો સાવરણી રાખવાના મુખ્ય નિયમોનું પાલન ન કરવામાં આવે તો તે અનેક પ્રકારની મુશ્કેલીને આમંત્રણ મળે છે. તેના કારણે ઘરની સમૃદ્ધિ પણ નષ્ટ થઈ શકે છે અને વ્યક્તિને ગરીબીનો સામનો પણ કરવો પડી શકે છે.


આ પણ વાંચો:


મિથુન, કર્ક અને સિંહ રાશિ માટે આગામી સપ્તાહ શુભ, જાણો તમારી રાશિનું સાપ્તાહિક રાશિફળ


30 વર્ષ પછી આ રાશિઓ પર પ્રસન્ન થશે માં દુર્ગા, નવરાત્રિ દરમિયાન ધનના થશે ઢગલા


Vastu Tips: તમારા ઘરમાં વાસ્તુ દોષ છે? તો અપનાવો આ ઉપાય, દુર થશે વાસ્તુ દોષનો પ્રભાવ


દેવી લક્ષ્મીનું પ્રતીક 
 
હિન્દુ ધર્મમાં સાવરણીને ખૂબ મહત્વ આપવામાં આવે છે. એટલા માટે ધનતેરસ દરમિયાન દરેક હિંદુ ઘરમાં નવી સાવરણી લાવવામાં આવે છે. કારણ કે સાવરણીમાં દેવી લક્ષ્મીનો વાસ છે તેમ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે ઝાડુ પર પગ ન મૂકવો જોઈએ અને જો કોઈ વ્યક્તિ તેના પર પગ મૂકે તો તુરંત ઝુકીને તેની ક્ષમા માંગવી જોઈએ.


સાવરણી કઈ દિશામાં રાખવી?


વાસ્તુશાસ્ત્ર અનુસાર સાવરણી રાખવાની સાચી દિશા દક્ષિણ-પશ્ચિમ અથવા પશ્ચિમ દિશા છે. તેનાથી વિપરીત ઉત્તર-પૂર્વ દિશાને સાવરણી રાખવા માટે અશુભ માનવામાં આવે છે. આ દિશામાં સાવરણી રાખવાથી વ્યક્તિને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આ સિવાય સાવરણીને હંમેશા છુપાયેવીને રાખવી અને ખાસ તો રસોડામાં ન રાખવી જોઈએ.


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)