વૈદિક જ્યોતિષ  શાસ્ત્રમાં કેતુને છાયા ગ્રહ ગણવામાં આવે છે. જે માન અપમાન, દુર્ઘટના, ગભરાહટ, આર્થિક તંગી અને મૂંઝવણ વગેરેનો કારક ગ્રહ છે. એવું માનવામાં આવે છે કે જ્યારે જ્યારે કેતુનું ગોચર થાય છે ત્યારે તેના કારણે પ્રત્યેક વ્યક્તિના આ તમામ પહેલુઓ પર ઊંડો પ્રભાવ પડે છે. કેતુ હંમેશા ઉલ્ટી એટલે કે વક્રી અવસ્થામાં રહે છે. વક્રી અવસ્થામાં રહેવાના કારણે નક્ષત્ર કે રાશિ પરિવર્તનના સમયે કેતુનું આભાસી ગોચર અને સ્પષ્ટ ગોચર એમ બે અવસ્થા બને છે, જેનું જ્યોતિષમાં ખાસ સ્થાન છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જ્યોતિષની ગણતરી મુજબ 2 ડિસેમ્બર 2024ના રોજ સોમવારે બપોરે 4.04 કલાકે સ્પષ્ટ કેતુએ ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં ગોચર કરી લીધુ છે. આ  પહેલા તે હસ્ત નક્ષત્રમાં બિરાજમાન હતો. સ્પષ્ટ કેતુ ગોચરની અસર આમ તો તમામ 12 રાશિઓ પર પડશે પરંતુ ત્રણ રાશિઓ એવી પણ છે જેમને વર્ષ 2024 પૂરું થતા પહેલા છાયા ગ્રહની વિશેષ કૃપા થશે. જાણો આ લકી રાશિઓ વિશે...


તુલા રાશિ
કેતુ ગોચરથી તુલા રાશિના જાતકોની બુદ્ધિનો વિકાસ થશે. જેનાથી તેઓ જીવનની મુશ્કેલ પરેશાનીઓનો ઉકેલ લાવી શકશે. મેડિકલ, રિચર્સ, મીડિયા, અને ટીચિંગ સાથે જોડાયેલા ક્ષેત્રોમાં કામ કરતા જાતકોને પગાર ઉપરાંત અન્ય સ્ત્રોતથી ધનલાભની શક્યતા છે. કોઈ જૂના રોકાણથી તુલા રાશિના જાતકોને વર્ષ 2024 પૂરું થતા પહેલા ધનલાભ થઈ શકે છે. બદલાતા મૌસમમાં ઉંમરલાયક લોકોનું સ્વાસ્થ્ય  પણ સારું રહેશે. 


ધનુ રાશિ
વર્ષ 2024 પૂરું થતા પહેલા કુંવારા લોકોના વિવાહ નક્કી થઈ શકે છે. શિક્ષણ કે તાલીમ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોના પગાર જલદી વધી શકે છે. બદલાતા મૌસમમાં ઉંમરલાયક લોકોનું સ્વાસ્થ્ય સારું રહેશે. જૂની બીમારીના દુખાવાથી ધનુ રાશિના જાતકોને છૂટકારો મળશે. લાંબા સમયથી કોઈ કામ વારંવાર અટકી રહેલું હશે તો પૂરા પડી શકે છે. પાર્ટનર સાથે ભાવનાત્મક સંબંધ મજબૂત થશે. 


કુંભ રાશિ
વર્ષ 2024 ખતમ થતા પહેલા દુકાનદાર પોતાના નામ પર દુકાન ખરીદી શકે છે. જે લોકોના લોઢાના કામ છે, તેમના કામનો વિસ્તાર થશે. બિઝનેસમાં ધંધો વધવાથી આર્થિક સ્થિતિને બળ મળશે. જે લોકોને સાંધાની સમસ્યા છે તેમની બદલાતા મૌસમમાં સ્વાસ્થ્ય સારું રહેશે. મીડિયા સંલગ્ન ક્ષેત્રમાં જોડાયેલા જાતકોને કરિયરમાં સફળતા મળશે. સિંગલ જાતકોને આવનારા સમયમાં તેમના સોલમેટ સાથે મુલાકાત થઈ શકે છે. 


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)