Money Bowl: ફેંગશૂઈની વસ્તુઓ પણ બજારમાં સરળતાથી મળી જાય છે. આ વસ્તુઓને ઘરમાં રાખવાથી લાભ થાય છે. ફેંગશૂઈની કેટલીક વસ્તુઓ ઘરમાં ગુડ લક લાવે છે. આવી વસ્તુઓમાંથી જ એક છે ફેંગશૂઈ મની બાઉલ. મની બાઉલ ઘરમાં રાખવાથી ધન સંબંધિત સમસ્યા દૂર થાય છે અને ઘરમાં ધનની આવક થાય છે. માનવામાં આવે છે કે મની બાઉલ ઘરમાં રાખવાથી ચુંબકની જેમ ઘર તરફ ધન આકર્ષિત થાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દરેક વ્યક્તિ પૈસા કમાવા માટે અને પરિવારને સુખ સમૃદ્ધિ આપવા માટે દિવસ રાત મહેનત કરે છે. પરંતુ તેમ છતાં લોકોને ભાગ્યનો સાથ મળતો નથી. આવી સ્થિતિમાં મની બાઉલ તમારી ચિંતા દૂર કરી શકે છે. મની બાઉલ ઘરમાં રાખવાથી તમે ધન આકર્ષિત કરી શકો છો. તો ચાલો તમને જણાવીએ કે ફેંગશૂઈ મની બાઉલ કેવી રીતે રાખવો અને તે કેવી રીતે અસર કરે છે.


આ પણ વાંચો:


Palmistry: શું તમને અચાનક મળશે પૈસા અને જમીન-મિલકત ? આ રીતે ચેક તકો તમારી હથેળીમાં


Vastu Tips: ઘરમાં આ બાબતોમાં વાસ્તુના નિયમોનું કરશો પાલન તો નક્કી બનશો કરોડપતિ


Mole on Body Part: શરીરના આ અંગ પર હોય લાલ તલ તો અચાનક મળે છે અઢળક ધન


મની બાઉલમાં પાંચ તત્વોનો સમાવેશ થાય છે. પૃથ્વી, અગ્નિ, વાયુ, જળ અને લાકડું. આ પાંચ તત્વોને જે દિશામાં રાખવામાં આવે ત્યાં ધનનો પ્રવાહ જળવાઈ રહે છે.


ફેંગશૂઈ અનુસાર મની બાઉલ ને મુખ્ય દરવાજા સામે અને લિવિંગ રૂમમાં રાખી શકાય છે. મની બાઉલ રાખવા માટે આ બે જગ્યા શુભ માનવામાં આવે છે અહીં રાખેલું મની બાઉલ ધનને આકર્ષિત કરે છે. જો કે મની બાઉલને ક્યારેય ઓફિસમાં, બાથરૂમમાં કે સીંક પાસે રાખવો નહીં. મની બાઉલ સરળતાથી બજારમાં પણ મળી જાય છે. તમે ઈચ્છો તો તમાલપત્ર પર તમારા મનની ઈચ્છા લખી તેમાં મુકી શકો છો. તેનાથી મનોકામના પૂર્ણ થાય છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)