Vastu Tips: પૈસા કમાવવા અને ઘરમાં સુખ-શાંતિ લાવવા માટે લોકો જાતજાતના નુસખાઓ અજમાવતા હોય છે. ઘર બનાવતી વખતે પણ લોકો પ્રોપર રીતે વાસ્તુના આધારે જ ઘર બનાવતા હોય છે. જોકે, તમે આમાંથી કંઈ જ ન કરી શક્યા હોય તો પણ વાંધો નથી. તમે માત્ર તમારા રસોડામાં આજથી જ આ વસ્તુ મુકવાનું શરૂ કરી દો, થોડા સમયમાં તમે બની જશો પૈસાદાર, આ અમે નથી કહી રહ્યાં આ ગુણધર્મ દર્શાવે છે વાસ્તુશાસ્ત્ર.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાસ્તુશાસ્ત્ર અનુસાર રસોડામાં કરવામાં આવેલી ભૂલો ઘરની સુખ-સમૃદ્ધિને પ્રભાવિત કરે છે. જો આનું ધ્યાન રાખવામાં ન આવે તો ઘરની શાંતિ ડહોળી શકે છે. વાસ્તુ અનુસાર જો ઘરના રસોડામાં કેટલીક શુભ વસ્તુઓ રાખવામાં આવે તો તેની અસર સકારાત્મક ઉર્જા સ્વરૂપે જોવા મળે છે. ચાલો જાણીએ વાસ્તુશાસ્ત્રમાં કઈ કઈ શુભ વસ્તુઓ રસોડામાં રાખી શકાય અને તેના શું ફાયદા છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર હળદરને રસોડા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. હિન્દુ ધર્મમાં હળદરનું ધાર્મિક મહત્વ છે. જેનો ઉપયોગ પૂજા વિધિની સાથે શુભ કાર્યોમાં થાય છે. તેથી હળદર હંમેશા રસોડામાં રાખવી જોઈએ.


હળદર રાખવાના ફાયદા-
તમને જણાવી દઈએ કે જો હળદરને રસોડામાં રાખવામાં આવે તો ઘરમાં પૈસા આવવાના બધા દરવાજા આપોઆપ ખુલવા લાગે છે. આ જ કારણ છે કે વાસ્તુશાસ્ત્રમાં રસોડામાં હળદર રાખવાની સલાહ આપવામાં આવી છે.


આ વાસણ રસોડા માટે શુભ છે-
પિત્તળ અને તાંબાના વાસણોનો ઉપયોગ ઘરના રસોડામાં આજથી જ નહીં પરંતુ ઘણા સમયથી કરવામાં આવે છે. રસોઈથી લઈને ખાવા સુધી તેની સ્વાસ્થ્ય પર સકારાત્મક અસર પડે છે. તમને જણાવી દઈએ કે વાસ્તુશાસ્ત્રમાં પિત્તળ અને તાંબાના વાસણો રસોડાની પશ્ચિમ દિશામાં રાખવાની સલાહ આપવામાં આવે છે.


આ ઉપકરણોને રસોડામાં યોગ્ય જગ્યાએ રાખો-
વાસ્તુશાસ્ત્ર અનુસાર રસોડામાં ઈલેક્ટ્રીકલ ઉપકરણો દક્ષિણ-પૂર્વ ખૂણામાં રાખવા જોઈએ. તેનાથી વાસ્તુ દોષો દૂર થાય છે.


આ છોડ રસોડા માટે શુભ છે-
વાસ્તુશાસ્ત્ર અનુસાર કેટલીક વસ્તુઓ ઘરના રસોડા માટે શુભ હોય છે. જેમ કે એલોવેરા અને તુલસીનો છોડ. આ નાણાકીય સ્થિતિને મજબૂત બનાવવામાં મદદ કરે છે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી જનરલ માહિતી પર આધારિત છે. ઝી મીડિયા આ અંગેની પુષ્ટી કરતું નથી.)