Palmistry: જાણો આપની જીવન રેખા કેટલું આયુષ્ય જણાવી રહી છે ? 60,70,કે 100?
Hastrekha Shastra: હસ્તરેખા શાસ્ત્ર અનુસાર માનવીને તે મુજબ જીવનમાં સારું કે નરસું ફળ મળે છે જીવન રેખાથી તમે કેટલું જીવશો કેવું જીવશો જીવનમાં શું કમાશો કેટલો સાથ મળશે કેટલો વિરોધ મળશે આ બધું જ આપના હાથની જીવન રેખા થી જાણી શકો છો .
ચેતન પટેલ જ્યોતિષ : જીવન રેખા કેટલા શુભ કે અશુભ ચિન્હો વાળી છે આપની જીવન રેખા જાણો આ રજૂઆત થી આ અંગે વધુ માહિતી આપતા જાણીતા જ્યોતિષી ચેતન પટેલે જણાવ્યું કે દરેક માનવીને ઈશ્વરે હાથમાં રેખાઓ આપેલી છે. હસ્તરેખા શાસ્ત્ર અનુસાર માનવીને તે મુજબ જીવનમાં સારું કે નરસું ફળ મળે છે જીવન રેખાથી તમે કેટલું જીવશો કેવું જીવશો જીવનમાં શું કમાશો કેટલો સાથ મળશે કેટલો વિરોધ મળશે આ બધું જ આપના હાથની જીવન રેખા થી જાણી શકો છો .એ પણ કહી દે છે કે આપ કેટલા ભાગ્યશાળી છો ક્યારે આપનો ભાગ્યોદય થવાનો છે કેવા કાર્યોથી થશે આ બધું જ ખબર પડશે આપના હાથની જીવન રેખાથી સરળતાથી જાણો આ ચિત્રોની મદદથી...
આદર્શ જીવન રેખાના લક્ષણો .
(૧) રેખા સુસ્પષ્ટ અને દીર્ઘ હોય.
(૨) તરલ કલદાર ચળકતી હોય.
(૩) નિષ્કલંક અને પતલી હોય.
(૪) રાતી કે ગુલાબી હોય
આ પણ વાંચો: ખુશખબર : ગુજરાત સરકાર કરાર આધારિત કરી રહી છે અહીં ભરતી, 60 હજાર રૂપિયા મળશે પગાર
આ પણ વાંચો: Gautam Adani: પત્ની સાથે રમી રમવું પસંદ છે અદાણીને, ફ્રી હોય ત્યારે કરે છે આ કામ
આ પણ વાંચો: Good News: ગુજરાતના લાખો બેરોજગારો માટે ખુશખબર, હવે સીધી મળશે કાયમી નોકરી
કેવી રેખા શુભ ફળદાયી ગણાય
જીવન રેખા ગોરા માનવીના હાથમાં ગુલાબી અને કાળા માનવીના હાથમાં રાતી કે ગુલાબી ચળકતી નિષ્કલંકિત હોય તેને જ શ્રેષ્ઠ ફળ આપવા વાળી કહેવાય .
આ પ્રકારના લક્ષણો વાળી જીવન રેખા ધરાવનાર ભાગ્યશાળી કહેવાય કારણ જીવનપર્યત સ્વસ્થ તંદુરસ્ત રહે છે અને શતાયુ કે લાબુ આયુષ્ય ભોગવનાર થાય છે.
આ પણ વાંચો: ગુજરાતના Top 5 સુંદરત્તમ ફરવાલાયક સ્થળો, તમે પ્રકૃતિને પેટ ભરીને માણી શકશો
આ પણ વાંચો: ભારતના એવા માર્કેટ જ્યાં ૫૦ રૂપિયાથી લઈને ૧૦૦૦ રૂપિયા સુધીમાં મળે છે ગરમ કપડાં
આ પણ વાંચો: સસ્તામાં સોનું મળતું હોય તો 2 વાર ખરીદતાં વિચારજો, આ રીતે થાય છે નકલી સોનાનું વેચાણ
જીવન રેખા અને તેની શરૂઆતના અગ્ર ભાગે પ્રશાખાઓની સંખ્યા માનવીની મહત્વાકાંક્ષાઓની સંખ્યાનું સૂચન કરે છે. આપ તે જોઈ જાતે જાણી શકો છો કે કેટલા પ્રકારની મહત્વકાંક્ષા તમારામાં છે જ્યારે જીવનરેખાના અંત ભાગની પ્રશાખાઓ જાતકને જીવનના અંત ભાગમાં આપને સહાય કરનાર વ્યક્તિઓની સંખ્યા દર્શાવે છે. તેથી તે પણ ખબર પડી જાય કે જીવનના અંત ભાગે કેટલા લોકો આપણને સાથ આપવાના છે.
