Shree Yantra: શ્રી યંત્રની પૂજાથી માતા લક્ષ્મી થાય છે પ્રસન્ન, સુધરે છે આર્થિક સ્થિતિ, જાણો કેવી રીતે કરવી સ્થાપના
Shree Yantra: આ રીતે પૂજા કર્યા પછી શ્રીયંત્રને પૂજા ઘરમાં અથવા તો વ્યવસાયના ક્ષેત્રમાં સ્થાપિત કરો. શ્રી યંત્રની સ્થાપના પછી રોજ તેની પૂજા કરવી જરૂરી છે. પૂજામાં રોજ ગુલાબના ફૂલ શ્રી યંત્રને અર્પણ કરવામાં આવે તો ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે.
Shree Yantra: ધનના દેવી માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા માટે શ્રી યંત્રને મહત્વપૂર્ણ માનવામાં આવ્યું છે. આર્થિક સ્થિતિની મજબૂત કરવા માટે ઘરમાં શ્રી યંત્રની સ્થાપના કરવાનો વિધાન શાસ્ત્રમાં પણ કરવામાં આવ્યું છે. શત્રુ અનુસાર જે ઘરમાં નિયમિત રીતે શ્રી યંત્રની પૂજા થાય છે ત્યાં આર્થિક સંપન્નતા આવે છે. સાથે જ ઘરમાં સુખ સમૃદ્ધિ અને સૌભાગ્ય જળવાઈ રહે છે. ઘરમાં કાગળ, ભોજપત્ર, તાંબુ, ચાંદી, સોનુ, સ્ફટિક કે પ્લાસ્ટિક પર બનેલા શ્રી યંત્રનો ઉપયોગ પણ કરી શકાય છે.
શ્રી યંત્ર એક પ્રકારની આકૃતિ હોય છે. તેને શ્રી યંત્ર ઉપરાંત નવચક્ર કે મહામેરુ પણ કહેવાય છે. બધા જ યંત્રોમાં શ્રી યંત્ર સર્વોપરી હોય છે. તેની પૂજા કોઈપણ શુભ મુહૂર્તમાં કરી શકાય છે પરંતુ નવરાત્રી દરમિયાન તેની પૂજા કરવાનું વિશેષ મહત્વ હોય છે.
આ પણ વાંચો:
Shukra Gochar 2023: આ 5 રાશિના લોકો માટે 2 ઓક્ટોબર સુધીનો સમય અતિશુભ, મળશે અપાર ધન
Money Plant Upay: શુક્રવારે કરો મની પ્લાંટ સંબંધિત આ ઉપાય, ઘરમાં ઝડપથી વધશે રુપિયા
Pitru Dosh: ઘરમાં બને આવી ઘટના તો સમજી લેવું પિતૃ છે નારાજ, તુરંત કરવા આ ઉપાય
શ્રી યંત્રની સ્થાપના વિધિ
શ્રી યંત્રને ઘરમાં લાવો તે દિવસે સૂર્યોદય પહેલા સ્નાન કરીને બધા જ કાર્યથી નિવૃત્ત થઈ મંદિરમાં પૂર્વ દિશા તરફ મુખ કરીને ઊનના આસન પર બેસવું. ત્યાર પછી લાકડાના પાટલા ઉપર શ્રી યંત્રની સ્થાપિત કરી પંચામૃત પાણી ચઢાવીને કંકુ, ચોખા અને પુષ્પથી તેની પૂજા કરો. ત્યાર પછી માતા લક્ષ્મીનું ધ્યાન કરી " ઓમ મહાલક્ષ્મ્યૈ ચ વિદ્મહે વિષ્ણુ પત્ન્યૈ ચ ધીમહિ તન્નો લક્ષ્મી: પ્રચોદયાત્ "... મંત્રનો જાપ કરો. આ દિવસે રાત્રે ઘરમાં શ્રી સૂક્તનો પાઠ કરો.
આ પૂજા પછી શ્રીયંત્રને પૂજા ઘરમાં અથવા તો વ્યવસાયના ક્ષેત્રમાં સ્થાપિત કરો. શ્રી યંત્રની સ્થાપના પછી રોજ તેની પૂજા કરવી જરૂરી છે. પૂજામાં રોજ ગુલાબના ફૂલ શ્રી યંત્રને અર્પણ કરવામાં આવે તો ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)