વૈદિક જ્યોતિષ મુજબ રાહુ ઉપરાંત કેતુ પણ પાપી ગ્રહ મનાય છે. તે પણ એક નિશ્ચિત સમયગાળા બાદ રાશિ પરિવર્તન કરે છે. કેતુ લગભગ દોઢ વર્ષ સુધી એક રાશિમાં બિરાજમાન રહે છે. કેતુના રાશિ પરિવર્તનથી જાતકોની પ્રોફેશનલ લાઈફ, પર્સનલ લાઈફ, લવ લાઈફ, કરિયરથી લઈને સ્વાસ્થ્ય સુધી અસર પડે છે. કેતુ ગ્રહ 30 ઓક્ટોબર 2023ના રોજ બપોરે 2.13 વાગે તુલા રાશિમાંથી નીકળીને બુધ ગ્રહના સ્વામિત્વવાળી કન્યા રાશિમાં ગોચર કરશે. કેતુના આ ગોચરથી અનેક રાશિઓની મુશ્કેલીઓ વધશે પરંતુ કેટલીક રાશિઓ એવી પણ છે જેમને ફાયદો થઈ શકે છે. કેતુ ગોચરથી કોને ફાયદો થશે તે ખાસ જાણો....


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેષ રાશિ
30 ઓક્ટોબરના રોજ કેતુ કન્યા રાશિમાં પ્રવેશ્યા બાદ આ રાશિના છઠ્ઠા ભાવમાં રહેશે. આવામાં આ રાશિના જાતકોને માનસિક તણાવમાંથી છૂટકારો મળી શકે છે. કાર્યક્ષેત્રે લાભ મળી શકે છે. પદોન્નતિ સાથે કોઈ મોટી જવાબદારી પણ મળી શકે છે. પરંતુ સ્વાસ્થ્યને લઈને સાવધ રહેવાની જરૂર છે. આવકમાં વધારો થઈ શકે છે. લાંબા સમયથી અટકેલા કામ એકવાર ફરીથી શરૂ થઈ શકે છે. 


કર્ક રાશિ
આ રાશિમાં ત્રીજા ભાવમાં રહેશે. આવામાં આ રાશિના જાતકોને ભાગ્યનો ભરપૂર સાથ મળી શકે છે. ધંધામાં થોડું જોખમ પણ સારો એવો નફો કરાવી શકે છે. ભાઈ બહેન સાથે સારા સંબંધ રહેશે. આવકના નવા સ્ત્રોત ખુલી શકે છે. આર્થિક સ્થિતિ સારી રહેવાની સાથે સાથે ઈચ્છાઓ પણ પૂરી થઈ શકે છે. કેતુ તમારા જીવનમાં આગળ વધવાની તક આપી શકે છે. આથી ક્યારેય પણ જીવનમાં કઈક સારું કામ કે પછી સન્માન મેળવવાની તક મળે તો તેને બિલકુલ જવા ન દેતા. સમાજમાં માન સન્માન વધશે. સંપત્તિ ખરીદવાનું સપનું પૂરું થઈ શકે છે. 


વૃશ્ચિક રાશિ
કન્યા રાશિમાં કેતુ આવવાથી વૃશ્ચિક રાશિના જાતકોનો સુવર્ણ કાળ શરૂ થઈ શકે છે. તમારી અનેક ઈચ્છાઓ પૂરી થઈ શકે છે. ખુશીઓની કમી ક્યારેય નહીં રહે. અનેક માધ્યમોથી ધન લાભ થઈ શકે છે. આવામાં આર્થિક સ્થિતિ મજબૂત થઈ શકે છે. સંતાન તરફથી કોઈ પણ સારા સમાચાર મળી શકે છે. પરિવારનો પૂરો સહયોગ પ્રાપ્ત થઈ શકે છે. 


(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube