Mole on Body Part: શરીરના આ અંગ પર હોય લાલ તલ તો અચાનક મળે છે અઢળક ધન
Mole on Body Part: દરેક વ્યક્તિને શરીર પર અલગ અલગ અંગો પર તલ આવેલા હોય છે. આમ તો તલ સાવ સામાન્ય લાગે છે પરંતુ આ તલ વ્યક્તિના જીવનના મહત્વના તબક્કા અંગે સંકેત પણ કરે છે. તલ પણ બે રંગના હોય છે. કાળા અને લાલ બંને રંગના તલનું મહત્વ અલગ અલગ હોય છે. આજે તમને જણાવીએ શરીરના કયા અંગ પર કેવો તલ શુભ ફળ આપે.
Trending Photos
Mole on Body Part: શરીરના વિશેષ અંગો પર તલ કેવું ફળ આપે આ અંગે જ્યોતિષશાસ્ત્રમાં વિશેષ રૂપે જણાવેલું છે. તલ બે પ્રકારના હોય છે કાળા અને રાતા એટલે કે લાલ કાળા તલ વ્યક્તિ પર વિશેષ રૂપે શનિને પ્રભાવને કારણે હોય છે અને રાતા એટલે કે લાલ તન મંગળના વિશેષ પ્રભાવને કારણે હોય છે શરીરના કોઈપણ ભાગ પર તલ હોય તેની શુભ કે અશુભ અસર શરીર ના જે તે જગ્યા અનુસાર થતી હોય છે માટે જ આપણે સૌ કોઈ ને જોઈએ કે શરીર પર તલ જોઈએ ત્યારે કહીએ છીએ કે આ વ્યક્તિને અહીં તલ છે અને બહુ લાભ થતો હશે અને તેવું લોકોના જીવનમાં બનતું પણ હોય છે ચાલો જાણીએ આ તલ કેવા પ્રકારની અસરો કરે છે અને શું ફળ આપે છે.
કાળો તલ
શનિનો કાળો તલ મનુષ્યને કુનેહ હોશિયારી ચાલાકી દીર્ઘદ્રષ્ટિ જેવા ગુણો આપે છે મુખ્યત્વે કલા તલ નું ફળ ઉંમરના 37 વર્ષની પહેલા મળી જાય છે
લાલ તલ
મંગળનો લાલ તલ મનુષ્યને બળવાન શક્તિ શાળી નિયમિતતા અને સાહસ આપી મજબૂત અને નીતિથી ચાલનાર બનાવે છે લાલ તનુ ફળ ઉંમરના 28 વર્ષ પહેલા મળી જાય છે
શરીરના અંગો અનુસાર કાળા કે લાલ તલ નું શુભ અશુભ ફળ જાણો ક્યારે અને કેવો મળશે લાભ જાણો
આ પણ વાંચો:
શાસ્ત્રમાં તલ અંગે પણ પુરુષ માટે જમણા અંગને અને સ્ત્રીને ડાબા અંગે હોય તેને વધુ લાભદાયી ગણ્યા છે
મસ્તક કે કપાળ પર તલ: જમીન મકાનથી લાભ, સારૂં ઘર મળે. માતૃસુખ અને મકાન પ્રાપ્તિ લાભદાયી નસીબદાર વ્યક્તિ ગણાય
ખભાપર તલ: સારા ભાઈ ભાંડુ અને સાહસ સુચક ગણાય પોતાના પરાક્રમે જીવનમાં સફળતા મેળવે ખૂબ પ્રગતિ કરે વિચરશીલ સત્તાપ્રિય સાણી સમજદાર વ્યક્તિ હોવ.
ભ્રમર ઉપર તલ: ઉત્તમ સૌભાગ્યની નિશાની છે અને જો પુરુષ હોય તો ઉત્તમ જીવનસાથી મળે લગ્ન જીવન સુખી રહે અને સમૃદ્ધ રહે.
નેત્ર પર કે નેત્રની અંદર તલ : આકસ્મિક ધનલાભ કરે છે સુખી સમૃદ્ધ બનાય અથવા સુખી સમૃદ્ધ જીવન વ્યતીત થાય મિત્રોનો લાભ રહે.