મત્સ્ય ચિન્હ :
જીવન રેખાના અંત ભાગમાં મત્સ્ય જેવો આકાર ધરાવનાર જાતક ને સૌથી નસીબદાર ગણવામાં આવે છે જીવન પર્યંત તેને કોઇ જ ચીજની કમી રહેતી નથી હસ્તરેખામાં રહેલા અનેક દોષો હોવા છતાં સર્વપ્રકારના શારીરિક આર્થિક સુખથી સમ્પન્ન રહે છે અને જીવનના દરેક સુખ સહજતાથી ભોગવે છે લાંબુ તંદુરસ્ત આયુષ્ય જીવે છે ખૂબજ ભાગ્યશાળી વ્યક્તિના હાથમાં મત્સ્ય ચિન્હ જોવા મળે છે.
જીવન રેખાથી રચાતો ભાગ્યનો નાનો ત્રિકોણઃ
જીવન રેખામાંથી મંગળ પર્વતના પ્રદેશમાંથી નિકળતી ઉપર તરફ
વિકસત પ્રશાખા જાતકને શારીરિક શક્તિદ્વારા, શ્રમ દ્વારા ખેલકૂદદ્વારા કેસૌષ્ઠવ દ્વારા મળતું ઉપાર્જન દર્શાવેછે. અને આ રેખા જ્યારે મસ્તક રેખાને સ્પર્ષ કરે છે ત્યારે રચાતો ત્રિકોણ ભાગ્યનો ત્રકોણ ગણાય છે. આ ત્રિકોણ ધરાવનાર જાતક તેની મહત્વાકક્ષામાં ૨૮ વર્ષની ઉંમરે ફળ મેળવે છે અને તે જાતક સુખથી સમ્પન્ન થાય છે.
જીવન રેખાથી રચાતો ભાગ્યનો મોટો ત્રિકોણ :
જો જીવન રેખાનો અગ્ર ભાગ મસ્તક રેખા સાથે મળતો હોય અને જીવન રેખા પરનાર શુક્ર પર્વત વિસ્તારમાંથી પ્રશાખા નિકળી મસ્તક રેખાને મળે ત્યારે જે ત્રિકોણ રચાય છે તેને જીવન રેખાથી રચાતો ભાગ્યનો ત્રિકોણ કહેવાય જે જાતકનો પોતાની કોઈપણ પ્રકાર ની કલા સંગીત કારીગરી આર્ટ કે વિશેષ કોઈ ક્રિએટિવિટી શક્તિને કારણે ઉંમરના 25 વર્ષ બાદ તકો મળતી જાય છે ૩૭ વર્ષ બાદ સંપૂર્ણ ભાગ્યોદય થાય છે અને જેને કારણે આવી વ્યક્તિઓને ધન સંપત્તિ ભૌતિક સુખ યસ નામ અને પ્રતિષ્ઠા જીવનમાં ખૂબ જ મળે છે .
ચિંતારેખા :
મંગળ પર્વતમાંથી નિકળતી આડી રેખાઓ જ્યારે જીવન રેખાને કાપતી હોય તો તે જેટલી સંખ્યા ન હોય તેટલી વધારે તીવ્ર ચિંતા હોય આ ચિંતા રેખાઓ હંમેશા રહેતી નથી જ્યારે વ્યક્તિનો એવો સમય હોય ત્યારે જ હાથમાં આવતી હોય છે અને ચિંતાઓ જતી રહે સમસ્યા દૂર થાય તો ઓટોમેટિક જતી રહેતી હોય છે આ રેખાઓ દ્વારા જીવન દરમ્યાન હતાશાઓ મળે છે તે પણ જાણી શકાય. વારે ઘડીએ આવતા અવરોધો તે પણ આ ચિંતા રેખાથી જ ખ્યાલ આવે છે . ચિંતા રેખા જતી રહે છે તો અવરોધો પણ નથી જ રહેતા આવી રીતે જાણી શકાય છે.
આ પણ વાંચો: જો તમે ઓનલાઈન છેતરપિંડીનો શિકાર બન્યા હો તો આ રીતે મેળવો વળતર, RBIએ ઘડ્યા છે આ નિયમો
આ પણ વાંચો: જાણો મહિલા નાગા સાધુઓના આ 6 રહસ્ય, જાણીને રહી જશો દંગ
આ પણ વાંચો: તમારાથી ખોટા એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થયા છે? રૂપિયાને પાછા મેળવવા માટે કરો આ કામ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube