Fitkari ke Upay: જ્યોતિષશાસ્ત્રમાં એવી ઘણી વસ્તુઓ વિશે જણાવવામાં આવ્યું છે જેને તિજોરીમાં રાખવાથી અનેક લાભ થાય છે. આવી જ શુભ વસ્તુઓમાંથી એક છે ફટકડી. ફટકડીને ધન આકર્ષિત કરનાર વસ્તુ માનવામાં આવે છે. ફટકડીના પ્રભાવથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. ખાસ કરીને જો તમે ઘરની તિજોરીમાં અથવા તો ધન રાખવાની જગ્યાએ ફટકડીનો એક ટુકડો રાખો છો તો તેનાથી અનેક પ્રકારના લાભ થાય છે. આજે તમને તિજોરીમાં ફટકડી રાખવાથી થતા આ ફાયદા વિશે વિસ્તારપૂર્વક જણાવીએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: બુધ ગ્રહનો કર્ક રાશિમાં થયો ઉદય, 3 રાશિઓનું નોકરીમાં વધશે પદ અને મળશે અઢળક ધન


તિજોરીમાં ફટકડી રાખવાથી થતા લાભ 


ઘરની તિજોરીમાં માં લક્ષ્મીનો વાસ હોય છે. માતા લક્ષ્મી ધનના દેવી છે. ફટકડી ધન આકર્ષિત કરવાનું શ્રેષ્ઠ સાધન છે. ઘરની તિજોરીમાં જો ફટકડી રાખવામાં આવે તો ઘરની આર્થિક સ્થિતિ મજબૂત થાય છે. 


આ પણ વાંચો: સોમવતી અમાસની રાત્રે ગુપ્ત રીતે કરી લો આ કામ, સાત પેઢી બેસીને ખાશે એટલી વધશે સમૃદ્ધિ


તિજોરીમાં ફટકડી રાખવાથી ઘરમાં ધનનો અભાવ રહેતો નથી. ઘરમાં ધનની આવકને બાધિત કરતા દોષ દૂર થાય છે. જો કોઈ ગ્રહ દોષના કારણે ધનહાનિ થતી હોય તો તેમાંથી પણ રાહત મળે છે. ઘરની તિજોરીમાં ફટકડી રાખવાથી ઘરમાં ધન વૃદ્ધિ થાય છે. તેના માટે જરૂરી છે કે ફટકડીને તિજોરીમાં યોગ્ય વિધિનું પાલન કરીને મુકવામાં આવે.


આ પણ વાંચો: Ganesh Chaturthi 2024: આ વર્ષે 2 દિવસ હશે ચતુર્થી, જાણો ગણેશ સ્થાપના કયા દિવસે કરવી?


ધનની આવક વધે તે માટે તિજોરીમાં ફટકડી રાખવી હોય તો શુક્રવારના દિવસે આ કામ કરો. તેના માટે શુક્રવારે માં લક્ષ્મીની વિધિ-વિધાનથી પૂજા કરો. ત્યારબાદ માં લક્ષ્મીની સામે લાલ ગુલાબ અને ફટકડીનો ટુકડો મુકો. પૂજા કર્યા પછી શુભ મુહૂર્ત જોઈ પૂજામાં રાખેલી ફટકડીને લાલ કપડામાં બાંધીને તિજોરીમાં રાખવી જોઈએ. આ રીતે તિજોરીમાં ફટકડી મુકવાથી તુરંત જ પ્રભાવ જોવા મળે છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)