હાથ પર તલ: આર્થિક લાભ, નોકરી ધંધા વ્યવસાયની સુંદર આવડત હોય. ધનલાભ ઉજવળ કાર્ય રહે નસીબદાર કહેવાય કલાકાર બની શકાય, હાથ પર લીધેલા કાર્યો પાર પડે
હૃદય છાતીના ભાગ પર તલ - ધામિર્કતા અને ઇશ્વરીય આશિવાદ મળે. સુખી સંપન્ન ઘરમાં જન્મ થયો હોય એકંદરે સુખી સંતાન સુખ સારું
કમર પર તલ: મોજીલો આનંદી સ્વભાવ આનંદ મળે સારા મિત્ર જેવો જીવનસાથી મળે નોકરી વ્યવસાયમાં પ્રગતિ
નાભી- સ્ત્રીને નાની મોટી પીડા પુરુષને નોકરીમાં અસંતોષ અહીં તલ નાની મોટી સમસ્યા શારીરિક તકલીફ અને થોડી ઘણી આર્થિક તકલીફ પણ આપે છે જીવનમાં સંઘર્ષ ખૂબ કરાવે
તલ પગના તળીયામાં તલ ,સારુ પદ યશ માન પ્રતિષ્ઠા મળે નસીબદાર વ્યક્તિ હોય તેના હાથે ઉજવળ કાર્ય થયા કરે જીવનમાં સારી તક મળે સુખી જીવન વ્યતીત થાય.
હોઠ પર તલ: મધુરવાણીથી પ્રિય વસ્તુ લાભ થાય સુંદર કલાકાર બની શકે ઉત્તમ વાણી થી કોઈને પણ સમજાવી શકે ભરોસાપાત્ર વ્યક્તિ હોય ધન સુખ પણ મળતું રહે કાર્ય પણ સફળ થાય.
દાઢી પર તલ : નસીબદાર ગણાય સ્વભાવે થોડા ઉગ્ર અને ચોખ્ખું કહેનારા હોય, જીવનમાં આર્થિક લાભ મળે નાના મોટા ક્લેશ જીવનમાં રહ્યા કરે.
ગાળા પર તલ: અણધારી તક અને સફળતા મળે ઊંડા પાણીથી ડરવાનો ભય લાગે જીવનમાં ઘણા મિત્રો હોય પોતાના કુટુંબનો પણ સાથ મળે સારું ધન સુખ મળે.
આ પણ વાંચો:
પીઠપર તલ : નુકશાની અને પરાજય મળી શકે.અણધાર્યા શત્રુનો ભય રહે. યોગ્ય રીતે કાર્ય કરી હોવા છતાં નિષ્ફળતા મળ્યા કરે ઘણીવાર ખર્ચ વધારે અને આવક ઓછી થાય
મુખ પર તલ: મિત્ર લાભ થાય સારી યસ પ્રતિષ્ઠા મળે સુંદર કાર્ય કરવા વાળા હોય ખોટા કાર્યથી દૂર રહેનાર વેપાર ધંધા નોકરીમાં સફળ રહે સારું ધનલા પણ થઈ શકે.
પેટ પર તલ: સુંદર વસ્ત્રનો શોખ હોય આર્થિક સ્થિતિ સારી હોય. પ્રેમ ભર્યું મધુર જીવન હોય સારો પ્રેમાળ સ્વભાવ હોય સંતાન સુખ સારું રહે
નવા વસ્ત્રો આભૂષણો જીવનમાં મળ્યા કરે.
જાંગ (સાથળ) પર તલ: ભાગ્યશાળી વ્યક્તિની નિશાની છે જીવનમાં ખૂબ મોટી તકો મળે નોકરી ધંધા વ્યવસાયમાં સફળતા મળે વિદેશ જવાનો પણ લાભ મળે વિદેશમાં સેટ પણ થઈ શકે સુંદર દાંપત્ય જીવન રહે.
નાક પર તલ: સ્વતંત્ર વક્તા સ્વતંત્ર વિચાર વાળા હોવ લાંબી કારકિર્દી ધરાવનાર સ્વચ્છ અને સુંદર પ્રતિભા ધરાવનાર હોવ સારા જીવનસાથી મળે. નોકરી વ્યવસાયથી ધન લાભ થાય જીવનમાં સુખ સારું રહે પરિવારનો પ્રેમ મળે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે