Puja Ritual: હિન્દુ ધર્મમાં પૂજાપાઠ દરમ્યાન ભગવાનને ભોગ ચડાવવાની પણ પરંપરા છે. લોકો પોતાના ઈષ્ટ દેવતાને તેમની પસંદગીનું ભોગ ચડાવે છે જેથી તેમની કૃપા ઘર પરિવાર પર જળવાઈ રહે. ભગવાનની પૂજા યોગ્ય રીતે કરવાથી ઘર પરિવાર પર તેમના આશીર્વાદ રહે છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે. પરંતુ તેના માટે ખૂબ જ જરૂરી છે કે પૂજા પાઠ અને ભોગ યોગ્ય રીતે ધરવામાં આવે. પરંતુ 99% લોકોને ભગવાનને ભોગ ધરાવવાની યોગ્ય રીત ખબર નથી હોતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


કરજ મુક્તિ માટે મહાશિવરાત્રિ પર કરો આ ઉપાય, એક ઝટકામાં દુર થશે ચિંતા


સોમવતી અમાસના દિવસે કરેલી આ ભુલ જીવન કરે છે બરબાદ, તુટી પડે છે દુ:ખના ડુંગર



જાણો ભોગ લગાવવાનો નિયમ


જેવી રીતે ઘરમાં ભગવાનની પૂજા કરવાનું એક ખાસ સમય હોય છે તેવી જ રીતે ભગવાનને ભોગ ધરાવવાનો પણ ખાસ નિયમ છે. શાસ્ત્રો અનુસાર જ્યારે તમે ભગવાનની પૂજા કરો છો તે જ સમયે તેમને ભોગ પણ લગાડવો જોઈએ. ભગવાનને ભોગ ધરાવો ત્યારે પૂજામાં રાખેલી સામગ્રી પણ ભગવાનની સામે જ મૂકી દેવી જોઈએ. ત્યાર પછી ઘરમાં હાજર બધા જ લોકોમાં પ્રસાદ વહેંચવો જોઈએ. શાસ્ત્રો અનુસાર ભગવાનને ભોગ જે પાત્રમાં ધરાવો તેની પસંદગી પણ ખાસ રીતે કરવી જોઈએ. ભગવાનને હંમેશા સોના, ચાંદી, તાંબા, પિત્તળ, માટી અથવા તો લાકડા ના પાત્રમાં ભોગ ધરાવો જોઈએ. જે પાત્રમાં ભગવાનની ભોગ ધરાવો તે પાત્રમાં ઘરના કોઈ વ્યક્તિએ ભોજન કરવું જોઈએ નહીં. 


પ્રસાદ ન કરો વ્યર્થ
 


- પૂજા પૂરી થાય તે પહેલા ક્યારેય ભોગને સ્પર્શ કરવો જોઈએ નહીં. 


- ભગવાનને ભૂલથી પણ એઠો કરેલો પ્રસાદ ધરવો નહીં. તેનાથી ભગવાનના ક્રોધનો સામનો કરવો પડે છે.


આ પણ વાંચો:


Holi 2023: નવી દુલ્હન હોળી પર અજાણતાં પણ આવી ભૂલ ન કરે, જિંદગીભર પસ્તાવાનો વારો આવશે


આ દિવસોમાં ઘરે ન બનાવવી રોટલી, થાય છે અપશુકન અને ધનહાનિ


- ભગવાનને હંમેશા સાત્વિક વસ્તુઓમાંથી બનેલો ભોગ ધરાવવો. 


- પૂજામાં ચડાવેલો પ્રસાદ બધા વચ્ચે વહેંચીને જ ગ્રહણ કરવો. 


- જે પણ પ્રસાદ વધે તેને ગ્રહણ કરી લેવું ક્યારેય તેને ફેકવો નહીં.