Dhan Prapti Upay: જ્યોતિષશાસ્ત્રમાં ઝાડ અને છોડનું ખૂબ જ મહત્વ છે. કહેવાય છે કે છોડ અને ઝાડમાં ભગવાનનો વાસ હોય છે. હિન્દુ ધર્મમાં કેટલાક છોડ અને ઝાડની પૂજા કરવાનું પણ વિધાન છે. આવું જ પવિત્ર ઝાડ પીપળાનું છે જેનું જ્યોતિષશાસ્ત્રમાં પણ વિશેષ મહત્વ છે. પીપળાના ઝાડમાં ભગવાન વિષ્ણુનો વાસ હોવાનું કહેવાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીપળાના ઝાડને લઈને જ્યોતિષશાસ્ત્રમાં કેટલાક ઉપાય પણ દર્શાવવામાં આવ્યા છે જેને અજમાવીને સામાન્ય વ્યક્તિના જીવનની આર્થિક સમસ્યાઓનું નિવારણ આવી શકે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર પીપળાના ઝાડનું એક પાન પણ જો પર્સમાં યોગ્ય રીતે રાખવામાં આવે તો તેનાથી આર્થિક લાભ થઈ શકે છે. 


આ પણ વાંચો: Astro Tips: 5 શુભ યોગમાં ઉજવાશે દેવ ઉઠી એકાદશી, આ ઉપાય કરવાથી મેળવશો સુખ-સમૃદ્ધિ


પીપળાના પાનના ઉપાય


- જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિ લાંબા સમયથી કરજથી પરેશાન હોય તો મંગળવારના દિવસે પીપળાનું એક પાન ઘરે લઈ આવું અને તેને પર્સમાં રાખવું આમ કરવાથી કરજથી મુક્તિ મળવા લાગે છે.


- જો કોઈ વ્યક્તિના જીવનમાં ધનનો અભાવ હોય અને તે પૈસા કમાય તેનો ખર્ચ થઈ જતો હોય તો પીપળાનું પાન લેવું અને તેને ગંગાજળથી સાફ કરી માતા લક્ષ્મીની સામે રાખો. બીજા દિવસે સવારે આ પાનને પોતાના પર કે તિજોરીમાં રાખી દો. આમ કરવાથી ધન હાનિ નહીં થાય.


આ પણ વાંચો: Budh Gochar: 27 નવેમ્બરથી આ રાશિઓનો ગોલ્ડન પીરિયડ થશે શરુ, ચારેતરફથી થશે ધન લાભ


- શાસ્ત્રો અનુસાર જો કોઈ વ્યક્તિ વધારે પ્રમાણમાં જ ખર્ચ કરતો હોય અને તેની પાસે પૈસા ટકતા ન હોય તો માતા લક્ષ્મીનો ફોટો અને પીપળાનું પાન પર્સમાં રાખવું જોઈએ આમ કરવાથી હાથમાં પૈસો ટકવા લાગે છે.


- જો કોઈ વ્યક્તિને નોકરીમાં સફળતા ન મળતી હોય તો શનિવારના દિવસે પીપળાનું પાન પર્સમાં રાખવું આમ કરવાથી ઝડપથી પ્રમોશન મળે છે.


આ પણ વાંચો: Shukra Gochar 2023: આ 3 રાશિના લોકો ડિસેમ્બરમાં કરશે જલસા, જીવશે વૈભવી જીવન


- જો કોઈ મનોકામના ઘણા સમયથી અધુરી હોય તો તેને પૂરી કરવા માટે પીપળાનું એક પાન લેવું અને તેના ઉપર સિંદૂરથી પોતાની મનોકામના લખી ભગવાનની સામે રાખી દો. બીજા દિવસે સવારે આ પાનને પોતાના પર્સમાં રાખો તમારી મનોકામના ઝડપથી પૂરી થશે 


- પીપળાના પાનથી નજર દોષ પણ દૂર થાય છે જો કોઈ વ્યક્તિને નજર લાગી હોય તો પીપળાનું એક પાન લઇ તેની સાથે રાખી દો આમ કરવાથી ખરાબ નજરની અસર ઓછી થઈ જશે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)